Rule of Muhammad bin Tughlaq conquest of the territories of Gujarat


Muhammadbin Tughlaq

‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’દ્વારા કરવામાં આવેલી વહીવટી વ્યવસ્થા’’  

‘સુલતાને' બળવાખોરોને હરાવીને” ‘’અણહિલવાડ પાટ્ટણ'' ખાતે મુકામ કર્યો, અને પોતાના અમલદારો સાથે આગળની વ્યૂહરચના અંગે મસલત કરી બાદમાં 'સુલતાને' ગુજરાતમાંના 'રજપૂતો' શરણે આવે તે અંગે તથા સાથે સાથે ગુજરાતના તેના તાબા હેઠળના પ્રદેશોમાં વહીવટી વ્યવસ્થા ની ગોઠવણી કરવા હુકમ કર્યો, 'સુલતાન'ના હુકમની સારી અમલવારી થતા ચોતરફ શાંતિનો માહોલ કાયમ થયો તથા સ્થાનિક 'રજપૂતો' અને 'રાણા'ઓ એ 'સુલતાન'ની સત્તાને માન્યતા આપી અને 'સુલતાને' તેઓને વિવિધ ખિતાબો અને 'ખિલાત' એનાયત કર્યા આમ ગુજરાતમાં બળવાખોરોની લુંટફાટ અને તેમના દ્વારા થતી હેરાનગતિનો આંશિક અંત આવ્યો હતો.

ઈ.સ.1347 ’બહમની’ સલ્તનત ની સ્થાપના

ઈ.સ.1347માં દખ્ખણમાં 'સુલતાન'ની ગેરહાજરી નો બળવાખોર અમીરોએ ગેરલાભ લીધો અને તેઓએ ફરીથી બગાવત કરેલી, બળવાખોરોએ 'દોલતાબાદ' ના કિલ્લાને કબજે કર્યો, ત્યારબાદ બળવાખોરોમાં નામચીન અફઘાન સરદાર ‘હસન ગંગુ’એ પોતાને સુલતાન જાહેર કર્યો. અફઘાન સરદાર ‘હસન ગંગુ’એ ‘’અબુલ મુઝફ્ફર અલાઉદ્દીન હસનશાહ” ખિતાબ ધારણ કર્યો અને પોતાના નામ પરથી ‘ગુલબર્ગ’ને નવું નામ “અહ્સનાબાદ” આપ્યું તથા પોતાની રાજધાની (પાય તખ્ત) જાહેર કર્યું. આ સંજોગો ના કારણે દખ્ખણમાં પ્રચલિત એવા ‘’બહમની’’ વંશની શરૂઆત થયેલ હતી.

ઉપરોક્ત સમાચાર મળતા ‘’સુલતાન મોહમ્મદ શાહ તુગલુક’’ ગુસ્સે ભરાયો અને તેણે તરતજ દિલ્હી સંદેશરૂપી હુકમ કર્યો કે એક તાકતવર લશ્કરને શસ્ત્રસરંજામ સાથે દિલ્હીથી રવાના કરી પોતા પાસે મોકલવામાં આવે, એ સમયે ‘અલાઉદ્દીન હસન ગંગુ’’ બહુજ શક્તિશાળી બની ગયો હતો, તથા તેણે એક તાકતવર લશ્કર પણ ત્યાર કરેલું, આ બધું જાણ્યા બાદ 'સુલતાને' તેનો સામનો કરવાનું થોડા સમય માટે મુલતવી રાખ્યું હતું, અને કાર્યવાહી કરવાના બદલે 'ગીરનાર' જીતી લેવા નિર્ણય કર્યો હતો, કારણ કે બળવાખોર ‘મલેક તગી’ને ગીરનાર ખાતે આશ્રય મળ્યો હતો. જેથી 'સુલતાને' પોતાની છાવણી ‘’અણહિલવાડ પાટ્ટણ’’ થી ઉઠાવી લીધી અને ત્યાંથી રવાના થઈ તેણે આગળ જતા ‘’પાટડી’’માં છાવણી નાખેલી અને ત્યાં ઈ.સ.1348 ચોમાસાની મોસમ દરમિયાન જુન થી ઓક્ટોમ્બર પસાર કરેલ બાદમાં ‘ગીરનાર’ જીતવા અંગેની વ્યૂહરચના શરુ કરી અને તેની 'ગુજરાત'ની વહીવટી પુનર્નિર્માણની યોજના ને પણ ચાલુ રાખેલી.

  ઈ.સ.1349 'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક' સામે ‘’મોખડાજી ગોહિલ’’'પીરમ બેટ' 

