Sultan Muhammad bin Tughlaqs actions against the rebels



Sultan Muhammadshah Tughlaq

  'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક'

                   ઈ.સ.1338 માં સલ્તનતના ફર્રુખાબાદ માં દુષ્કાળ આવ્યો હતો સુલતાન દુષ્કાળ પીડિત પ્રજાને રાહત આપવા ત્યાં ગંગા કિનારે આવેલ ‘શમ્સાબાદ’ માં રોકાયેલ હતો ત્યાં તેણે 2 વર્ષ ઉપરાંત છાવણી ઉભી કરી રાહત કાર્ય કરાવ્યું હતું આ તેની પ્રજા પ્રત્યે પ્રેમની  ભૂમિકા હતી, ત્યારબાદ સુલતાન “પાય-તખ્ત” (રાજધાની) દિલ્હી પરત ફર્યો અને સલ્તનત ને લાગુ પડતી તમામ બાબતોને વ્યવસ્થિત કરવા આયોજન હાથ ધર્યું,
        સુલતાનના સલાહકારોએ દખ્ખણ પ્રદેશની આવક પ્રમાણમાં ઓછી આવતી હોવા અંગે ખોટી માહિતી આપી, જેથી 'સુલતાન' દખ્ખણના નાઝિમ ‘કુતલુગખાન’ ને પરત બોલાવી લે અને તેની જગ્યા પર બીજાની નિમણુક કરે, અને થયું પણ એમ જ સુલતાને ઈ.સ.1343માં દખ્ખણના નાઝિમ ‘કુતલુગખાન’ ને દિલ્હી પરત બોલાવી તેની જગ્યા પર ‘મોલાના નિઝામુદ્દીન’ (ખિતાબ-આલીમુલ-મુલ્ક)ની દખ્ખણ ના નાઝિમ તરીકે નિમણુક કરી પરંતુ તે બિનઅનુભવી અમીર હતો, અને દખ્ખણના લોકો અગાઉ નાઝિમ ‘કુતલુગખાન’ની કામગીરીથી રાજી હતા તેને બદલાવી નવા નાઝિમ ‘મોલાના નિઝામુદ્દીન’ ની નિમણુક થી પ્રજા નારાજ હતી આ 'મોલાના નિઝામુદ્દીન'ની નિમણુક આગળ જતા અશાંતિ ઉત્પન્ન કરનારી નિમણુક સાબિત થવાની હતી અને બન્યું પણ એમ જ.

'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' સામે 'દખ્ખણ' તથા 'ગુજરાત'માં બળવો તથા બળવાખોરો 

           ઈ.સ.1344 આસપાસ સલ્તનતમાં ચારો તરફ અશાંતિનો માહોલ જામ્યો હતો દખ્ખણમાં અફઘાની અમીરો (‘’અમીરા’ને સદા”)નો એક વર્ગ ઉભો થયો હતો આ અફઘાની અમીરો પાસે ખાલી પડેલી જગ્યાઓ પચાવી પડવાની તાકાત હતી જેના કારણે તેઓ તુર્કોને હોદ્દા પરથી ખસેડી પોતે તેવા હોદ્દા પર કબજો જમાવતા જતા હતા, ધીરે ધીરે આ અફઘાન લોકો સલ્તનત વિરુધ્ધ બગાવત પર ઉતરી આવ્યા હતા, તથા તેઓની સંખ્યા જોતજોતામાં વધી ગયેલી અને તેઓએ એક સારું એવું લશ્કર પણ બનાવ્યું હતું આ લશ્કરમાં ધન-દોલત ની લાલચમાં ઘણા લોકો સામેલ થયા હતા, જયારે આ તરફ 'સુલતાને' પોતાના ઘણા અમલદારો ના હોદ્દાઓ ફેરવી નાખવા ફરમાનો બહાર પાડેલા અને ઘણા અમલદારો ની જગ્યાએ નવા હોદ્દેદારોની નિમણુક કરેલી જે અફઘાન સરદારોને પસંદ નહોતી. જેથી ધીરેધીરે બળવો થવાના સંજોગો ઉત્પન્ન થયેલા બળવાને ડામવા 'સુલતાને' પણ ઉગ્ર સ્વભાવે નિર્ણયો લીધા, ઈ.સ.1343 માં સુલતાને “અઝીઝ ખમ્માર’’ નામના 'માળવા'ના હાકેમને સલ્તનત સામે બળવાખોર પ્રવૃતિનો ચિતાર લેવા ગુજરાત મોકલેલ તથા બળવો કડક હાથે દબાવી દેવા હુકમ કરેલ.

