Abdul Latif Malik Dawalshah Pir great saint of Gujarat

 

HZT DAVALSHAHPIR

‘’અબ્દુલ લતીફ બિન મલિક મુહ્મ્મ્દ કુરેશી’’ હઝરત દાવલશાહ પીર

સેયદ સિરાજુદ્દીન મુહમ્મદ ‘’શાહ-એ-આલમ’’ના મુરીદ અને ગુજરાતના મહાન સુલતાન ‘મહમુદ’ બેગડાની સલ્તનતના એક અમીર, ધાર્મિક બાબતના જ્ઞાન ના કારણે ‘’દાવર-ઉલ-મુલ્ક’નો ખિતાબ ધરાવનાર, ઈમાનદાર શખ્શિયતના માલિક એટલે હઝરત ‘’અબ્દુલ લતીફ બિન મલિક મુહ્મ્મ્દ કુરેશી’’’ (આજે આપણે જેમને હઝરત દાવલશાહ પીર તરીકે ઓળખીએ છીએ) તેઓ ‘કુરેશ’ કબીલાની વંશવાળીમાંથી છે, તેઓ હઝરત સેયદ સિરાજુદ્દીન મુહમ્મદ શાહઆલમ ના મુરીદ હતા, તેઓ શાહઆલમ ની ભરપુર ખિદમત કરતા હતા અને સાથે તેઓ નમાજના પાબંદ અને પરહેજગાર હતા.

પીર શાહઆલમ તેમનાથી ખુશ હતા, એક વખત એવું બન્યું હતું કે હઝરત શાહઆલમ નમાઝ માટે વઝૂ કરી રહ્યા હતા વઝૂ દરમિયાન તેમના મુબારક હાથો પર પાણી રેડવાનું કામ ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) કરી રહ્યા હતા, આ માન ફક્ત ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ને જ હતું, બરાબર એ જ સમયે દખ્ખણ ના એક શાહ્ઝાદા કે જેને કોઢ નામનો રોગ હતો તેને અહીં શિફા મળે એવા મતલબથી તેઓ અહીં શાહઆલમ પાસે આવ્યા હતા, શાહઆલમ વઝૂ કરવામાં મશરૂફ હોય તેમણે તે શાહ્ઝાદા ના વકીલોને કોઈ પ્રતિભાવ આપ્યો નહીં, ‘શાહઆલમે” વઝૂ કર્યા બાદ ઘડામાં બચેલું પાણી એ કોઢના રોગમાં સપડાયેલા શાહ્ઝાદાને પીવડાવવા જણાવ્યું જેવું એ શાહ્ઝાદાએ એ પાણી પીધું કે પરવરદિગારના ફઝલો કરમથી તેને જે કોઢનો રોગ હતો એ નાશ પામ્યો અને શાહ્ઝાદો એ રોગમાંથી કાયમ માટે મુક્ત થયો.

’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ની પોતાના પીર શાહઆલમ માટેની અકીદત

’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) જે રીતે ખ્વાઝા ગરીબ નવાઝ ની ખિદમત તેમના સેવક ‘સાલાર મસઉદ’ દ્વારા કરવામાં આવેલી એ જ રીતે તેઓ શાહઆલમની ખિદમત કરવા ઈચ્છુક હતા, તેમની આ લાગણીઓથી જયારે શાહઆલમ વાકેફ થયા ત્યારે તેમણે ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ને જણાવ્યું કે તમારી ખિદમત અને સખાવત થી અમો બહુજ ખુશ થયા છીએ, તમોને પણ પરવરદિગાર તમારી ઈચ્છા મુજબની પદવી સુધી જરૂર પહોચાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, આમ પોતાના પીરની બે હિસાબ દુઆઓ અને પોતાની બંદગી અને તેમની માનવતા ના કારણે ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) એક સંત બન્યા હતા અને લોકો તેમની પાસે પોતાના દુઃખ દર્દની શિફા માટે દુર-દુરથી આવતા હતા.

’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) ખિતાબ ’દાવર-ઉલ-મુલ્ક’

ગુજરાતના મહાન સુલતાન મહમુદ બેગડા ના ધાર્મિક ઉમરાવો માંહેથી એક ઉમરાવ ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) હતા આપને સુલતાન દ્વારા જયારે ‘’દાવર-ઉલ-મુલ્ક’’ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો, ત્યારબાદ આપના મકાન પાસે રાજકીય માણસો અને સેનીકોની સતત અવર-જવર રહેતી હતી જેના કારણે હાથી તથા ઘોડાઓ સાથે લોકો તેમના ઘેર આવતા જતા હતા જેથી આ લોકોની અવર-જવર અને શોર-બકોરના કારણે પડોશીઓ ને તકલીફ થતી હશે એવું માનીને તેઓએ એ જગ્યા છોડી દીધી હતી આ તેમની માનવતાની એક નાની ઝલક માત્ર હતી, તેઓને મળેલા ખિતાબ ‘’દાવર-ઉલ-મુલ્ક’’ થી તેમણે હમેશા લોકોની ભલાઈ માટે કાર્ય કરેલું,

