Gujarat Sultanate Independent rule by Muzaffar Shah
April 24, 2023
ઈ.સ.1400 ગુજરાતના નાઝિમ પદ્દ પર “ઝફરખાન”
ઈ.સ.1400 માં ઇડ્ડર પર વિજય મેળવીને ‘ઝફરખાને” સોમનાથ પર વિજય મેળવવા ઈરાદો કર્યો, આ બાબતમાં તેણે એક લશ્કર સોમનાથ તરફ રવાના કર્યું અને તે પોતે પણ પાછળથી સોમનાથ તરફ રવાના થયો, અને ઈ.સ.1401-02 માં સોમનાથ ખાતે બન્ને લશ્કરો વચ્ચે જોરદાર લડાઈ જામી આ લડાઈમાં સોમનાથ ના હિંદુ લશ્કરે ‘ઝફરખાન’ના લશ્કર સામે બરાબર સામનો કર્યો પણ તેઓ ