Sultan Ahmed Shah the successful Sultan of Gujarat Sultanate

 



SULTAN AHMEDSHAH


સુલતાન અહમદશાહ (ઈ.સ.1411 – 1442)

                        અહમદખાન (સુલતાન અહમદશાહ) તાતારખાન નો પુત્ર અને ગુજરાતના મુઝફ્ફરશાહ (ઝફરખાન)નો પોત્ર થતો હતો અહમદખાન ગુજરાતના સુલતાન બન્યા એ એતિહાસિક અને નોંધનીય બાબત છે, આ બાબત ત્રણ પ્રકરણમાં છે.  

1- ગુજરાતના નાઝીમ ઝફરખાન અને દિલ્હી સલ્તનત વચ્ચેના સબંધો બહુજ સારા અને પરસ્પર વિશ્વાશના હતા, ઉપરાંત ઝફરખાન એ એક કાબેલ અને કુશળ રાજનીતિજ્ઞ હતો તેનામાં વિપુલ પ્રમાણમાં પ્રમાણિકતા હતી, તે ક્યારેય પણ દગા/ફટકા કે ગદારીમાં માં માનતો ન હતો, આમ ઝફરખાન ક્યારેય દિલ્હી સલ્તનત સાથે ગદારી કરે એ શક્ય ન હતું 

2- ગુજરાતના નાઝીમ ઝફરખાનના પુત્ર તાતારખાન ઘણા લાંબા સમયથી દિલ્હીના સુલતાન બનવાના ઈરાદો રાખતો હતો, તેણે એમ કરવા જરૂરિયાત પ્રમાણે ઘટતું તમામ કરવા મનસુબો બનાવવાની તેની ટેવ હતી, ઓછામાં પૂરું ઈ.સ.1398 માં તેમુર લંગ દ્વારા દિલ્હી પર આક્રમણ કરવામાં આવ્યું અને તેણે સમગ્ર દિલ્હીની સલ્તનતને છિન્ન-ભિન્ન કરી, આ સમયે તાતારખાન અને દિલ્હી સલ્તનતના સુલતાન વિગેરેઓને ગુજરાતના નાઝીમ ઝફરખાન દ્વારા ગુજરાતમાં આશ્રય મળ્યો હતો, આમ દિલ્હી સલ્તનત છિન્ન-ભિન્ન થતા તાતાર ખાનને દિલ્હીના સુલતાન બનવા માટે આ સમય અનુકુળ લાગ્યો જેથી તેણે એ દિશામાં કામગીરી શરુ કરી તેણે ગુજરાતના નાઝીમ ઝફરખાન એટલે કે પોતાના પિતાને પોતાના સુલતાન બનવાના બદ-ઈરાદા માં સામેલ થવા કહ્યું, પરંતુ પ્રમાણિકતા અને ઇમાનદારીના માલિક કાબેલ રાજનીતિજ્ઞ ઝફરખાને દિલ્હી સલ્તનત સાથે દગો કરવા સ્પષ્ટપણે ના ભણી, આમ છતાં તાતારખાન દ્વારા સમયાંતરે દિલ્હીના સુલતાન બનવાના પોતાના ઈરાદામાં સામેલ થવા સમજાવવા માટે પિતા ઝફરખાન સાથે ઘણા પ્રયત્નો કર્યા જેમાં તે સફળ થયો નહીં, અને તેને સમજાયું કે પિતા ઝફરખાન પોતાના સુલતાન બનવાના ઈરાદામાં ક્યારેય સામેલ નહીં થાય ત્યારે તેણે પોતાના પિતાને સુલતાન બનવાના પોતાના રસ્તામાંથી દુર કરીને સુલતાન બનવા પાક્કો મનસુબો બનાવ્યો, અને તેણે પોતાના પિતા ઝફરખાનને કેદ કર્યા અને ગુજરાતના જે અમીરો લાલચુ હતા તેઓને પોતાના પક્ષે રાજી કર્યા અને બાદમાં તાતાર ખાન ઈ.સ.1404 માં “નસીરુદદુનિયા-વદ-દિન મોહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરીને ગુજરાતનો સુલતાન બન્યો હતો.

