Sheikh Ahmed Khattu the great saint of Gujarat

 










SAIKH AHMED KHATTU GANJBAQSH



હઝરત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ

પૂર્વ જીવન :- હઝરત શેખ અહમદનો જન્મ ઈ.સ.1338 માં દિલ્હીમાં જયારે દિલ્હી-સલ્તનત પર મુહમ્મદ બિન તૂઘલૂકનું શાસન ચાલુ હતું એ સમયમાં થયો હતો. તમનું પ્રથમ નામ મલિક નસિર્રુદ્દીન રાખવામાં આવ્યું હતું, તેમના પિતા “મલિક ઇખ્તીયાર્રુદ્દીન” દિલ્હી સલ્તનતના શાહી લશ્કરમાં એક સારા પદ પર નિયુક્ત હતા, તથા તેઓ દિલ્હીના સુલતાન મુહમ્મદ બિન તૂઘલૂકના દુરના કોટુંબિક સગા થતા હતા. રેતીના ફેલાયેલા તોફાનના કારણે બાળ અવસ્થામાં મલિક નસિર્રુદ્દીન (શેખ અહમદ) પોતાના પરિવાર થી વિખુટા પડ્યા હતા તેમની દેખરેખ કરતા દાસીએ તેમને એક વટેમાર્ગુ કાફલા સાથે સામેલ થઈને તેમને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોચાડવા કોશિશ કરી હતી. સંજોગોવસાત તેઓ વટેમાર્ગુ કાફલા સાથે રાજસ્થાન માં આવેલા નાગોર વિસ્તારના ડીંડવાણા પહોચ્યા હતા. અહીં નઝીબ નામના વ્યક્તિએ મલિક નસિર્રુદ્દીન (શેખ અહમદ) પર દ્રષ્ટિ કરી અને તેને પોતાના દત્તક તરીકે રાખી લીધો હતો.

સંત બાબા ઈશ્હાક સાથે શેખ અહમદ નું મિલન

રાજસ્થાન ના ખટ્ટ શહેરમાં સંત બાબા ઈશ્હાક રહેતા હતા તેઓ પોતાના દત્તક પુત્રના અકાળે મૃત્યુના કારણે દુખી રહેતા હતા. તેઓને એક પવિત્ર સંદેશો મળ્યો હતો કે તેમને એક બાળક મળશે તેઓ એ બાળકનો સારી રીતે ઉછેર કરશે તથા સારું શિક્ષણ આપશે, આ કારણે સંત બાબા ઈશ્હાક ઉપરોક્ત બાળકની શોધમાં હતા, તેમને પવિત્ર સંદેશ માં જણાવેલા બાળક વિષે સમાચાર મળ્યા અને તેઓ ડીંડવાણા પહોચ્યાં નઝીબ નામના વ્યક્તિ પાસેથી સંદેશરૂપી બાળક મલિક નસિર્રુદ્દીન (શેખ અહમદ)ને તેમણે મેળવ્યો, તેને પોતાની સાથે ખટ્ટ શહેર લઈ ગયા અને તેનું નામ “અહમદ’ રાખ્યું અને તેનો સારા શિક્ષણ સાથે ઉછેર તથા ભરણપોષણ ચાલુ કર્યું હતું. સમય જતા તેઓએ મલિક નસિર્રુદ્દીન (શેખ અહમદ)ને પોતાના “સિલસિલા-એ-મગરીબીયાહ” માં સામેલ કર્યા હતા, મલિક નસિર્રુદ્દીન (શેખ અહમદ)ના ધાર્મિક જ્ઞાન અને નિપુણતાના કારણે તેમને ઘણા બહુમાન પ્રાપ્ત થયા હતા જેમાં “શેખ” “મગરિબી” “ચિરાગ’ તથા “કુતુબુ-ઉલ-એકતાબ” (ધ્રુવ તારાનો ધુવ તારો) તથા “ગંજ બક્ષ’ સામેલ છે. આ ઉપરાંત તેઓ કુશળ તીરંદાજ અને પહેલવાન પણ હતા.