હાકેમ 'અઝીઝ ખમ્માર’ની બળવાખોરો વિરુધ્ધ કડક કાર્યવાહી

         “અઝીઝ ખમ્મારે’’ બળવાખોરોનું કાસળ કાઢવાની યોજનાઓ બનાવી તેણે બળવાખોરો સામે અણછાજતું વર્તન ચાલુ કર્યું અને ઉશ્કેર્યા બાદમાં અંદાજે 70 જેટલા બળવાખોરો ને જમવા માટેના બહાના હેઠળ પોતાના ઘરે બોલાવ્યા અને બાદમાં તેણે તમામ બળવાખોરોની કતલ કરાવી નાખી, અને સમગ્ર હકીકતોથી ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ને વાકેફ કર્યા જેથી સુલતાન અતિ ખુશ થયો અને સુલતાને “અઝીઝ ખમ્માર’’ને એક ‘’ખિલાત” (વિશેષ પોશાક) ભેટ તરીકે મોકલી આપી તેનું સન્માન કર્યું,
           ઉપરોક્ત ઘાતક બનાવના પ્રત્યાઘાતો આજુબાજુના પ્રદેશોમાં પડ્યા અને અશાંતિનો માહોલ ઉત્પન્ન થયો અને અમુક સલ્તનતના પ્રદેશોમાં બળવા ફાટી નીકળ્યા જેને શાંત કરવા ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ને વિચારવું પડ્યું જેના અનુસંધાને સુલતાને વિવિધ ફરમાનો જાહેર કર્યા હતા.

ઈ.સ.1344 ઓગષ્ટ આસપાસ ગુજરાતમાં બળવો ફાટી નીકળેલો “અઝીઝ ખમ્માર’’ની પ્રવૃત્તિ થી ડરીને ઘણા અમીરો ગુજરાત નાશી આવ્યા હતા અને તેઓએ એક લશ્કર બનાવી રાખેલું જેથી કોઇપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોચી શકાય આ તરફ ‘ગુજરાત'ના નાઝિમ 'મલેક મુકબિલ” ગુજરાતનું મહેસુલ તથા સુલતાન માટેની કીમતી ભેટો લઈને “અણહિલવાડ પાટ્ટણ’’થી દિલ્હી જવા રવાના થયો હતો બાબતના સમાચાર બળવાખોરોને મળ્યા અને તેઓએ ‘ગુજરાત નાઝિમ મલેક મુકબિલ” સામે આક્રમણ કર્યું અને લડાઈ થયેલી જેમાં ‘ગુજરાતના નાઝિમ 'મલેક મુકબિલ” માંડ-માંડ જાન બચાવી “અણહિલવાડ પાટ્ટણ’’ નાશી છુટ્યો હતો જયારે સમગ્ર મહેસુલ અને 'સુલતાન' માટેની કીમતી ભેટો વિગેરે તમામ વસ્તુઓ બળવાખોરોના કબજામાં આવેલી તથા આ સાથે બીજા અમીરોનો માલ-સામાન દિલ્હી જતો હતો તે પણ બળવાખોરોના કબજામાં આવ્યો હતો. આમ આ કીમતી સંપતિ હાથ આવતા બળવાખોરો મજબુત બન્યા હતા અને બાદમાં તેઓ મોટો બળવો કરવા તેયારી કરવા લાગ્યા હતા બળવાખોરોએ આગળ સમય જતા “ખંભાત’ પણ કબજે કર્યું હતું. આ બનાવોના કારણે ગુજરાતમાં ચારો તરફ અશાંતિ નો માહોલ ઉત્પન્ન થયો હતો તથા ‘ગુજરાત નાઝિમ 'મલેક મુકબિલ” ના 'સુલતાન' તથા સલ્તનત સાથેના તમામ સબંધો કપાયા હતા, ગુજરાત નાઝિમ 'મલેક મુકબિલે' મદદ માટે ‘માળવા’ના હાકેમ “અઝીઝ ખમ્માર’’ને વિનંતી-પત્ર લખ્યો સાથે-સાથે આ બાબતમાં બનેલી હકીકતો થી ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ને પણ વાકેફ કરેલ, 'સુલતાન' આ ગંભીર પરિસ્થિતિને શાંત કરવા વિચારવા માંડયો અને તે સાથે રહીને ગુજરાત જઇને સર્વ બળવાખોરો સામે પગલા લેશે એ બાબતનો તેયારી કરવા તેના અમલદારોને તેણે હુકમ કર્યો, આ ઈ.સ.1344 માં બન્યું હતું ત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હતો અને સ.હી.745 હતી.

