ઈ.સ.1318’ ગુજરાત ના નાઝિમ “મલેક હુશામુદ્દીન
ઈ.સ.1318માં “ખુશરોખાન” (મલેક હુશામુદ્દીનનો ભાઈ)જે દિલ્હી સુલતાનનો માનીતો અમીર હતો તેણે “મલેક હુશામુદ્દીન” ગુજરાતના નાઝિમ બને એ માટે સુલતાન ને આગ્રહ કરેલ અને એની એ નાઝિમ પદ માટેની ઘટતી કાર્યવાહી સુલતાને પૂર્ણ કરેલી અને ઈ.સ. 1318માં “મલેક હુશામુદ્દીન” ને ગુજરાતનું નાઝિમપદ (ગવર્નર) મળ્યું પણ “મલેક હુશામુદ્દીન” આપખુદ વલણ અખત્યાર કરનારો બન્યો તેની કામગીરીના કારણે એ સમયના તુર્ક અમીરો નારાજ થયા હતા અને “મલેક હુશામુદ્દીન” પોતાના સમર્થક લોકોને એકત્ર કરી આપખુદ પોતે સત્તા સ્થાપવા કોશીસો કરવા લાગ્યો હતો, “મલેક હુશામુદ્દીન”ની આવી બળવાખોર વૃતિના કારણે ગુજરાતના એ સમયના અમલદારોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો, જેથી ગુજરાતના એ સમયના સર્વ અમલદારોએ મળીને “મલેક હુશામુદ્દીન”ને ગિરફ્તાર કરીને સુલતાન પાસે 'પાય તખ્ત' (રાજધાની) 'દિલ્હી' મોકલી દીધો હતો, અને સુલતાને “મલેક હુશામુદ્દીન”ને નાઝિમ પદેથી દુર કરી મહેલના અંગરક્ષક તરીકે કામગીરી સોપેલી.
ઈ.સ.1318 ‘મલેક વહીદ્દુદીન કુરેશી’ ગુજરાતના નાઝિમ (ગવર્નર)
‘મલેક વહીદ્દુદીન કુરેશી’ એ સુલતાનના માનીતા અમીરો માંહેથી એક અમીર હતો આ ઉપરાંત તે “સદ્ર-એ-મુલક”નો ખિતાબ પણ ધરાવતો હતો તે કુશળ કાબેલ અને બધી બાબતોમાં યોગ્યતા પણ ધરાવતો હતો આ કારણોસર સુલતાને ગુજરાતનું નાઝિમ તરીકે ‘મલેક વહીદ્દુદીન કુરેશી’ની નિમણુક કરેલી. અને એ ઈ.સ.1318માં ગુજરાતના નાઝિમ તરીકે નીમાયેલા અગાઉના નાઝિમ “મલેક હુશામુદ્દીન” દ્રારા જે પ્રદેશ છીન્નભીન્ન થયેલો હતો એ પ્રદેશ ‘મલેક વહીદ્દુદીન કુરેશી’એ વ્યવસ્થિત કરેલો અને શાંતિનો માહોલ કાયમ કરેલો આ સુંદર કામગીરી ને હજુ થોડોજ સમય (એક વર્ષ) થયો હતો ત્યાંજ દિલ્હી સુલતાને ‘મલેક વહીદ્દુદીન કુરેશી’ને “પાય તખ્ત” (રાજધાની) દિલ્હી તેડાવી અને તેનું બહુમાન કરીને બઢતી આપીને “તાજ-ઉલ-મુલ્ક”નો ખિતાબ આપી ‘નાયબ વજીર’નો હોદો એનાયત કર્યો.
'સુલતાન' “કુત્બુદ્દીન મુબારકશાહ” નું ખૂન તથા બળવાખોર 'ખુશરોખાન' ની કતલ અને ત્યારબાદ સર્જાયેલી રાજકીય ઉથલ-પાથલ
'ખુશરોખાન' પોતાના સુલતાન બનવાના ઈરાદાને પાર પાડવા વિવિધ કાવતરાઓ રચી રહ્યો હતો અને આખરે અમુક અમીરોની મદદ વડે તેણે સુલતાન “કુત્બુદ્દીન મુબારકશાહ” નું ખૂન કરાવી નાખ્યું, આમ થવાથી “ખલજી સલ્તનત’’ તથા તેના વંશનો અંત આવ્યો, અને 'ખુશરોખાન' ગાદી મેળવવા આતુર બન્યો પરંતુ એ સમયના પંજાબ પ્રાંતના હાકેમ તથા અમીર ગાઝી મલેક તુગલકને આ સર્વ વિગતની ભાળ મળતા તેણે સમગ્ર લશ્કરને એકઠું કર્યું અને દિલ્હી તરફ કુચ કરી જયારે આ લશ્કર દિલ્હી નજીક પહોચ્યું ત્યાં યુદ્ધ થયું અને આ યુધ્ધમાં 'ખુશરોખાન' નો કારમો પરાજય થયો એને એ યુદ્ધ ક્ષેત્રથી નાશી છુટ્યો તેની પાછળ પડેલા સેનીકોએ 'ખુશરોખાન' ને એક બગીચા માંહેથી પકડી પાડ્યો અને બાદમાં તેની કતલ કરવામાં આવી. આમ પ્રથમ દિલ્હીના સુલતાન “કુત્બુદ્દીન મુબારકશાહ” નું ખૂન થયું અને બાદમાં બળવાખોર 'ખુશરોખાન' ની પણ કતલ થતાં આખરે દિલ્હીમાં “ખલજી સલ્તનત’’ તથા તેના વંશનો અંત આવ્યો, અને “તુગલૂક” સલ્તનતની તથા તેના વંશની હકુમતની શરૂઆત થવાના સંજોગો બળવતર બન્યા.
0 Comments
Do not post any dirty comments here