Muhammad bin Tughlaqs action against the rebels of Gujarat


Muhammad Tughlaq 1344

ઈ.સ.1344 ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ની બળવાખોરો વિરુધ્ધ કરવામાં આવેલી કાર્યવાહી

‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ દ્વારા ગુજરાતના નાઝિમ તરીકે ‘’શેખ મુઈઝઝુદ્દીન બિન અલાઉદ્દીન” ની નિમણુક કરવામાં આવેલી હતી તે જયારે ‘મલેક મુકબિલ’ને મદદ કરવા નીકળેલો ત્યારે તેણે સુલ્તાનને વિનંતી કરેલી કે 1000 સેનીકોનું લશ્કર તેયાર કરવા એ સમયના ત્રણ લાખ ટકા ની જરૂરિયાત રહેશે, અને ઈ.સ.1345ની ફેબ્રુઆરીની 5 તારીખે ‘ગુડગાંવ’ ના ‘સુલ્તાનપુર’ ખાતેથી ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ અને નાઝિમ ‘’શેખ મુઈઝઝુદ્દીન’’ સાથે મળીને ‘ગુજરાત’ તરફ રવાના થયા હતા.
આ શાહી લશ્કર જયારે ગુજરાતની સીમાએ રાજસ્થાનના આબુ આસ-પાસ પહોચ્યું ત્યારે સુલતાને ‘’શેખ મુઈઝઝુદ્દીન’’ને પોતાના રસાલા સાથે ‘’અણહિલવાડ પાટ્ટણ’’ પહોચી નાઝિમ પદ સંભાળી લેવા હુકમ કર્યો અને સુલતાન ખુદ બળવો કેવી રીતે દબાવવો તે અંગેની વ્યૂહ રચના ઘડવા ‘’આબુ’’ આસપાસ રોકાયો. સુલતાને નક્કી કરેલી વ્યૂહ રચના મુજબ કાર્યવાહી ના ભાગરૂપે એક સરદારને બળવાખોરો સામે લડવા 'ડભોઇ' મોકલ્યો ત્યાં બન્ને પક્ષો વચ્ચે જંગ જામ્યો જેમાં બળવાખોર અમીરો નો પરાજય થયો અને બળવાખોરો નો અમીર ‘કાઝી જલાલ’ પોતાના પરિવાર તથા મિત્રો સાથે 'ખંભાત' તરફ નાશી છુટ્યો આમ બળવો શાંત પાડવાની વ્યૂહરચના ની સફળ શરૂઆત થઈ હતી,

ઈ.સ.1345 નવેમ્બર ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ ગુજરાત આગમન

ઈ.સ.1345 ના નવેમ્બરમાં ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ શાહી લશ્કર સાથે ‘ભરૂચ’ આવી પહોચ્યો અને ત્યાના કિલ્લાની ઘેરાબંધી કરી બળવાખોરોને સુલતાન ની ગુજરાત આગમનની ખબર મળતા તેઓ પણ મરણીયા બન્યા હતા 'સુલતાને' 'ભરૂચ'ના કિલ્લા પર હુમલો કરવા પોતાના ‘દોલતાબાદ’ લશ્કરના સેનાપતિ ‘’આઝમ મલેક ખુરાસાની” ને હુકમ કર્યો અને બન્ને પક્ષો વચ્ચે લડાઈ થઈ જેમાં બળવાખોરો વેરવિખેર થયા તથા તેઓમાં નાશભાગ થવા લાગી સુલતાન ના ‘’નાયબ વજીર-ઉલ-મુમાલિક’ અમીર ‘મલેક મકબુલ’ દ્વારા નાશી છુટેલા બળવાખોરોનો પીછો કરવામાં આવેલ અને અંતે 'ભરૂચ' નર્મદા નદીના કિનારે તેઓ સામસામે થયા પરિણામે બન્ને પક્ષે લડાઈ થઈ અને આ લડાઈમાં બળવાખોરો નો ઘોર પરાજય થયો, આ સમાચાર થી બળવાખોરોનું મનોબળ તૂટી જવા પામ્યું હતું. 'ભરૂચ'ની લડાઈમાં 'સુલતાન'ના શાહી લશ્કર ના હાથે બળવાખોરોના બીજા એક નેતા ‘ઝલ્લુ-અફઘાની’ને કતલ કરવામાં આવેલો, આખરે બળવાખોરો માંહેથી ઘણા નાસી છુટ્યા ઘણા ખરા ગિરફ્તાર થયા તથા તેઓના પરિવારજનો ને પણ પકડી લેવામાં આવ્યા હતા, 'સુલતાન' ના હુકમ મુજબ ‘’નાયબ વજીર-ઉલ-મુમાલિક’ અમીર ‘મલેક મકબુલ’ તથા ગુજરાતના ‘નાઝિમ ‘’શેખ મુઈઝઝુદ્દીન’’ બન્ને સાથે મળીને એકસાથે ગિરફ્તાર થયેલા તમામ બળવાખોરોની કતલ કરાવેલી.

