Gujarat under Ghiyasuddin Tughlaq rule

giyasuddin tughlaq

ઈ.સ.1320 'દિલ્હી' પર 'તુગલુક' શાસન ની શરૂઆત 'સુલતાન ગિયાસુદ્દીન તુગલુકશાહ'

                      ઈ.સ.1320 માં દિલ્હી સલ્તનત ખલજી વંશનો અંત થતા ખલજી સલ્તનતનો તખ્ત ખાલી થયો હતો જેના પર ગાઝી મલેકે “ગિયાસુદ્દીન તુગલુકશાહ ગાઝી” ખિતાબ ધારણ કરીને તેણે પોતાને સુલતાન ઘોષિત કર્યો અને આ રીતે તુગલુક સલ્તનતની સ્થાપના તથા શરૂઆત થઈ.

ઈ.સ.1320 “તાજુદ્દીન તુર્ક” ગુજરાતનો નાઝિમ (ગવર્નર) 

“સુલતાન ગિયાસુદ્દીન તુગલુકશાહે” ગુજરાતની રાજકીય વહીવટી કામગીરી માટે “તાજુદ્દીન તુર્ક”ની ગુજરાતના નાઝિમ પદ્દ પર નિમણુક કરી “તાજુદ્દીન તુર્ક” નિપૂણ અને બેહદ હોશિયાર અને નાઝિમ તરીકેની યોગ્યતા તથા લાયકાત ધરાવતો હતો,“તાજુદ્દીન તુર્કે” ગુજરાતમાં સુંદર રાજકીય વહીવટની શરૂઆત કરી, તેની યોગ્ય કામગીરીના કારણે ગુજરાતમાં સર્વત્ર શાંતિનો માહોલ કાયમ થયો. ઈ.સ.1324માં ગુજરાતમાં ‘’ઝાલાવાડના રાજા સુરજમલ’’ને વાઘેલાના સરદાર “લુણાજી”એ યુદ્ધ કરી પરાજિત કરેલ અને સરધારનો કબજો પોતાના હસ્તગત કર્યો હતો જેથી ‘’ઝાલાવાડના રાજા સુરજમલે’’ ગુજરાતના નાઝિમ “તાજુદ્દીન તુર્ક” પાસે મદદ માંગી જેથી “તાજુદ્દીન તુર્ક” તથા ‘’ઝાલાવાડના રાજા સુરજમલ’’ બન્ને એ “લુણાજી” સામે લડાઈ કરી જેમાં “લુણાજી” નાશી છુટ્યો અને ‘’ઝાલાવાડનો રાજા સુરજમલ’’ આ લડાઈમાં માર્યો ગયો આ કારણોસર ઝાલાવાડ અને તેની રાજધાની સરધારનો કબજો ગુજરાતના નાઝિમ “તાજુદ્દીન તુર્કે” લઈ લીધો.

ઈ.સ.1324 'સુલતાન મોહમ્મદશાહ બિન તુગલુક'

ઈ.સ.1324 માં “સુલતાન ગિયાસુદ્દીન તુગલુકશાહ”નું મૃત્યુ થયું જેના સ્થાને દિલ્હીની ગાદી પર તેનો પુત્ર 'સુલતાન મોહમ્મદશાહ બિન તુગલુક' બેઠો, તે “મોહમ્મદશાહ”ના નામે ઇતિહાસમાં પ્રચલિત થયો હતો તે તમામ રાજકીય બાબતોમાં હોશિયાર તથા નિપૂણ હતો, તથા તે પ્રજા વત્સલ સુલતાન હતો તે નાત-જાત કે ધાર્મિક ભેદભાવમાં માનતો ન હતો, ન્યાય આપવામાં કોઇપણ કસર છોડતો ન હતો, તથા તેણે દિલ્હી સલ્તનતનો બહુજ મોટો વિસ્તાર કર્યો હતો. 'સુલતાન મોહમ્મદશાહ બિન તુગલુકે' વહીવટી સુધારા પર વિશેષ ધ્યાન આપ્યું જેથી સલ્તનત મજબુત બની ઈ.સ.1325માં તેણે ગુજરાતના લશ્કરનું સુકાન “અહમદ બિન અયાઝ”ને સોપ્યું તથા તેને “ખાજા-જહાન”નો ખિતાબ એનાયત કર્યો, તથા પોતાના ધાર્મિક ગુરુ કુતલુગ ખાનના પુત્ર મોહમ્મદખાન શરફૂલ મુલક”ને “અલ્પખાન” નો ખિતાબ એનાયત કર્યો તથા ગુજરાતના નાઝિમ પદ પર તેની નિમણુક કરી. આમ . 'સુલતાન મોહમ્મદશાહ બિન તુગલુક' દ્વારા વ્યવસ્થિત ગોઠવણ થતા ગુજરાતમાં શાંતિ સ્થાપિત થઈ જેથી પ્રદેશની પ્રજાનું પ્રતિદિન કલ્યાણ થવા લાગ્યું તથા 'સુલતાન મોહમ્મદશાહ બિન તુગલુક' અને તેના પદાધિકારીઓ ની લોકપ્રિયતામાં વધારો થવા માંડ્યો, ઈ.સ.1325 માં ગુજરાતના નાઝિમ 'મોહમ્મદખાન શરફૂલ મુલ્ક' 'અલ્પખાન' દ્વારા પાલણપુરમાં આવેલા માલણ ગામમાં આરસ-પ્હાણની જામાં મસ્જીદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments