Sultan Ahmed Shah founder of Ahmedabad city



Great Sultan Ahmedshah

સુલતાન અહમદશાહ – ગુજરાત સલ્તનત

ઈ.સ. 1411 જાન્યુઆરીની 14મી શુક્રવારના દિવસે આ. “નાસિરૂદ્દદુનિયા વદ્દદિન અબૂલફ્તહ અહમદશાહ” ખિતાબ ધારણ કરીને અહમદખાન તખ્ત નશીન થયો હતો.

સુલતાન અહમદશાહ સામે તેના કાકા ફિરોઝખાન ની બગાવત

                 અહમદખાન ના દાદા સુલતાન મુઝ્ઝફ્ફરશાહ ઉર્ફ ઝફરખાને તેના મોટા પુત્ર તાતારખાન ના મૃત્યુ બાદ તેના બીજા પુત્રોને અવગણીને તેના પોત્ર અહમદખાન ને વલીઅહદ (રાજ્ય વારસ) જાહેર કર્યો હતો તથા આગળ જતા ઉપર જણાવેલ દિવસે તેણે અહમદખાન ને તખ્ત પર બેસાડ્યો હતો જેથી સુલતાન મુઝ્ઝફ્ફરશાહ ઉર્ફ ઝફરખાનના અન્ય પુત્રો ને આ બાબત યોગ્ય નહોતી લાગી હતી જેથી સુલતાન અહમદશાહ ના ચાર કાકાઓએ તેની સામે બગાવત કરી હતી એ જમાનામાં આવા સંજોગો ઉત્પન્ન થવા એ શક્ય હતું, આમ સુલતાન અહમદશાહ તખ્ત પર બિરાજમાન થયો અને તુર્તજ તેને તેના કુટુંબીજનો ની બગાવતનો સામનો કરવો પડ્યો હતો.

                   સુલતાન અહમદશાહના કાકા ફિરોજખાન દ્વારા કરવામાં આવેલી બગાવતના ષડ્યંત્ર માં તેને તેના બીજા ભાઈઓ, અને જીવણદાસખત્રી, તથા પ્રયાગદાસ, નામના બે હિંદુ સરદારો અને માળવાના સુલતાન હૂશંગશાહનો, ભરપુર સાથ મળ્યો હતો, આ સર્વ બળવાખોરોએ એક લશ્કર બનાવીને સુલતાન અહમદશાહ સામે યુદ્ધ કરવા ખંભાત થી કુચ કરેલી આ લશ્કરે જયારે ભરૂચ ખાતે છાવણી નાખેલી અને આગળની રણનીતિ નક્કી કરવા માટે સર્વ બળવાખોરો એ મીટીંગનું આયોજન કર્યું હતું આ મીટીંગમાં સંજોગો-વસાત અંદરોઅંદર મતભેદો ઉત્પન્ન થયા હતા અમુક બળવાખોરો સુલતાન અહમદશાહ ના મહાન લશ્કર સામે ટકી નહીં શકે એવો મત વ્યક્ત કરતા હતા જેથી તકરાર થતા અંદરોઅંદર લડાઈ જામી હતી અને આ લડાઈમાં જીવણદાસ ખત્રી નું ખૂન થયું હતું અને બળવાખોરો વેર વિખેર થયા હતા તથા અમુક અમીરો સુલતાન અહમદશાહ સાથે મળી ગયા આમ છતાં બાકી રહેલા બળવાખોરોએ પોતાની બગાવત આગળ ચાલુ રાખેલી અને આ તરફ સુલતાન અહમદશાહે એક લશ્કર સાથે બળવો શાંત પાડવા માટે એ દિશામાં કુચ કરી હતી એ સમયે ભરૂચના કિલ્લા પર બળવાખોરોએ કબજો કર્યો હતો સુલતાન અહમદશાહે ભરૂચના કિલ્લા પર ઘેરો નાખ્યો હતો અને બળવો શાંત પાડવા માટે બળવાખોરોને બળવો સમાપ્ત કરવાના બાબતમાં પત્રો લખ્યા હતા જેથી બળવાખોરો સુલતાન અહમદશાહ ના શરણે આવ્યા હતા સુલતાને શરણે આવેલા તમામ બળવાખોરોને માફી આપી તથા તેઓ પ્રત્યે મહેરબાની વ્યક્ત કરી હતી અને બાદમાં અમુક અમીરોને ખિલાત આપી પોતપોતાની જાગીરમાં પરત મોકલી દીધા હતા આ ઉપરાંત સુલતાન અહમદશાહે બળવાખોરીમાં મુખ્ય રહેલા પોતાના કાકા ફિરોજખાન ને પણ માફ કરીને તેમની જૂની જાગીર વડોદરા હતી તેની જગ્યાએ નવી જાગીર નવસારી ફાળવી આપી હતી.

સુલતાન અહમદશાહ દ્વારા ગુજરાતની નવી રાજધાની તરીકે "અહમદાબાદ'' શહેરની સ્થાપના          

           એક સમયે સાબરમતી નદીના કિનારે સુલતાન અહમદશાહે પોતાની છાવણી નાખી હતી તેણે ત્યાં શિકાર ખેલ્યા હતા આ સ્થળ તથા ત્યાં આસપાસની આબોહવા સુલતાન અહમદશાહને ખુબ પસંદ પડી હતી તથા તે એક કાબેલ અને કુશળ સુલતાન હતો જેના કારણે તેને એવો પણ વિચાર કર્યો કે આ જગ્યાએ જો તે પોતાની રાજધાનીની સ્થાપના કરશે તો આજુબાજુના તમામ પ્રદેશો પર અંકુશ કરવામાં સરળતા રહેશે આમ બધા અનુકુળ સંજોગો ધ્યાને લઈને સુલતાન અહમદશાહે પોતાના આધ્યાત્મિક ગુરુ હઝરત શેખ અહમદ ખટુ ગંજબક્ષ સાથે આ બાબતમાં વિચાર વિમર્શ અને આશીર્વાદ માગ્યા જેથી શેખ અહમદે સુલતાન અહમદશાહને કુલ ચાર અહમદ નામના સંત તુલ્ય વ્યક્તિઓના હાથે આ રાજધાની માટેના શહેરનો પાયો નાખવા ખાસ આગ્રહ કરેલો જેનો સુલતાન અહમદશાહે સહર્ષ સ્વીકાર કર્યો હતો અને ઈ.સ.1411 ના ફેબ્રુઆરી ની 26મી તારીખે કુલ ચાર અહમદ નામના વ્યક્તિઓના હાથે આ રાજધાની માટેના શહેરનો પાયો નાખ્યો હતો, તથા આ શહેરનું નામ પોતાના નામ તથા પોતાના આધ્યાત્મિક ગુરુના નામ પરથી “અહમદાબાદ’’ રાખ્યું હતું આ શહેરને ફારસીમાં “શહેર-એ-મુઅઝ્ઝ્મ” એટલે કે મહાન શહેર તરીકે વર્ણવવામાં આવ્યું છે


Post a Comment

1 Comments