3- ઝફરખાન એક કાબેલ કુશળ અને રાજકીય બાબતોને બરાબર જાણનારા રાજનીતિજ્ઞ હોય તેના વિશ્વાશું અમીરોને તાતારખાને ઝફરખાન સાથે કરેલ દગા-ફટકાના કારણે અમીરો ગુસ્સે હોય, તેઓએ ઝફરખાન પત્યે પોતાની વ્ફદરી બતાવવા નક્કી કર્યું હતું. તેઓએ ઝફરખાનને કેદમાંથી મુક્ત કર્યો અને તાતારખાનને સજા કરવા ઝફરખાન સાથે મસલત કરી જેના પરિણામે તાતારખાનને જેર આપીને મરાવી નાખવામાં આવ્યો હતો, બાદમાં તમામ વિશ્વાસુ અમીરોના આગ્રહને માન આપીને તથા પ્રસ્તુત થયેલી પરિસ્થિતિને પારખીને ઈ.સ.1407 માં ઝફરખાન “મુઝફ્ફરશાહ’’ ખિતાબ સાથે ગુજરાતનો સુલતાન બન્યો હતો, સુલતાન “મુઝફ્ફરશાહ’’ (ઝફરખાન) પોતાના પુત્ર તાતારખાન ના મોત ના કારણે બહુજ દુઃખી રહેતો હતો, તથા તેની વય પણ વધી હતી જેથી તેણે પોતાના પોત્ર “અહમદખાન’ને વલીઅહદ (રાજ્ય વારસ) જાહેર કર્યો હતો.  આમ અહમદખાનના ગુજરાતના સુલતાન બનવામાં આવા સમીકરણો રચાયા હતા.  

ઈ.સ. 1411 અહમદખાન ગુજરાતની સલ્તનતના તખ્ત પર

                    ઈ.સ.1411 માં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટ્ટણ ખાતે 19 વર્ષની યુવાન વયે “ નસીરુદ્દદુનિયા-વદ્દદીન- અબુલ ફતહ અહમદશાહ’ ખિતાબ સાથે અહમદખાન તખ્ત પર બેઠો અને ગુજરાતનો સુલતાન બન્યો હતો,

ગુજરાત સલ્તનત સુલતાન અહમદશાહના શાસનમાં લડાયેલા યુધ્ધો

                  સુલતાન અહમદશાહ સાથે માળવાના સુલતાન હુશંગશાહને પહેલાના સમય થીજ શત્રુતા હતી, જેના કારણે હુશંગશાહ અવાર-નવાર દગા-ફટકાઓ કરતો રહેતો હતો અને બન્ને દરમિયાન યુધ્ધો થયા હતા, આ તમામ યુદ્ધોમાં ગુજરાતના સુલતાન અહમદશાહ નો વિજય થયો હતો.

          ગુજરાત સલ્તનતના લાલચુ અમીરો સુલતાન અહમદશાહ વિરુદ્ધ બળવાખોર વૃતિ ધરાવતા હતા તેઓએ મોડાસા ખાતે પોતાની યોજનાઓને પાર પાડવા મુકામ કર્યો હતો, સુલતાન અહમદશાહને આ બાબતની જાણ થતા તેણે બળવાખોરોને સજા તથા પોતાના તાબે કરવા એક લશ્કર મોડાસા તરફ મોકલી યુદ્ધ જાહેર કર્યું હતું, આ મોડાસાના યુધ્ધમાં મુખ્ય બળવાખોરોને મારી નાખવામાં આવ્યા હતા, અને અમુક બળવાખોરો નાશી છુટ્યા હતા, પરિણામ સ્વરૂપ આ યુદ્ધ સુલતાન અહમદશાહ જીતી ગયા હતા, અને સુલતાને મોડાસાના કિલ્લા પર પોતાનો અંકુશ મેળવી લીધો હતો.  

          સુલતાન અહમદશાહ દ્વારા ઈ.સ.1414 અને ઇસ.1415 માં સોરઠ પ્રદેશ તરફ કુચ કરવામાં આવેલ હતી, સુલતાન અહમદશાહે પ્રથમ ગીરનાર “જૂનાગઢ”ના રાજા મંડલીકને હરાવ્યો હતો. આમ થવાથી ગીરનાર પંથક તથા આસપાસનો તમામ પ્રદેશ સુલતાન અહમદશાહના તાબામાં આવ્યો હતો. આ જીતેલા પ્રદેશો પર સુલતાન અહમદશાહ દ્વારા પોતાના વિશ્વાસુ લોકોને થાણેદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેથી તેઓ કાયમ ગુજરાત સલ્તનત સાથે જોડાયેલા રહે અને એ જીતેલા પ્રદેશો પર સુલતાન અહમદશાહનો અંકુશ રહે. ગુજરાતના સુલતાન અહમદશાહે ગુજરાતના હિંદુ રજાઓના પ્રદેશોને જીતીને અથવા પોતા સાથે મેત્રી કરાર દ્વારા ગુજરાત સલ્તનતમાં સામેલ કર્યા હતા.






Post a Comment

1 Comments