ઈ.સ.1316માં બાળ સુલતાન શિહાબુદ્દીનને પદભ્રષ્ટ કરીને “મલેક નાયબ કાફૂર” કુત્બુદ્દીન મુબારકશાહ” ખિતાબ ધારણ કરીને પોતે સુલતાન બન્યો અને તેણે પોતાના બદઈરાદાઓ પાર પાડવા કાવતરાઓ ની રચના કરવા માંડ્યો, બરાબર એ જ સમયે ગુજરાતમાં બગાવત ચાલુ હતી તથા રાજકીય અશાંતિ પણ હતી તે શાંત કરવાના ઈરાદા હેઠળ ‘એનુલ મુલક મુલતાની નામના પોતાના અમીરને વિશાળ લશ્કર આપી ગુજરાત રવાના કર્યો, ‘એનુલ મુલક મુલતાની” પોતાના ગુજરાતના હેતુને સિદ્ધ કરવામાં સફળ રહ્યો તેની સારી કામગીરીના કારણે બળવાખોરો અંકુશમાં આવ્યા તથા ગુજરાતમાં શાંતિ સ્થાપિત થઈ તેની ઉમદા કામગીરીના કારણે સુલતાને તેનું અદકેરું બહુમાન કર્યું બાદમાં તે “પાય તખ્ત” દિલ્હીમાં જ રહ્યો. 'સુલતાન કુત્બુદ્દીન મુબારકશાહે' ‘એનુલ મુલક મુલતાની”ની જગ્યાએ પોતાના ‘સસરા’ 'મલેક દીનાર'ને 'ઝફરખાન' નો ખિતાબ આપી ગુજરાતના નાઝિમ તરીકે નિમણુક કરી ગુજરાત રવાના કર્યો આમ ગુજરાતનો રાજકીય વહીવટ મલેક દીનાર “ઝફરખાન”ના હાથમાં આવ્યો.
ઈ.સ.1317 ગુજરાતના નાઝિમ 'મલેક દીનાર' 'ઝફરખાન' નું મૃત્યુ
'મલેક દીનાર' 'ઝફરખાન' સુલતાન “કુત્બુદ્દીન મુબારકશાહ”ના માનીતા અમીર તથા સસરા થતા હતા, “ઝફરખાન” એક કાબેલ વહીવટકર્તા હતો, તણે ફક્ત ત્રણ મહિનાના ટૂંકા સમયમાં ગુજરાત પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરેલી, તેના અંકુશ હેઠળ પ્રજા આનંદ માંની રહી હતી, તેની કાર્ય પ્રણાલી અગાઉના ગુજરાતના પ્રખ્યાત સારા નાઝિમ “અલ્પખાન” જેવી હતી જેથી પણ લોકો શાંતિ અને સલામતી અનુભવતા હતા. ગુજરાતમાં “ઝફરખાન” સુંદર કામગીરી બજાવી રહ્યા હતા.
આ તરફ સુલતાન “કુત્બુદ્દીન મુબારકશાહ” દારૂના નશામાં ડૂબેલો, રહેતો તથા તે વિલાસી બની ગયો હતો તેને એક સુંદર ચહેરાવાળા વ્યક્તિ તરફ આકર્ષણ થતા તે ભોગ વિલાસી બન્યો હતો જેથી સલ્તનતમાં રાજકીય અંધાધુંધીનો માહોલ પેદા થયેલો, ઈ.સ.1317 માં 'મલેક દીનાર' 'ઝફરખાન' રાજકીય કાવતરાનો ભોગ બન્યો અને તેની કતલ કરવામાં આવી હતી.
0 Comments
Do not post any dirty comments here