‘પીરમબેટ’ ( ખંભાતના અખાતમાં ઘોઘાથી 6 કી.મી. પર આવેલ ટાપુ) ત્યાં એ સમયે ‘’મોખડાજી ગોહિલ’’ દ્વારા લુંટફાટ કરવામાં આવતી હતી, 'મોખડાજી ગોહિલે' ‘પીરમબેટ’ કબજે કરેલું હતું તે પરાક્રમી હતો, તેણે ‘’ઘોઘા’’ બંદર જે મુસ્લીમોના અંકુશમાં હતું તેના પર પણ કબજો કરેલો હતો, અને તે ત્યાં આસપાસના દરિયાઈ વિસ્તારોમાં આવતા-જતા વેપારીઓના વહાણો પણ લૂંટી લેતો જેથી ઈ.સ.1349માં ‘પીરમબેટ’ પર 'સુલતાને' આક્રમણ કર્યું, અહીં બન્ને પક્ષો વચ્ચે લડાઈ જામેલી લડાઈ થોડા સમય માટે ચાલુ રહી કારણ કે ‘પીરમબેટ’ એક ટાપુ હોવાથી સુલતાનના લશ્કરને પ્રતિકૂળતાઓ નો સામનો કરવો પડતો હતો, બાદમાં 'સુલતાને' ‘ઘોઘા’ ખાતે અનામત રાખેલા લશ્કરને પણ આ લડાઈમાં ઉતાર્યું બાદમાં એ લડાઈમાં ‘’મોખડાજી ગોહિલ’’નું મોત થયું અને 'સુલતાને' ‘’પીરમબેટ’’ જીતી લીધું આમ થવાના કારણે સોરાષ્ટ્ર ના 'ઉના' 'દેલવાડા' સુધીના 'ગોહિલવાડ'ના દરિયાઈ પ્રદેશો ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ના તાબે આવ્યા. ત્યારબાદ ચોતરફ શાંતિનો માહોલ જણાતા સુલતાને ‘ગીરનાર’ જીતવાના ધ્યેય થી 'ગીરનાર' તરફ કુચ કરી અને આગળ છાવણી નાખી ચોમાસાની મોસમ પસાર કરી બાદમાં 'ગીરનાર' પર આક્રમણ કરવા નિર્ણય કર્યો એ સમયે ‘ગીરનાર’ પર ‘રા’ખેંગાર’નું શાસન ચાલુ હતું, ‘રા’ખેંગાર’ને એક ખુલ્લા મેદાનમાં 'સુલતાન'ના શાહી લશ્કરનો સામનો કરવાનું મુનાસીબ નહોતું લાગતું હતું તથા આ લડાઈ ના મુખ્ય કારણ માં તેણે બળવાખોર 'મલેક તગી' ને આશ્રય આપેલો એ પણ તેને સમજાયું હતું, એટલે તેણે ‘બળવાખોર’ ‘મલેક તગી’ને સુલતાનના હવાલે કરવાનું વધુ મુનાસીબ જણાયું, જયારે આ બાબતના સમાચાર ‘બળવાખોર’ ‘મલેક તગી’ને મળ્યા એટલે 'મલેક તગી' તુરતજ ત્યાંથી નાશી છુટ્યો અને તે ‘સિંધ’ માં આવેલા 'ઠઠ્ઠા' ના રાજા ‘જામ’ના આશ્રયમાં જતો રહ્યો.

'સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક'  દ્વારા 'ગીરનાર' પર આક્રમણ 

આગળ ‘સુલતાને’ એક વર્ષ સુધી ‘ગીરનાર’ પર પોતાનો ઘેરો ચાલુ રાખેલો અને આસપાસના પ્રદેશો પર કબજો મેળવી પોતાના તાબે કરી લીધેલા અને આગળ જતા ‘ગીરનાર’નો કિલ્લો અને એ તરફના અમુક સ્થળો પણ 'સુલતાન'ના કબજામાં આવ્યા હતા, અને તે ચાલુ વર્ષમાં જ ‘કચ્છ’ ના 'રાવે' પણ 'સુલતાન'ની શરણાગતી સ્વીકારેલી અને આ તરફ ‘રા’ખેંગાર’ ‘ગીરનાર’ના કિલ્લામાંથી નાશી જવાની પેરવી કરી રહ્યો હતો એ જ સમયે તે 'સુલતાન'ના સેનિકોના હાથે તે ગિરફ્તાર થયો હતો જેને આગળ જતા 'સુલતાન' સમક્ષ હાજર કરવામાં આવ્યો અને 'સુલતાને' ‘રા’ખેંગાર’ને માફી આપી પોતાના તાબા હેઠળ તમામ પ્રદેશો 'રા'ખેંગાર'ને સુપ્રત કર્યા અને તે આગળ જતા 'સુલતાન'ના ‘ખંડિયા’ તરીકે રહ્યો હતો.

આમ ‘’સુલતાન મોહમ્મદ શાહ તુગલુકે’ સમગ્ર ગુજરાતમાં પોતાનું શાસન સ્થાપિત કરેલ, અને બાદમાં વ્યવસ્થિત વહીવટી નિમણુંકો કરી સર્વને પોતાના વિશ્વાસ માં લીધેલા 'સુલતાને' દરેક રાજાઓને વિવિધ ભેટો તથા વિવિધ ‘ખિલાત’ એનાયત કરી સર્વને રાજી કરેલા, આમ ઉપરોક્ત કારણોસર ‘સુલતાન’ દિલ્હી’થી નીકળેલો તેને પાંચ વર્ષ થયેલા, 'સુલતાન' આ સમય દરમિયાન ‘ગુજરાત’માં જ રોકાયેલો રહ્યો હતો આગળ જતા ‘બળવાખોર ‘મલેક તગી’ને આશ્રય આપનારા ‘સિંધ’ ના શાસકો પર સુલ્તાનને ક્રોધ આવતો હતો જેથી ‘સિંધ’ પર આક્રમણ કરી 'મલેક તગી' તથા 'સિંધ'ના શાસક ને સજા કરવા તેણે નક્કી કરેલું, અને એ બાબતમાં તેયારી પણ શરુ કરેલી.

Post a Comment

0 Comments