Rule of Sultan Muzaffar Shah Zafar Khan in Gujarat






ZAFARKHAN

   ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ (ઝફર ખાન) દ્વારા શાસન    

ઈ.સ.1405 માં માળવાના સુલતાન દિલાવરખાનને તેના શાહ્ઝાદાએ જેર આપીને મરાવી નાખ્યો હતો, માળવાના સુલતાન અને ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બન્ને લાગણીશીલ મિત્રો હતા જયારે પોતાના મિત્ર માળવાના સુલતાન દિલાવરખાન ના મૃત્યુ અંગેના સમાચાર સુલતાન મુઝફ્ફરશાહને મળ્યા તો તેને આઘાત લાગ્યો હતો, અને તેના મિત્રને જેર આપી મારી નાખનાર ‘અલ્પખાન’ પર સુલ્તાનને અતિ ગુસ્સો આવ્યો, એ સમયે માળવા પર અલ્પખાન ‘હુશંગશાહ’ ખિતાબ ધારણ કરીને તખ્ત પર બેઠો હતો, ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહે માળવા પર આક્રમણ કરવા આદેશ આપ્યો.

ઈ.સ.1407 ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ નું માળવા પર આક્રમણ

ઈ.સ.1407 ના સપ્ટેમ્બરમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ એક વિશાળ લશ્કર સાથે માળવાના પાયતખ્ત (રાજધાની) 'ધારા' પર આક્રમણ કરવાના ઈરાદા સાથે કુચ કરી, આ તરફ માળવાના સુલતાન ‘હુશંગશાહ’ પણ તેનો સામનો કરવા તત્પર થયો હોતો, બન્ને લશ્કર વચ્ચે જોરદાર યુદ્ધ ચાલે છે, આ યુદ્ધ દરમિયાન સુલતાન ‘હુશંગશાહ’ લડાઈમાંથી નાસીને પોતાના 'ધારા' ના કિલ્લામાં જતો રહે છે, ગુજરાત સુલતાન મુઝફ્ફરશાહ તરફથી જોરદાર આક્રમણ ના કારણે સુલતાન ‘હુશંગશાહ’ને શરણે થવા ફરજ પડે છે, સુલતાન ‘હુશંગશાહ’ અને તેના વફાદાર અમીરો તથા સાથીદારોને કેદ કરવામાં આવ્યા હતા, આમ થવાના કારણે માળવા પર ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહનું શાસન સ્થાપિત થયુ હતુ, બાદમાં માળવામાં ગુજરાતના સુલતાનના નામના સિક્કા પણ ચાલુ થયા હતા.

માળવા પર ગુજરાત સુલતાન મુઝફ્ફરશાહના શાસન બાદની પરિસ્થિતિ

માળવા ફતેહ કર્યા બાદ ગુજરાત સુલતાન મુઝફ્ફરશાહ દ્વારા ત્યાં ‘શમ્સખાન’ની હાકેમ તરીકે નિમણુક કરવામાં આવી હતી, કેદમાં આવેલ માળવાના સુલતાન ‘હુશંગશાહ’ને ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહે તેના પોત્ર તથા જાહેર કરેલા વલીઅહદ ‘અહમદખાન’ની દેખ-રેખમાં સોપવામાં આવ્યો હતો, આ તરફ માળવામાં નીમવામાં આવેલ હાકેમ ‘શમ્સખાન’ની કામગીરી એકતરફી અને જુલ્મી હતી જેથી સ્થાનિક પ્રજા અને ત્યાંના સેનીકો તેનાથી અતિ નારાજ હતા અને ગુસ્સે પણ હતા,  સેનીકોએ હેરાન થઈને આખરે માળવાના હાકેમ ‘શમ્સખાન’ને 'ધારા'ના કિલ્લા અને માળવાની હદમાંથી તગડી મુક્યો હતો, બાદમાં પ્રજા અને સેનીકોએ સાથે મળીને માળવાના સુલતાન ‘હુશંગશાહ’ના કુટુંબી ભાઈ 'મૂસાખાન'ને માળવાનો સુલતાન બનાવ્યો હતો, આ સમગ્ર હકીકતના સમાચાર ગુજરાતના સુલ્તાનને મળ્યા માટે તેને ગુસ્સો આવ્યો.

