Gujarat under the rule of Muhammad bin Tughlaq


1324 tughlaq Dynasty

 ઈ.સ 1324 'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક'

                     'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' ફ્ખ્રુદ્દીન મોહમ્મદ્શાહ જોનાખાન, મોહમ્મદ તુગલૂક, કે પછી મોહમ્મદ શાહ, આ ત્રણ નામથી ઇતિહાસમાં પ્રચલિત છે. તે તેના પહેલાના સુલતાનો કરતા વધુ કુશળ હતો તેણે દિલ્હી સલ્તનતના વિસ્તારમાં એટલો વધારો કરેલો કે જે આગળ ના સમયમાં માત્ર ‘’મોગલ શહેનશાહ ઓરંગઝેબ’’ જે ઈ.સ.1707 માં થયેલો હતો તેણે સલ્તનતનો તેટલો વિસ્તાર કરેલો આટલા વિસ્તાર પર આ બન્ને સિવાઈ કોઇપણ શાસકે સત્તા સ્થાપિત કરેલી નહોતી. આમ ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’નું સ્થાન ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે.

'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલી રાજકીય વહીવટી નિમણુંકો 

ઈ.સ.1325 ગુજરાતના નાઝિમ પદ પર : અહમદ બિન અયાઝ બાદમાં.....   
ગુજરાત નાઝિમ : ‘મોહમ્મદખાન શરફુ’લ મુલ્ક’(ખિતાબ - અલ્પખાન)
નવસારીના સુબેદાર : મલેક શિહાબુદ્દીન (ખિતાબ - ઇફ્તિખાર)
ખંભાતના દારોગા : તાજુદ્દીન ઇબ્નુલકોલમી (તુર્કી વેપારી) ત્યારબાદ.....
નાયબ નાઝિમ તથા જાગીરદાર “મલેક-મુકબિલખાન’ (ખિતાબ:ખાન-એ-જહાન)

'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' દ્વારા કરવામાં આવેલ પદ્દો માં ફેરફાર 

ખાજા જહાન’ “અહમદ અયાઝ” ને દિલ્હી બોલાવી તેને “વજીર” ના પદ્દ પર નિમણુક કરી આવા પદ્દ પર યોગ્યતા ધરાવતા અમીરોને નીમીને ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુકે’’ શાસન વ્યવસ્થિત ચાલે તેવી વ્યવસ્થા કરી, જેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં એકંદરે શાંતિ સ્થાપિત થયેલી.     

          'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' દ્વારા દખ્ખણમાં તેના ગુરૂ “કૂતલુગખાન’’ ને નાઝિમ પદ્દ મળેલું તથા ગુજરાતનું નાઝિમ પદ્દ “કૂતલુગખાન’’ના પુત્ર ‘મોહમ્મદખાન શરફુ’લ મુલ્ક’ને મળેલું આમ બાપ-દીકરાએ રાજકીય વહીવટની મહત્વની ફરજો નિભાવેલી અને ‘મોહમ્મદખાન શરફુ’લ મુલ્કે” તેની વહીવટી કુશળતા તથા જરૂરી ચાલાકી થી ગુજરાત પ્રદેશમાં શાંતિનો માહોલ કાયમ કરેલો અને તે ઈ.સ.1339 સુધી ગુજરાતના નાઝિમ પદ્દ પર રહ્યો હતો.

એ સમયે સુલતાનના અમીરો ઈજારા લેતા હતા અને ઉપજ પૂર્ણ ન થતા તેઓ તેની કામગીરી પૂરી કરી શકતા નહોતા તથા આ અમીરો પ્રજાની મુશ્કેલીઓ સારી રીતે જાણતા હતા જેથી માનવીય અભિગમ દાખવીને પ્રજા પર કોઈ જોર જુલમ નહોતા કરતા, આ કારણોસર શાહી ખજાનામાં ભરવાની થતી મહેસુલની રકમો તેઓ ભરી શકતા નહીં આ હકીકત હતી પરંતુ ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ પાસે ઉપરોક્ત હકીકતો વિરુધ્ધના સમાચાર મળતા સુલતાન એ નિષ્કર્ષ પર વિચારતા કે આ અમીરો ઈરાદાપૂર્વક મહેસુલની રકમ જમા કરાવતા નથી, એટલે ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુકે’’ એવું માન્યું કે નાના લોકોને જો મોટા પદ્દ પર નિયુક્ત કરવામાં આવે તો તેઓ શાહી ફરમાનોનો ચોક્કસ પણે અમલ કરશે, એટલે સુલતાને નાના લોકોની મોટા પદ્દ પર નિમણુક કરવા શાહી ફરમાન રવાના કર્યું.