આમ બળવો શાંત પાડવાની ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ની વ્યૂહ રચના ક્રમસર સફળ થતી જતી હતી. બાદમાં સુલતાન ‘ભરૂચ’ ખાતે રોકાયેલ અને રાજકીય વહીવટ વ્યવસ્થિત કરવા આયોજન હાથ ધર્યું, અને લાંબા સમયથી બાકી રહેલું મહેસુલ વસુલ કરવા ફરમાન બહાર પાડ્યું, આ બાબતમાં 'સુલતાન'ના હોદ્દેદારો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેના કારણે પ્રજાને ઘણી હેરાનગતી થયેલી, જો કોઈ મહેસુલ ચુકવવા આના-કાની કરે તો તેને કતલ કરવામાં આવતો હતો, તથા બળવાખોરોનો સાથ આપનારા લોકોને પણ શોધીને કતલ કરવામાં આવતા હતા.

‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ દ્વારા બળવાખોરો વિરુધ્ધ કરવામાં આવેલી કડક કાર્યવાહીથી ‘દોલતાબાદ’ ના સદા અમીરોએ ખટપટ શરુ કરી દીધી હતી જેની ખબર ‘સુલતાન’ ને મળતા સુલતાને ત્યાંના ‘હાકેમ’ ‘મોલાના નિઝામુદ્દીન’ પાસે જાણીતા બે અમીરોને એક ફરમાન સાથે મોકલેલા આ શાહી ફરમાનમાં સુલતાને સ્પસ્ટ હુકમ કરેલો કે 1500 ઘોડેસવારોની ફોજ બનાવી પોતે મોકલેલા અમીરોને સાથે રાખીને 'દખ્ખણ' (ડેક્કન) માં રહેલા તમામ નામચીન સદા અમીરોને લઈને ‘ભરૂચ’ પોતા પાસે (સુલતાન પાસે) મોકલી દે, આ કારણોસર ‘મોલાના નિઝામુદ્દીને’ શાહી ફરમાન પ્રમાણે 'સુલતાને' મોકલેલા અમીરો તથા 2 નામચીન અમીરોને સાથે રાખી ‘ભરૂચ’ ‘સુલતાન’ પાસે હાજર કરવા રવાના કર્યા હતા, રસ્તામાં સાથે રહેલા સદા અમીરોને ડર લાગ્યો કે સુલતાને ક્યાં કારણોસર તેઓને ‘ભરૂચ’ બોલાવ્યા હશે?? તથા તેઓને એ શંકા પણ હતી કે કદાચ 'સુલતાન' તેઓની કતલ કરાવી નાખશે, જેથી સામે ચાલીને કતલ થવા કરતા લડાઈ લડીને મરવાનું તેઓને વધુ મુનાસીબ લાગ્યું એટલે તેઓએ અમીરોની કતલ કરી નાખી બાદમાં તેઓ તરત જ ‘દોલતાબાદ’ પરત ફર્યા અને તેઓએ ‘હાકેમ’ ‘મોલાના નિઝામુદ્દીન’ને કેદ કર્યો અને અમુક લોકોને પોતાના પક્ષમાં લઈ લીધા તથા અમુક જેઓ તેમની વિરુધમાં હતા તેઓની કતલ કરી નાખી, જેથી પ્રદેશમાં અશાંતિ ઉત્પન્ન થઈ, આસપાસના રાજાઓ તથા બળવાખોર અમીરો સાથે મળ્યા અને ‘સુલતાન’ વિરુધ્ધ એક સંધ રચાયું આ સર્વ બાબતના સમાચાર ‘સુલતાન’ને મળ્યા જેથી તે ગુસ્સે થયો, અને ઈ.