શેખ અહમદની હજ્જ યાત્રા તથા મક્કા મદીના શહેર ની યાત્રા

તેઓએ યુવા અવસ્થામાં હજ્જ અદા કર્યું હતું તેઓએ મક્કા અને મદીના યાત્રા વખતે બહુજ સાદગીભર્યું જીવન વ્યતિત કર્યું હતું, અહીં તેઓએ એક સ્નાન કરીને પાંચ ટાઇમની નમાજ અદા કરી હતી, મદીના ખાતે તેમને દિવ્ય જ્ઞાન તથા એક પાઘડી માટેનું પવિત્ર કાપડ પ્રાપ્ત થયું હતું જે આજે પણ તેમની દરગાહ ખાતે આવેલા મ્યુજીયમમાં જોવા મળે છે.

આધ્યાત્મિક ગુરુ સંત બાબા ઈશ્હાક ના અવસાન બાદ

ઈ.સ.1379માં તેમના પાલક પિતા તથા આદ્યાત્મિક ગુરુ સંત બાબા ઈશ્હાક આ ફાની દુનિયાને હમેંશ માટે અલવિદા કરી ગયા હતા, આ બનાવથી શેખ અહમદને બહુજ દુખ થયું હતું જેના કારણે તેઓએ પોતાને એક રૂમમાં બંધ રાખીને કોઇપણને મળ્યા વિના 40 દિવસો સુધી ઈબાદત કરી હતી, બાદમાં તેઓએ ખટ્ટ શહેર છોડી દીધું હતું અને તેઓ દિલ્હી મુહમ્મદ બિન તૂઘલૂક દ્વારા નિર્મિત “ખાન જહાં’ મસ્જીદમાં રહેવા લાગ્યા હતા, બાદમાં તેઓએ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અહીં ગુજરાતના “અણહિલ વાડ પાટ્ટણ”માં તેમની મુલાકાત દિલ્હી સલ્તનતના અંકુશ હેઠળ ગુજરાતના નાજીમ પદ્દ પર રહી શાસન કરનારા તથા આગળ સ્વતંત્ર શાસન કરનાર ઝફરખાન (મુજ્જ્ફ્ફરશાહ) તથા તેના પુત્ર ‘તાતારખાન’’ સાથે થયેલી, બન્ને ના અતિ આગ્રહના કારણે તેઓ એ સમયના ‘સરખેજ’ ગામ ખાતે કાયમ માટે રહેવા સંમત થયા હતા, ગુજરાતના સુલતાનો તેમનો અતિ આદર કરતા હતા.

“અહમદાબાદ’ શહેર અંગે ‘શેખ અહમદ’ની ભૂમિકા

           ઈ.સ.1411 માં ગુજરાત સલ્તનતની ગાદી પર બિરાજમાન ‘સુલતાન અહમદશાહ” ‘શેખ અહમદ’ને પોતાના અંગત સલાહકાર તથા આધ્યાત્મિક ગુરુ માનતા હતા, જેના કારણે “અહમદાબાદ’ શહેર વસાવીને ગુજરાતની રાજધાની બનાવવા અંગે ‘સુલતાન અહમદશાહ” સરખેજ ખાતે ‘શેખ અહમદ’ને મળ્યો હતો અને તેમની સલાહ અનુસાર તેણે “અહમદાબાદ’ શહેરનો પાયો કુલ ચાર ‘અહમદ’ નામના પવિત્ર વ્યક્તિઓ દ્વારા નખાવ્યો હતો, આ ચાર અહમદ માંહેથી એક અહમદ ખુદ “શેખ અહમદ” હતા. ‘શેખ અહમદ” સરખેજ તેમના નિવાસ સ્થાને એક વિશેષ “લંગર” પણ ચલાવતા હતા આ ‘લંગર’ માં કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના સૌને મફત ભોજન મળતું હતું. આ કારણોસર તેમને “ગંજ બક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે.

“શેખ અહમદ”ના “કુતુબ-એ-આલમ” તથા ‘શાહ આલમ” વચ્ચેના સબંધો

“શેખ અહમદ” અને તેમના સમકાલીન સંત “કુતુબ-એ-આલમ” વચ્ચે નજીકના સબંધો રહ્યા હતા “કુતુબ-એ-આલમ” વર્ષ દરમિયાન 2/3 વખત સરખેજ ખાતે “શેખ અહમદ” પાસે પધારતા હતા “શેખ અહમદ” દરેક મુલાકાત વખતે ‘કુતુબ-એ-આલમ”ને યાદગીરી રૂપ ભેટો આપતા હતા જેમાં નમાજ પઢવાની ચટ્ટાઈ તથા વુઝું કરવા માટેના માટીના વાસણો ની ભેટ મળતા કુતુબ-એ-આલમ”ને ધન્યતાનો અનુભવ થયો હતો, આગળ સમય જતા કુતુબ-એ-આલમ”ના પુત્ર ‘”શાહ આલમ” પણ “શેખ અહમદ’ના શિષ્ય બન્યા હતા અને તેઓએ સરખેજ ખાતે ‘શેખ અહમદ’ની દેખરેખમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું.