ઈ.સ.1339 ગુજરાતના નાઝિમ પદ્દ પર “મુકબિલ મલેક તિલંગી”

ઈ.સ.1339માં 'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુકે' ગુજરાતના નાઝિમ પદ્દ પર “મુકબિલ મલેક તિલંગી” ની નિમણુક કરી “ખાન-એ-જહાન’’ ખિતાબ આપી ગુજરાતનો રાજકીય વહીવટ તેને સુપરત કર્યો, આમ થવાના કારણે ગુજરાતના મોટા અમીરો તથા હોદ્દેદારોમાં નારાજગી ઉત્પન્ન થઈ, નારાજ ખંભાત દારોગા ‘તાજુદ્દીન ઇબ્નુલ-કોલમી’ કે જે એક તુર્ક વ્યાપારી હતો તથા તેણે અગાઉ સુલતાનને કીમતી કપડા,ગુલામો, હથીયારો વિગેરે ભેટ કરેલા તેને સુલતાનનો હુકમ મળેલો કે તેઓ મહેસુલની રકમ નાઝિમ “મુકબિલ મલેક તિલંગી” પાસે ભરપાઈ કરે, પણ તેણે સુલતાનના હુકમની અવગણના કરી નાઝિમ “મુકબિલ મલેક તિલંગી” પાસે સમાચાર મોકલાવ્યા કે તે પોતે જ મહેસુલની રકમ દિલ્હી રૂબરૂ પહોચાડશે,

        આ બાબતમાં નાઝિમ “મુકબિલ મલેક તિલંગી”એ વિચારીને વજીર “ખાજા જહાન” ને પત્ર લખ્યો જેના વળતા જવાબી પત્રમાં વજીર “ખાજા જહાને” ઠપકો આપ્યો કે જો તમારાથી પ્રદેશનો વહીવટ યોગ્ય રીતે ચલાવી ન શકાતો હોય તો તમે રાજીનામું આપીદ્યો, આ કારણોસર નાઝિમ “મુકબિલ મલેક તિલંગી”ને દુઃખ થયું તથા તે ગુસ્સે પણ થયો અને ‘તાજુદ્દીન ઇબ્નુલ-કોલમી’ સાથે લડી લેવા નિર્ધાર કર્યો અને અંતે તેણે ‘તાજુદ્દીન ઇબ્નુલ-કોલમી’ સામે આક્રમણ કર્યું જેમાં ‘તાજુદ્દીન ઇબ્નુલ-કોલમી’ની કારમી હાર થઈ, તે નાસી છુટ્યો. બાદમાં નાઝિમ “મુકબિલ મલેક તિલંગી”એ ‘તાજુદ્દીન ઇબ્નુલ-કોલમી’ને સંદેશો મોકલ્યો કે જો તે સુલતાન ને મોકલવાની ભેટો અને મહેસુલની રકમ મારી પાસે ભરપાઈ કરશે તો તેને પ્રદેશમાં શાંતિથી રહેવા દેવામાં આવશે જેથી ‘તાજુદ્દીન ઇબ્નુલ-કોલમી’ આખરે રાજી થયો અને નાઝિમ ની શરતોનું પાલન પણ કર્યું, નાઝિમ “મુકબિલ મલેક તિલંગી”એ સુલતાન ને પત્ર મોકલી સમગ્ર હકીકતોથી વાકેફ કરેલ.

Post a Comment

0 Comments