સ.1346 ના મે મહિનામાં ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ ‘ભરૂચ’ થી કુચ કરી ‘દોલતાબાદ’ તરફ રવાના થયો, અને તે ઈ.સ.1346 ના ઓક્ટોમ્બર મહિનામાં ‘દોલતાબાદ’ પહોચ્યો અને તમામ બળવાખોર અમીરોને સજા કરવા આયોજન હાથ ધર્યું, આ કામગીરી શાહી લશ્કરે એ વ્યવસ્થિત કરેલી અને એક પછી એક તમામ બળવાખોર અમીરોને કતલ કરેલા આ કામગીરીમાં ‘મલેક તગી’ નામનો સુલતાન નો એક સમયનો ગુલામ પણ સામેલ હતો 'મલેક તગી' સમય જતા  શક્તિશાળી બન્યો હતો અને સુલતાને તેને ‘મલેક’ નો ખિતાબ પણ એનાયત કરેલો તે સુલતાન ને વફાદાર હતો પરંતુ ગુજરાતમાં બળવાખોરો વિરુદ્ધની કામગીરી વખતે બળવાખોર અમીરોએ ‘મલેક મુકબિલ’ને હરાવેલ અને તે બળવાખોરો જયારે ‘ખંભાત’ પહોચ્યા ત્યાં સુધી સુલતાન ના હુકમ મુજબ તેને કેદમાં રાખવામાં આવ્યો હતો અને બાદમાં જયારે બળવાખોરોને કતલ કરવામાં આવ્યા ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવેલો જેથી તે રોષે ભરાયેલો, આમ 'મલેક તગી'એ 'સુલતાને' કરેલી સજાથી નારાજ થઈને  બળવો કરવા મન બનાવ્યું હતું.

'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક'  સામે બળવાખોર  ‘મલેક તગી’નો બળવો 

               અગાઉ વેર વિખેર થયેલા બળવાખોર સદા અમીરો તથા ગુજરાતમાંના રજપૂત ઠાકોરો અને હિંદુ જમીનદારો વિગેરે સાથે મળીને ‘મલેક તગી’એ એક લશ્કર તેયાર કર્યું હતું ઈ.સ.1347 ફેબ્રુઆરીમાં તેણે બળવાની શરૂઆત કરી, તે ‘અણહિલવાડ પાટ્ટણ’ પહોચ્યો અને ‘નાયબ’ નાઝિમ ‘મલેક મુઝ્ફ્ફર’ની કતલ કરી અને ‘ગુજરાત ‘નાઝિમ શેખ મુઈઝુદ્દીન’ તથા અનેક અમલદારોને પકડી કેદ કર્યા અને તે ‘ખંભાત’ પહોચ્યો ત્યાં લુંટ-માર કરી ‘ખંભાત’ પણ પોતાના કબજામાં લઈ લીધું અને હિંદુ-મુસલમાનોને સાથે રાખીને તેણે એક જંગી લશ્કર એકત્ર કર્યું હતું, બાદમાં તેઓ ‘ભરૂચ’ પહોચ્યા અને કિલ્લાની ઘેરાબંધી કરી.

