Ahmedabad Gujarat founded by Sultan Ahmed Shah, Gujarat Sultanate

Ahmedabad Historic City of Gujarat


એતિહાસિક શહેર અહમદાબાદ (શહર-એ-મુઅજ્જ્મ)ના સ્થાપક સુલતાન અહમદશાહ 

                                    એક સમયે ‘’સુલતાન અહમદશાહે’’ આશાવળ તરફ કુચ કરી અને ત્યાં પહોચી છાવણી નાખી થોડો સમય ત્યાં રહ્યો અને ત્યાં સાબરમતી નદીને પૂર્વ કિનારે સહેલ કરી અને શિકાર ખેલ્યા ‘’સુલતાન અહમદશાહ’’ ને ત્યાની આબોહવા ઘણીજ પસંદ પડી તેથી ઈ.સ.1411 ના ફેબ્રુઆરીની 26મી એ પોતાના પીર હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષની સલાહથી ત્યાં એક શહેરનો પાયો નાખ્યો અને એ શહેરનું નામ પોતાના પીરના નામ અને પોતાના નામ તથા અન્ય બે સૂફી સંતોના નામ પરથી ‘’અહમદઆબાદ’’ રાખ્યું. ‘’સુલતાન-અહમદશાહ’’ ને પોતાના અનુભવોથી જણાયું કે પ્રદેશની કેન્દ્રમાં ‘’પાય-તખ્ત’’ (રાજધાની) હોય તો તેનું સંરક્ષણ સારી રીતે થઈ શકે. તથા ‘’ઇડર’’ ‘’ચાંપાનેર’’ ‘’આશાવળ’’ અને સોરઠના રાજાઓ ઉપર કાબુ રાખવો પણ સરળ રહેશે. આવા મહત્વના કારણોસર ‘’સુલતાન-અહમદશાહ’’ એ ‘’અહમદાબાદ’’ શહેર નો પાયો નાખ્યો હતો અને ‘અહમદાબાદ’’ ને પોતાની રાજધાની ( પાય-તખ્ત) બનાવેલ.

ઈ.સ.1411માં ‘અહમદાબાદ’ શહેરનો પાયો નાખનારા વ્યક્તિઓ

        ‘અહમદાબાદ’ શહેરનો પાયો નાખવામાં ભાગ લેનારા કુલ ચાર ‘’અહમદ’’ નામના વ્યક્તિઓ હતા જેમાં એક ‘અહમદ’ ’સુલતાન-અહમદશાહ’’ના પીર હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ હતા( તેમનો મકબરો 'સરખેજ' ખાતે આવેલો છે) બીજો ‘અહમદ’’ પોતે ‘’સુલતાન-અહમદશાહ’’ હતો( તેનો મકબરો ત્રણ દરવાજા, ‘’જામા મસ્જીદ’’ પાસે આવેલ છે) ત્રીજો ‘અહમદ’ એટલે ‘’કાઝી અહમદ’’ ( જેમની કબર અણહિલવાડ પાટ્ટણમા આવેલ છે) ચોથો ‘’અહમદ’’ એટલે ‘’મલેક અહમદ’’ ( જેમની મઝાર કાળુપુર દરવાજા નજીક આવેલ છે)

Post a Comment

0 Comments