Gujarat under Tughlaq rule End of rebellions by Muhammad bin Tughlaq


Muhammad Tughlaq

ઈ.સ.1349 ‘સિંધ’ પર આક્રમણ કરવાની ‘સુલતાન’ની યોજના તથા તેનું અવસાન

                                ઉપરોક્ત સમયે ‘સુલતાન’નો મુકામ ગુજરાતના ‘ગીરનાર’માં હતો, ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ બગાવત કરનારા ‘મલેક તગી’ને સજા કરવા ઈચ્છતો હતો તથા ‘મલેક તગી’ને આશ્રય આપનારા તમામને પણ સજા કરવા ‘સુલતાન’ ઈરાદો રાખતો હતો, જેથી ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુકે’’ એક યોજના બનાવેલ તે પ્રથમ ‘સિંધ’માં જઈ બળવાખોર ‘મલેક તગી’ ને ઠેકાણે પાડશે અને બાદમાં પોતાની રાજધાની (પાય તખ્ત) ‘દિલ્હી’ જશે, આ નિર્ણય ની અમલવારી માટે ઈ.સ.1350 ના જુલાઈમાં 'ગીરનાર' થી રવાના થઈને ‘ગોંડલ” મુકામે ‘સુલતાને’ પોતાની છાવણી નાખેલી, અહીં ‘સુલતાન’ની તબિયત ખરાબ થયેલી અને તેને તાવ આવ્યો હતો ‘સુલતાને’ પોતાની તબિયત ખરાબ હોવાના કારણે સલ્તનત ના મુખ્ય હોદ્દેદારોને શાહી લશ્કર સાથે, તથા સલ્તનત ના અમીરોને, અને તેના પરિવારના લોકોને પોતાની પાસે પહોચવા સંદેશ મોકલ્યો.
ઈ.સ. 1349થી ‘સુલતાન’નો મુકામ ‘ગોંડલ’ ખાતે હતો અને ઈ.સ. 1350 ના ડીસેમ્બરમાં 'સુલતાન' સાથે શાહી લશ્કરે ‘સિંધ’ પર આક્રમણ કરવા કુચ કરી અને અંદાજે 45 કી.મી.ના અંતરે ‘સુલતાન’ તથા શાહી લશ્કરે છાવણી નાખી અહીં ‘સુલતાન’ની તબિયત વધુ ખરાબ થયેલી જેના કારણે ઈ.સ.1351 ના માર્ચ ની 20 તારીખે ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ નું અવસાન થયું અને ભારત ના સફળ સુલતાનો માંહેથી એક એવા આ ‘સુલતાને’ કાયમી વિદાઈ લીધી.

ગુજરાત નાઝિમ પદ્દ પર ’મલેકુશર્ક નીઝામુલ-મુલ્ક’ની નિમણુક 

‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુકે’’ ‘ગોંડલ’ થી ‘સિંધ’ના ‘ઠઠ્ઠા’ તરફ કુચ કરવા શરૂઆત કરેલી એ વખતે'સુલતાને' ‘ગુજરાત’ના નાઝિમ તરીકે ‘અમીર હુશેન મલેકુશર્ક નીઝામુલ-મુલ્ક’ની નિમણુક કરેલી એ ગુજરાતમાં મોટી જાગીરો ધરાવતો અમીર હતો તથા તે ‘’મુસ્તોફીઉલ-મમાલીક’’ નો હોદ્દો ધરાવતો હતો તેણે તેના નાયબ દ્વારા ‘ગુજરાત’ના નાઝિમ પદની કામગીરી કરાવેલી.