ગુજરાત સુલતાન મુઝફ્ફરશાહના વલીઅહદ ‘અહમદખાન’ની કામગીરી

ઈ.સ.1409 મુઝફ્ફરશાહને તેના પોત્ર તથા સલ્તનતના વલીઅહદ ‘અહમદખાન’ દ્વારા કેદમાં રહેલા ‘હુશંગશાહ’નો વિનંતી પત્ર મળે છે જેમાં ‘હુશંગશાહ’ જણાવે છે કે તેનો ભાઈ ગદ્દાર છે તે સલ્તનત સાથે દગો કરીને સુલતાન બન્યો છે જો તમો મને માફી આપો તો હું આપનો આભારી રહીશ અને જીવનભર આપની તાબેદારી ઉઠાવીશ, આ હકીકતો અને પ્રદેશની સ્થિતિ અને પ્રજાના હિતને ધ્યાને લઈને ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહે ‘હુશંગશાહ’ની વિનંતીને માન્ય રાખી હતી, અને તેને મુક્ત કરવામાં આવ્યો હતો ઈ.સ.1409 માં ગુજરાત સલ્તનતના વલીઅહદ ‘અહમદખાન’ને મુખ્ય સેનાપતિ તરીકે નીમીને એક બળવાન લશ્કર સાથે મુક્ત કરાયેલા ‘હુશંગશાહ’ સાથે માળવા તરફ રવાના કરવામાં આવ્યો હતો, આગળ જતા ‘અહમદખાન’ દ્વારા માળવાના અનેક પ્રદેશો જીતી લેવામાં આવ્યા હતા, અને તેનો કબજો ‘હુશંગશાહ’ને સોપવામાં આવે છે, આમ ક્રમસર માળવા પર જીત મેળવીને વલીઅહદ ‘અહમદખાન’ માળવાની હુકુમત ‘હુશંગશાહ’ને ફરીથી સોપીને  પોતાની જવાબદારી સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત સલ્તનતના પાયતખ્ત (રાજધાની) ‘અણહિલવાડ પાટ્ટણ’ પરત ફરે છે.

ઈ.સ.1410 સુલતાન મુઝફ્ફરશાહનું અવશાન

સુલતાન મુઝફ્ફરશાહ વૃદ્ધ અવસ્થામાં બીમાર રહેતો હોય છે આ કારણે સલ્તનતનો વહીવટ કરવા તે અશક્તિમાન રહેવા લાગે છે, આ બાબતે ગંભીરતા દાખવી અગાઉ જાહેર કરેલા સલ્તનતના વલી અહદ (રાજ્યનો વારસ) પોતાના પોત્ર ‘અહમદખાન’ને વિવિધ કામગીરીઓ  સોપીને સુલતાન બનવા લાયક બનાવ્યો હતો,  ઈ.સ.1410માં  મુઝફ્ફરશાહ દ્વારા ‘અહમદખાન’ને ‘નાસીરૂદ્દીન અહમદશાહ’ ખિતાબ એનાયત કરીને તખ્ત પર બેસાડવામાં આવ્યો હતો બાદમાં ‘મુઝફ્ફરશાહ’ પોતે સલ્તનતની જવાબદારીમાંથી નિવૃત થયો હતો, ગુજરાત સુલતાન ‘અહમદખાન’ના તખ્ત પર બેઠા બાદ સાડા 5 મહિના બાદ ‘મુઝફ્ફરશાહ’નું અવસાન થયું હતું. તેને ‘અણહિલવાડ પાટ્ટણ’ માં દફન કરવામાં આવ્યો હતો.

સુલતાન મુઝફ્ફરશાહ (ઝફરખાન)

ગુજરાતના નાઝિમ તરીકે ઝફરખાને સુંદર કામગીરી કરેલી, તે યુદ્ધનીતિ, રાજનીતિ, માં ચતુર અને કાબેલ હતો, તેણે દિલ્હી સલ્તનત સાથે પૂરી વફાદારી નિભાવી હતી, તેણે તેના પુત્ર ‘તાતારખાન’ ની દિલ્હી સલ્તનત સાથે દગો કરીને સુલતાન બનવાની યોજનાનો ક્યારેય સ્વીકાર કર્યો નહોતો, ‘તાતારખાન’ના મૃત્યુ બાદ પોતે સુલતાન બની શકે એ શક્ય હોવા છતાં તેણે એવું નહોતું કર્યું, તેણે પોતાના આસપાસના રાજ્યો સાથે સુમેળભર્યા સબંધો જાળવી રાખ્યા હતા. તેના શાસનકાળ દરમિયાન ચોરી -  લુંટફાટ ના બનાવો નહિવત હતા.

Post a Comment

0 Comments