Akbar the great Mughal emperor Zalalauddin Muhammad Akbar

Akbar The Great

મોગલ શહેનશાહ મહાન અકબર ઈ.સ.1542-1605"ઝ્લાલુદ્દીન મહમદ અકબર"

આજ થી 480 વર્ષ પહેલા પોતાની શર્મનાક હારના કારણે દર-બદર ભટકતું જીવન જીવતા મોગલ શહેનશાહ હુમાયું અને હમીદાબાનું બેગમને ત્યાં તા.15/10/1542 ના રોજ એક બાળક નો જન્મ થયો હતો, ઇ.સ.1540 માં "કન્નોજ" ના યુધ્ધમાં "શેરશાહ સૂરી" સામે મોગલ બાદશાહ "હુમાયું"નો કારમો પરાજય થતાં "હુમાયું" ને નાસી જવાની ફરજ પડેલી ત્યારબાદ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો અને ઈ.સ.1542 ની ઓક્ટોમ્બર ની 15મી તારીખે "સિંધ"ના "અમરકોટ" ખાતે "હુમાયું" ના બેગમ "હમીદાબાનું" એ એક બાળકને જન્મ આપ્યો આ બાળક એ બીજું કોઈ નહીં પણ મહાન મોગલ બાદશાહ "ઝ્લાલુદ્દીન મહમદ અકબર" જોકે તેનું પ્રથમ નામ તેના માતા-પિતાએ "બદરુદ્દીન" રાખ્યું હતું પરંતુ હુમાયું એ તેનું નામ ફેરવી "ઝ્લાલુદ્દીન મહમદ" રાખ્યું જે આગળ જતા મહાન અકબર તરીકે પ્રસિદ્ધ થયો હતો. ’મહાન અકબર’ નો જન્મ ઈ.સ.1542 ઓક્ટોમ્બર ની 15મી તારીખના રોજ થયો હતો, ‘અકબર’ ‘મોગલ’ સામ્રાજ્યનો ત્રીજો અને તાકતવર, વિશ્વ પ્રસિદ્ધ શાસક હતો તેનો શાસનકાળ ઈ.સ.૧૫૫૬ થી ઈ.સ.૧૬૦૫ સુધી કાયમ રહ્યો હતો.

મહાન અકબર’ના સામ્રાજ્યનો વિસ્તાર

                ‘અકબરે’ ઘણી લડાઈઓમાં ફતેહ મેળવી પોતાના સામ્રાજ્યનો ખુબજ મોટો વિસ્તાર કરેલો હતો, ‘અકબરે’ પોતાના શાસનકાળમાં રાજકીયવહીવટી, આર્થિક બાબતો, અને ધાર્મિક સહીસ્ણુંતા સાથે એકતામાટે સોથી મહત્વનું કાર્ય કર્યું હતું, તેની આવી સિધ્ધિઓના કારણે તે ભારતના ઇતિહાસમાં ‘મહાન અકબર’ તરીકે વિખ્યાત થયો હતો.

‘મહાન અકબર’’ના શાસનકાળમાં નિર્માણ થયેલા સ્થાપત્યો

પોતાના આધ્યાત્મિક ગુરુ સંત ‘’શેખ સલીમ ચિસ્તી’’ના આદરમાં ‘’આગ્રા’ પાસે ’ફતેપુર‌-સિક્રી’ નામે એક નવું ‘શહેર’ વસાવ્યુ. અને ’ફતેપુર‌-સિક્રી’ને પોતાની રાજધાની બનાવી ’ફતેપુર‌-સિક્રી’નો ‘’બુલંદ’’ ‘દરવાજો’ એ ‘’વિશ્વ’’ ના મોટા દરવાજાઓ માનો એક છે.તેણે ‘’જામા મસ્જિદ’’ ‘’રાણી જોધાબાઈ’’નો મહેલ ‘’બિરબલ’’નો મહેલ ‘’દીવાને-આમ ‘’ ‘’દીવાને ખાસ’’ તથા ‘’પ્રાર્થનાગ્રુહ’’ વગેરે બંધાવ્યા હતા.   

‘મહાન અકબર’નું અવસાન

             ’મહાન અકબર’ નું અવસાન ‘’ફતેહ-પુર-સિક્રી’’ ખાતે ઈ.સ.1605 ની ઓક્ટોમ્બરની 27મી તારીખ ના રોજ થયુ હતુ. ‘મહાન અકબર’ને ‘આગ્રા’ પાસેના ‘સિંકદરા’ ખાતે તેની ઈચ્છા મુજબ ‘મકબરા’માં દફન કરવામાં આવ્યો  હતો

Post a Comment

0 Comments