‘શેખ અહમદે” કરેલી તેમના ઉત્તરાધિકારી ની નિયુક્તિ તથા તેમનું અવસાન

    ‘શેખ અહમદે” તેમના બાદ ઉત્તરાધિકારી માટે તેઓએ એક નવજાત બાળકને દત્તક લીધું હતું તેનું નામ તેઓએ ‘શેખ સલાહુદ્દીન” રાખ્યું હતું જે આગળ સમય જતા સજ્જાદાનસીન બન્યા હતા, ઈ.સ.1446 માં તેમની તબિયત ખરાબ રહેવા લાગી એક વખત તેમને ઉલ્ટી થયેલી જેમાં લોહી નીકળ્યું હતું આ બનાવ બાદ તેઓને લાગ્યું કે તેમનો છેલ્લો સમય નજીક છે જેથી તેઓ એકાંત માં રહેવા લાગ્યા હતા, આ કારણે દરરોજ સરખેજ ખાતે થતી ધાર્મિક વિધિઓ માટે કોણ તેમનો ઉત્તરાધિકારી છે એ બાબતે વિવાદ થવા લાગ્યો હતો આ બાબતે એક વખત ગુજરાતના સુલતાને “શેખ અહમદ’ને પૂછ્યું કે તમારા ઉત્તરાધિકારી તરીકે તમોએ કોને? નિયુક્ત કર્યો છે, જેના જવાબમાં “શેખ અહમદે” પોતે નિયુક્ત કરેલ “શેખ સલાહુંદ્દીન’ તરફ ઈશારો કર્યો ત્યારે ‘સુલતાને “શેખ સલાહુંદ્દીન’ પર નજર કરી “શેખ અહમદ’ને જણાવ્યું કે આ તો એક નાનકડો બાળક છે, આ સાંભળી “શેખ અહમદ’ નારાજ થયા અને જણાવ્યું કે શું? હું? જમીનમાં દફન થઈશ એટલે મરી જઈશ!! એટલે તમે આ કહો છો, હું મારા મૃત્યુ બાદ પણ આ બાળકની દેખરેખ ચાલુ રાખીશ, સુલતાને ‘શેખ અહમદ’ની નારાજગી તરતજ માપી લીધી અને તેમની વાતને માન્ય રાખી હતી ઈ.સ.1446 ની જાન્યુઆરીની 14મી તારીખે (હી.સ. 14-શવ્વાલ 849)ના રોજ તેઓએ આ ફાની દુનિયા થી વિદાઈ લીધી હતી, આમ ભારતના પ્રમુખ 6 સંતો માંહેથી એક ‘શેખ અહમદે’ આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું.  

‘સુલતાન મહમુદ’ બેગડા દ્વારા સરખેજ ખાતે દરગાહ, મસ્જીદ અને મહેલ નું નિર્માણ

આજે સરખેજ ખાતે જે ‘શેખ અહમદ’ની દરગાહ, મસ્જીદ અને મહેલ છે તેનું નિર્માણ ગુજરાતના તાકતવર શાસક ‘સુલતાન મહમુદ’ બેગડા દ્વારા કરવામાં આવ્યું છે, ‘સુલતાન મહમુદ’ પર ‘શેખ અહમદ’નો અવિસ્મરણીય પ્રભાવ રહ્યો હતો તેણે ‘શેખ અહમદ’ના ચરણોમાં જ દફન થવા ઈરાદો જાહેર કરેલો, સરખેજ ખાતે આવેલી “શેખ અહમદ”ની દરગાહ ની નજીક ‘સુલતાન મહમુદ’ બેગડા ને પણ તેની ઈચ્છા અનુસાર દફન કરવામાં આવેલ.

Post a Comment

0 Comments