  ઈ.સ. 1344  હાકેમ 'અઝીઝ ખ્મ્માર'ની કતલ 

              ઉપરોકત જણાવેલ વિનંતી પત્ર 'અઝીઝ ખ્મ્માર'ને મળ્યો અને પત્ર માં જણાવેલી હકીકતથી તેને 'બળવાખોરો' પર ક્રોધ ઉત્પન્ન થયો અને 'અઝીઝ ખ્મ્માર'એ બળવાખોરોને સજા કરવા ઝડપથી નિર્ણય કર્યો અને એક 7 હજાર સેનીકોના લશ્કર સાથે તેણે ગુજરાત તરફ કુચ કરી અને એ બાબતે 'સુલતાન' ને સંદેશ મોકલાવ્યો, 'સુલતાન'ને જયારે આ 'અઝીઝ ખ્મ્માર'નો સંદેશ મળ્યો અને વિગત જાણી 'સુલતાન' મુજવણ માં મુકાયો કારણ કે બળવાખોરો ની તાકાત થી અને જંગ કરવાની વ્યૂહ રચના થી 'અઝીઝ ખ્મ્માર' અજાણ અને બિનઅનુભવી પણ હતો, 'સુલતાન' નો ભય વાસ્તવમાં સાચો હતો કારણ કે 'અઝીઝ ખમાર' જયારે 'ડભોઇ' પહોચ્યો ત્યાં બળવાખોરો નો સામનો થયો અને લડાઈ જામી બળવાખોરોની સ્થિતિ આ લડાઈમાં સક્ષમ હતી આ કારણે 'અઝીઝ ખ્મ્માર' બળવાખોરો ના હાથે ઝડપાઈ ગયો અને બળવાખોરોએ 'અઝીઝ ખ્મ્માર'ની નિર્દયી રીતે કતલ કરી નાખી, અને 'અઝીઝ ખ્મ્માર' સાથેનું લશ્કર વેરવિખેર થયું, અને આતરફ બળવાખોરો ની હિમ્મત તથા તાકાતમાં વધારો થયો.

   ઈ.સ.1345 ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' ની 'સુલ્તાનપુર' થી ગુજરાત તરફ કુચ

           ઈ.સ.1345 ની જાન્યુઆરીની 31મી તારીખે ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુકે’’ દિલ્હી થી કુચ કરી અને 'ગુડગાંવ' ના 'સુલ્તાનપુર' ખાતે રમઝાન માસ પૂર્ણ કરવા છાવણી નાખેલી ત્યાં સુલ્તાનને ગુજરાતમાં બનેલા બનાવોની ખબર મળી, “અઝીઝ ખમ્માર’’ની કતલના સમાચારથી સુલતાન ને ઊંડું દુઃખ થયું.

Post a Comment

0 Comments