'ભરૂચ'ના કિલ્લાનો દરવાજો બંધ કરીને કિલ્લા અંદર રહેલા લોકોએ ‘મલેક તગી’ તથા તેના સાથે રહેલા લશ્કરનો સામનો કર્યો, આ તરફ ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ ‘દખ્ખણ’ની આગળની કામગીરી અન્ય અમીરોને સોંપી ઈ.સ.1347 ના મે મહિનામાં ‘ભરૂચ’ પાસે નર્મદા નદીના કિનારે આવી પહોચ્યો, આ બાબતની જાણ ‘મલેક તગી’ ને થતાં તેણે ‘ખંભાત’ પરનો પોતાનો ઘેરો ઉઠાવી લીધો અને તે ત્યાંથી નાશી છુટ્યો જેથી ‘સુલતાને’ ‘મલેક તગી’ને પકડવા ની કામગીરી ‘મલેક યૂસુફ બુગરા’ને સોંપી, એક ફોજ સાથે તેને ‘મલેક તગી’ને પકડવા રવાના કર્યો અને આખરે ટૂંક સમયમાં જ ‘મલેક યૂસુફ બુગરા’ અને ‘મલેક તગી’ વચ્ચે લડાઈ જામી આ લડાઈમાં ‘સુલતાન’ તરફે રહેલા ‘મલેક યૂસુફ બુગરા’ને કતલ કરવામાં આવ્યો અને શાહી લશ્કરની હાર થઈ લશ્કર વેર-વિખેર થયું, શાહી લશ્કરની હાર થતા ‘મલેક તગી’ તથા સાથે રહેલા સર્વની તાકાતમાં તથા મનોબળમાં વધારો થયો હતો, આ સમયે ગુજરાતનો નાઝિમ ‘શેખ મુઈઝુદ્દીન’ તેઓની કેદમાં હતો ‘મલેક તગી’એ શાહી લશ્કર સામે મળેલી જીતના આનંદમાં ગુજરાતના નાઝિમ ‘શેખ મુઈઝુદ્દીન’ની કતલ કરાવી નાખી, આ સર્વે વિગતોથી સુલતાન વાકેફ થયો અને તુરતજ તે ‘ભરૂચ’ આવી પહોચ્યો અને બે ત્રણ દિવસ માં જ ‘મલેક તગી’ને ઠેકાણે પાડવા તેયારી કરી,

બળવાખોર 'મલેક તગી'ની નસ-ભાગ બાદ  ગીરનાર ખાતે   મેળવેલ આશ્રય

આ તરફ ‘મલેક તગી’ ‘અણહિલવાડ પાટ્ટણ’ તરફ નાશી છુટ્યો ‘સુલતાને’ તેનો પીછો કર્યો અને આખરે ઈ.સ.1347 ના સપ્ટેમ્બરમાં ‘કડી’ પાસે એક તરફ ‘મલેક તગી’નું લશ્કર અને એક તરફ ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’નું શાહી લશ્કર સામસામે આવી ગયા અને જોરદાર લડાઈ જામી જેમાં ‘શાહી લશ્કર’ સામે ‘મલેક તગી’નો પરાજય થયો તે નાશી છુટ્યો અને ‘મલેક તગી’ના લશ્કરના 300/400 લોકો ગિરફ્તાર થયા તે તમામની ‘સુલતાન’ના હુકમ મુજબ કતલ કરવામાં આવી. ‘મલેક તગી’ નાશભાગ કરતાં આખરે ‘ગીરનાર’ આવી પહોચ્યો અને તેને 'ગીરનાર' ના શાસક રા’ખેંગાર પાસે આશ્રય મેળળ્યો.

Post a Comment

0 Comments