’દાવર-ઉલ-મુલ્ક’ હોદ્દા અંતર્ગત તેમની નોધનીય કામગીરી

                          ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) ‘’દાવર-ઉલ-મુલ્ક’’ પાસે ખેડૂતોને મહેસુલ જમા કરાવવું પડતું તેઓ હમેશા ખેડૂતોને રાહત આપતા હતા, જયારે તેમના સમક્ક્ષ જાગીરદારો ખેડૂતોનું શોષણ કરતા હતા, આમ તેમની આ ઈમાનદારી અને દયાનતદારી સલ્તનતના અમુક જાગીરદારોને ખટકતી હતી, આ કારણોસર એક જાગીરદારે ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ને કતલ કરવા યોજના બનાવેલી અને તેમને કતલ કરવા હુમલો કરવામાં આવેલ પણ તેઓ સલામત રહ્યા, અને હુમલાખોરો પકડાયા હતા તેઓએ તેમને મારવા આવેલા હુમલાખોરો પાસેથી સમગ્ર હકીકત જાણવા પ્રયાસ કર્યો આમ કરવાથી તેમને જાણવા મળ્યું કે મારવા માટે આવેલા હુમલાખોરોને ઉમરલાયક દીકરીઓ છે જેમને પરણાવવા તેઓ પાસે જરૂરી રકમ નથી આ કારણે અદેખાઈ રાખતા જાગીરદારે તેમને કતલ કરવાના બદલામાં રકમ આપવા લાલચ આપેલી આ હકીકત જાણીને તેમણે તેઓ પોતાની દીકરીઓને પરણાવી શકે તેટલી રકમ આપી એ હુમલાખોરોને છોડી મુક્યા, આ તેમની રહેમદિલી તથા તેમનો માનવીય અભિગમ ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરો દ્વારા કાયમ અંકિત છે.

’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર) અમરૂન (આમરણ)ના થાણેદાર

સમયે સલ્તનતના બળવાખોરોનું રહેઠાણ કચ્છ અને હાલાર તરફ હતું જેથી ગુજરાતના સુલતાન મહમુદ બેગડા દ્વારા ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ને અમરૂન (આમરણ)ના થાણેદાર બનાવી ત્યાં મોકલવામાં આવેલા. એક વખત તેઓ કચ્છ તરફથી લડાઈ બાદ ત્રણ દિવસ કુચ કરીને અમરૂન (આમરણ)ની હદમાં પહોચ્યા તેઓ લડાઈ અને મુસાફરીથી થાકેલા હતા, જેથી તેઓ ત્યાં આરામ કરવા લાગ્યા અને તેમણે ઊંઘ આવી જયારે તેઓ જાગ્યા ત્યારે તેમણે જોયું કે તેમના સેનિકો પોતાના ઘોડાઓને જુવારના એક લીલાછમ ખેતરમાં ચરાવતા હતા, આ જોઇને તેમને બહુજ દુઃખ થયું તેઓએ સેનિકોને જણાવ્યું દોસ્તો તમોને પરવરદિગારનો ડર નથી કે તમો મહેનત થી ઉગાડેલો માલ હસ્તગત કરો છો, જવાબમાં સેનીકોએ જણાવ્યું હઝરત અમો બે દિવસોથી ખાવાનું જોયું નથી અમો પરવરદિગારનો ડર રાખીએ છીએ પણ આ ઘોડાઓ એવી સમજણ નથી રાખતા, આ સાંભળ્યા બાદ ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)તુરતજ ઉઠ્યા અને તેમણે પોતાના ઘોડાની લગામ છુટી મૂકી, ઘોડાને લીલાછમ ખેતર સામે ઉભો રાખ્યો પણ તેમનો ઘોડો ત્યાંથી જરા પણ ડગ્યો નહીં ત્યાંજ ઉભો રહ્યો, તેમની આ કાબેલિયત અને પ્રમાણિકતા જોઇને અમરૂન (આમરણ)ના જાગીરદારો ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ના તાબે થયા હતા તથા તેમની ખિદમતમાં જોડાયા હતા.

’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ની અમરૂન (આમરણ)માં શહાદત

અમરૂન (આમરણ)ના લોકો માંહેથી અમુક લોકો દગાખોર હતા તેઓએ દગાથી ’અબ્દુલ લતીફ’ (દાવલશાહ પીર)ને શહીદ કરેલા આ બનાવ જીલ્ક્દ મહીનાનાની 13 તારીખ સ.હી.1020 (16 જાન્યુઆરી ઈ.સ.1611)માં બન્યો હતો. આજે જ્યાં આમરણ ખાતે તેમની દરગાહ છે એ દરગાહનું નિર્માણ ગુજરાતના સુલતાન મહમુદ બેગડા દ્વારા કરાવવામાં આવેલું છે તથા ચાંદીથી મઢેલ પ્રવેશદ્વાર પણ સુલતાન મહમુદ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.

Post a Comment

0 Comments