Beginning of Gujarat Sultanate by Zafar Khan


Zafarkhan Gujarat Sultanate

ઝફરખાનનું પૂર્વ જીવન

દિલ્હી સલ્તનતમાં ‘ફિરોજશાહ તુગલુક’ જયારે શાહજાદો હતો, ‘ફિરોજશાહ તુગલુક’ને શિકારનો બહુજ શોખ હતો, તે એક વખત જયારે શિકાર કરવાના નિર્ણય સાથે સેનીકો સાથે નીકળ્યો હતો, અને સંજોગોવસાત તે સાથે રહેલા સેનીકોથી અલગ પડી ગયો અને આગળ જતા તે સાંજના સમયે એક ગામ પાસે પહોચ્યો હતો, એ ગામના લોકો તથા જમીનદારો બેસીને પરસ્પર ગપસપ કરી રહ્યા હતા બરાબર ત્યારે શાહજાદો ‘ફિરોજશાહ તુગલુક’ ત્યાં પહોચી ગયો હતો, ત્યાં હાજર જમીનદારોમાં “સાધુ” અને “સધારન” નામના કાબેલ તથા પ્રતિષ્ઠિત બે વ્યક્તિઓ હતા, તેઓએ શાહજાદા ‘ફિરોજશાહ તુગલુક’ને પ્રથમ નજરે જોઇને તે સલ્તનતનો શાહી વ્યક્તિ છે એવો પાક્કો અંદાજ લગાવ્યો હતો.

                          “સાધુ” અને “સધારને’’ શાહજાદાને પોતાને ઘેર જમવા તથા ‘રાતવાસો’ કરવા આમંત્રણ આપ્યું જેનો શાહજાદા ‘ફિરોજશાહ તુગલુકે’ સ્વીકાર કર્યો, તેઓ સાથે મળીને એ જમીનદાર ‘સધારન’ના ઘેર પહોચ્યા, અહિ “સાધુ” અને “સધારન” ની એક નાની સ્વરૂપવાન બહેન હતી શાહજાદા ‘ફિરોજશાહ તુગલુક’ની નજર એ સ્વરૂપવાન સ્ત્રી પર પડતા તે તેના પ્રેમમાં પડ્યો, સવારે શાહજાદા ‘ફિરોજશાહ તુગલુકે’ “સાધુ” અને “સધારન” પાસે તેમની બહેન સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મુક્યો જે સ્વીકારવામાં આવ્યો હતો.

શાહજાદો ‘ફિરોજશાહ તુગલુક’ “સાધુ” અને “સધારન” બન્ને ભાઈઓ, તેમની બહેન, અને શાહજાદા સાથે રહેલા સલ્તનતના સેનીકો, બધા એકસાથે દિલ્હી તરફ રવાના થયા હતા, બાદમાં દિલ્હી પહોચી શાહજાદા ‘ફિરોજશાહ તુગલુક’ સાથે “સાધુ” અને “સધારન”ની નાની બહેનના લગ્ન થયા હતા, બાદમાં શાહજાદા ‘ફિરોજશાહ તુગલુકે’ “સાધુ” અને “સધારન”ની સપરિવાર દિલ્હી રહેવાની વ્યવસ્થા કરી આપી, થોડા સમય બાદ શાહજાદો ‘ફિરોજશાહ તુગલુક’ તખ્તનશીન થયો અને તેણે ‘સાધુ’ ને ‘શમશેરખાન’ અને ‘સધારન’ ને ‘વજીહુલ-મુલ્ક”નો ખિતાબ એનાયત કર્યો, સમય જતા તે બન્ને ભાઈઓએ એ સ્વેચ્છાએ ઇસ્લામ સ્વીકાર્યો, ધીરેધીરે બન્ને ભાઈઓ દિલ્હી સલ્તનતના માનીતા અમીર બની ગયા હતા આ બન્ને ભાઈઓ માંહેથી ‘વજીહુલ-મુલ્ક” (સધારન) નો એક પુત્ર હતો જેનું નામ ‘ઝફરખાન” રાખવામાં આવ્યું હતું જે આગળ જતા ગુજરાત સલ્તનત નો પ્રથમ સ્વતંત્ર સુલતાન થયો હતો.

ગુજરાત સલ્તનત નિર્માણ ના કારણો તથા સંજોગો

ગુજરાતના નાઝિમ ‘ઝફરખાન’નો એક પુત્ર ‘તાતારખાન’ હતો જેને દિલ્હી સલ્તનત સાથેના ‘ઝફરખાન’ના ગાઢ સબંધોના કારણે દિલ્હીના સુલતાને પોતાના પુત્ર જેવો ગણી દિલ્હી રાખેલો હતો. જયારે દિલ્હી પર ‘તીમુર લંગ” દ્વારા આક્રમણ કરવામાં આવ્યું અને જે ખાના-ખરાબી સર્જવામાં આવેલી એ સમયે ‘ઝફરખાન’ નો પુત્ર ‘તાતારખાન’ દિલ્હી થી નાશીને ગુજરાત ‘અણહિલવાડ પાટ્ટણ’ પોતાના પિતા પાસે આવી પહોચ્યો હતો, ‘તાતારખાન’ વાસ્તવમાં બહુ લાલચી અને ઉગ્ર સ્વભાવ ધરાવતો હતો તથા તેણે સુલતાન બનવાના મનસુબાઓ પણ બનાવ્યા હતા,

