Fathers Day 2023




Fathers Day


''' ફાધર્સ ડે ''' 2023

દર વર્ષે જુન મહિનાનાત્રીજા રવિવારે સમગ્ર વિશ્વમાં આ 'ફાધર્સ ડે' ઉજવવામાં આવે છે આજના આ ''ફાધર્સ ડે'' નિમિતે '' ''કુરાન-એ-શરીફ'' માં ''માતા-પિતા'' વિષે શું આદેશ છે એ જાણીએ

                           ''કુરાન-એ-મઝીદ'' માં ઈર્શાદ છે...કે....

 તમારા ''અલ્લાહ'' નો નક્કી કરેલો નિર્ણય છે કે ''તમે ''અલ્લાહ'' સિવાઈ કોઈની પણ 'ઈબાદત' કરશો નહીં અને તમારા ''માતા-પિતા'' સાથે સારું વર્તન કરતા રહો,, જો તમારી સામે ''માતા/પિતા'' અથવા બન્ને ''વૃદ્ધાવસ્થા'' ( ઘડપણ) માં પહોચી જાય તો તમે તેઓને ''ઉફ્ફ'' પણ કહેશો નહીં,અને તેઓને 'જાટકશો' નહીં,, અને તેઓની સાથે ''સાલીનતા'' સાથે ''આદર-પૂર્વક'' વાતચીત કરશો,, અને તેઓની સામે 'આજીજી' પૂર્વક અડગ રીતે જુકેલા રહો અને કહો .. "ઓ મારા ''પરવરદિગાર'' જે રીતે મારા 'માતા-પિતા' એ મને 'બચપણ' માં ઉછેર્યો છે એ જ રીતે ''ઓ ''અલ્લાહ'' તું મારા ''માતા-પિતા'' પર રહેમ ફરમાવજે.

          ખરેખર વિશ્વના બધાજ ધર્મો 'માતા-પિતા' વિષે આદર, સાલીનતા, જાળવવા અને તેઓની વૃદ્ધાવસ્થામાં સેવા-ચાકરી કરવા આદેશ આપે છે, અને ખરેખરમાં 'માતા-પિતા' 'ઈશ્વર' ની આપણને અનમોલ ભેટ છે

             ખરેખર  ''ફાધર્સ ડે''  પ્રથમ વખત  'વર્જીનીયા' ના 'ફેયરમોન્ટ' માં ઈ.સ.૧૯૦૮ ના જુલાઈ મહિનાની 5, મી તારીખે મનાવવામાં આવેલો, આ ''ફાધર્સ ડે'' ની વાસ્તવિક હકીકત એ છે કે ઈ.સ.1907 માં ડીસેમ્બર ની 6-ઠ્ઠી તારીખે 362 ''પિતાઓ'' નું ''મોનોગાહ'' ની  એક ખાણ  દુર્ઘટના  માં મૃત્યુ થયેલું,  ત્યારબાદ  ''ગ્રેસ ક્લેટન'' નામના અધિકારી  દ્વારા એક  વિશેષ  દિવસ નું  આયોજન કરવામાં આવેલું,  આ દિવસ ને જ ''ફાધર્સ ડે' કહેવામાં  આવે  છે.  એક  'શાયરે'  ખુબ  સરસ  લખ્યું છે.

''માં-બાપ'' સે રખ દોસ્તી ''માં-બાપ'' ફિર મિલતે નહી
મત હો ખફા ઉનપર કભી ''માં-બાપ'' ફિર મિલતે નહી''

'માતા-પિતા'' પાસે રહેવાના બે ફાયદા એ છે કે ''તમે ક્યારેય મોટા નથી બનતા' અને ''માતા-પિતા'' વૃદ્ધ નથી બનતા'',આજના ''સોશ્યલ-મીડિયા'' ના વધતા-જતા ક્રેજ ના કારણે ''ફાધર્સ ડે'' ને એક અલગ ઓળખ મળી છે

''હોઠો   પર  નામ  આતે હી  યાદે  તાઝા  હો જાતી હૈ ''પાપા'
આપકી યાદ તાઝા હોતેહી  આંખે  છલક  જાતી  હૈ "પાપા"
ગુજરે હુવે દિનોકી વો તસ્વીર સાફ  નજર  આતી હૈ "પાપા"
સબ-કુછ હોતે હુવે ભી આપકી કમી નજર આતી હૈ "પાપા"

"Happy Father's Day"

Post a Comment

0 Comments