‘બળવાખોર ‘મલેક તગી’નું  લડાઈમાં મૃત્યુ’

‘સિંધ’ના ‘ઠઠ્ઠા’ માં એ વાત ફેલાયેલી કે બળવાખોર ‘મલેક તગી’ ને ‘સિંધ’માં મળેલા આશ્રય ના કારણે રાજકીય અંધાધુંધી ઉત્પન્ન થયેલી છે જેના કારણે ‘સુલતાન’ ‘સિંધ’ પર આક્રમણ કરવા કુચ કરી રહ્યો છે, આ કારણો ને ધ્યાને લઈને ‘સિંધ’ના ‘ઠઠ્ઠા’ ના હોદ્દેદારોએ બળવાખોર ‘મલેક તગી’ને ત્યાંથી હાંકી કાઢ્યો અને ‘મલેક તગી’ ને આગળ જતા રસ્તામાં ‘સુલતાન’ના અવસાન ના સમાચાર મળ્યા જેથી 'મલેક તગી'એ એમ માન્યું કે આ સમય ફરીથી ‘ગુજરાત’ માં જવા મતે અનુકુળ છે અને તેણે ગુજરાત તરફ કુચ કરી અને તે ગુજરાત આવ્યો અહીં ગુજરાતમાં તેનો સામનો ગુજરાતના નાઝિમ ’મલેકુશર્ક નીઝામુલ-મુલ્ક’ સાથે થયો, બન્ને વચ્ચે લડાઈ થયેલી અને આખરે આ લડાઈમાં બળવાખોર ‘મલેક તગી’નું મોત થયું.

ગુજરાત નાઝિમ ’મલેકુશર્ક નીઝામુલ-મુલ્ક’ની સુલતાન ના અવસાન બાદની કામગીરી

‘સુલતાન’નું અવસાન થતા ગુજરાતમાં બળવો થવાની શક્યતાઓ હતી આ બાબતમાં ભૂતકાળના ગુજરાતના રાજા ‘રાય કર્ણદેવ’ નો વંશજ ‘રાયકરણ’ પોતાના પૂર્વજોનું રાજ્ય મેળવવા ઈચ્છુક હતો, આ અંગે તેણે ‘બહમની સુલતાન અલાઉદ્દીન હસન ગંગુ’ પાસે લશ્કરી મદદ માટે વિનંતીપત્ર મોકલાવ્યા હતા જેથી તે પોતાના પૂર્વજો નું રાજ્ય મેળવી શકે અને એના બદલારૂપે ‘રાયકરણ’ કાયમી ‘માંડલિક’ રહેશે એ પણ તેણે ‘વિનંતીપત્ર’ જણાવેલું ‘રાયકરણ’ની આ વિનંતી નો સ્વીકાર થયો હતો અને તેના ભાગરૂપે ‘બહમની સુલતાન અલાઉદ્દીન હસન ગંગુ’એ પોતાના ‘શાહ્ઝાદા ‘મોહમ્મદ’ને 20 હજાર સેનીકોનું લશ્કર આપી રવાના કર્યા.

ગુજરાતના નાઝિમ પદ્દ પરથી ’મલેકુશર્ક નીઝામુલ-મુલ્ક’ બરતરફ

‘બહમની’ લશ્કર ગુજરાતના ‘નવસારી’ પહોચ્યું ત્યાં તેઓએ છાવણી નાખી બહમની‘શાહ્ઝાદા ‘મોહમ્મદ’ને અહીની જમીન અને આબોહવા ‘શાહ્ઝાદા ‘મોહમ્મદ’ને બહુજ પસંદ પડી છતાં તે તેની આગળની કામગીરીમાં મશગુલ બન્યો અને આતરફ ‘સુલતાન’ની જે ‘સિંધ’ ‘ઠઠ્ઠા’ તરફની કુચ ચાલુ હતી તેમાં શસ્ત્રસરંજામ તથા સાધનો ની જરૂરિયાત પૂર્ણ કરવા ગુજરાત નાઝિમ ’મલેકુશર્ક નીઝામુલ-મુલક’ને કડક સુચના તથા હુકમો થયા હતા, છતાં તેણે આ બન્ને ગંભીર બાબતોની અવગણના કરેલી આ કારણે ‘સલ્તનત’ ને ઘણું નુકશાન થયેલું જેથી ઈ.સ.૧૩62માં ગુજરાતના નાઝિમ પદ્દ પરથી ’મલેકુશર્ક નીઝામુલ-મુલ્ક’ ને બર તરફ કરવામાં આવેલ.

Post a Comment

0 Comments