‘તીમુર લંગ’ના આક્રમણ (ઈ.સ.1398)ના કારણે દિલ્હી સલ્તનત છીન્નભીન્ન થઈ ગઈ હતી આવી પરિસ્થિતિમાં ‘તાતારખાન’ દિલ્હી પર પોતાનું સમ્રાજ્ય સ્થાપવા ઈચ્છુક હતો, આ બાબતમાં તેણે તેના પિતા ‘ઝફરખાન’ સાથે પોતાના ઈરાદા બાબતે વાત કરી પણ ‘ઝફરખાન’ પહેલાથી જ દિલ્હી સલ્તનત ના વફાદાર હોય, તેમણે ‘તાતારખાન’ ને સલ્તનત સાથે ગદારી નહીં કરવા સમજાવ્યો, જેથી ‘તાતારખાન’ નિરાશ થયો હતો, છતાં તેણે તેના સુલતાન બનવાના મનસુબાઓ ચાલુ રાખ્યા હતા.

‘તાતારખાન’ દિલ્હી પર આક્રમણ કરીને પોતાનું સમ્રાજ્ય ખડુ કરવા પિતા ‘ઝફરખાન’ પાસે અવાર-નવાર પોતાના મનસુબાઓ જાહેર કરીને પિતાને તેના ઈરાદામાં સામેલ કરવા પ્રયત્નો કરતો હતો, જેના કારણે ‘તાતારખાન’ અને તેના પિતા ‘ઝફરખાન’ (બાપ-દીકરા) વચ્ચે મતભેદો ઉત્પન થતા હતા.

‘તાતારખાન’ની સુલતાન બનવા માટે ‘ઝફરખાન’ સામે બગાવત

‘તાતારખાને’’ લેભાગુ અમીરોની વાતમાં આવી જઇને સુલતાન બનવાના પોતાના ઈરાદાને પાર પાડવા મક્કમ પણે નિર્ણય કર્યો, ‘તાતારખાને’ પોતાના પિતા ‘ઝફરખાન’ને છેલ્લી વખત પોતાના ઈરાદા વિષે જણાવ્યું, પરંતુ રાજકીય બાબતોનો બહોળો અનુભવ ધરાવતા તથા કાબેલ અને કુશળ વ્યક્તિત્વ ધરાવતા ‘ઝફરખાને’ ‘તાતારખાન’ને તેની યોજના બાબતે ખોટું જોખમ લેવાની ચોખ્ખી ના પાડી દીધી, જેથી ‘તાતારખાને’ આક્રોશ માં આવીને ઈ.સ.1404 જાન્યુઆરીમાં પોતાના પિતા ‘ઝફરખાન’ ને કેદ કરાવી નાખ્યા, અને બાદમાં પોતે ‘નાસિરૂદદુનીયા વદ્દ્દીન મોહમ્મદ શાહ’ ખિતાબ ધારણ કરી તખ્ત પર બેઠો આ કારણોસર ‘ઝફરખાન’ ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસક અને ‘તાતારખાન’ ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો હતો.

‘તાતારખાને’ પોતાના નજીક ના મિત્રો તથા બગાવતમાં સાથ આપનારા લોકોને વિવિધ ભેટો એનાયત કરી, તથા વિવિધ ખિતાબો આપી દિલ્હી પર આક્રમણ કરવાના ઈરાદે એક લશ્કર ત્યાર કરવા યોજના અમલમાં મૂકી, આ તરફ કેદમાં રહેલ ‘ઝફરખાને’ પોતાના વિશ્વાશું મિત્રોને આ ગુથ્થી સુલજાવી અને ‘ગદાર’ ‘તાતારખાન’ને ઠેકાણે પાડવા નિર્ણય કર્યો જેની અમલવારી થી ઈ.સ.1404 માર્ચ માં ‘ ઝફરખાન’ના વિશ્વાશું ‘શમ્સખાને’ ‘તાતારખાન’ને જેર આપી મરાવી નાખ્યો અને બાદમાં ‘ઝફરખાન’ને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો.

ઝફરખાન’ ગુજરાત સલ્તનતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન

ઈ.સ.1407 માં ‘ઝફરખાન’ પોતાના વિશ્વાશું અમીરો ની સલાહ માનીને ‘મુઝફ્ફરશાહ’ ખિતાબ ધારણ કરી તખ્ત પર બેઠો, બાદમાં તેણે પોતાના શાસન નું વ્યવસ્થિત આયોજન કર્યું વિવિધ હોદ્દાઓ પર નિમણુંકો કરી, પોતાના નામના સિક્કા પડાવ્યા, ‘ઝફરખાન’ પોતાના પુત્ર ‘તાતારખાન’ના મૃત્યુંના કારણે સતત શોકમગ્ન રહેતો હતો, ‘ઝફરખાન’ જીવનના છેલ્લા શ્વાસ સુધી તેના પુત્ર ‘તાતારખાન’ને યાદ કરીને રુદન કરતો રહ્યો હતો. ‘ઝફરખાને’ પોતાની હયાતી દરમિયાન જ પોતાના (પોત્ર) એટલે કે પોતાના પુત્ર ‘તાતારખાન’ના પુત્ર ‘અહમદશાહ’ને વલી અહદ ( રાજ્ય વારસ) જાહેર કર્યો હતો.

Post a Comment

0 Comments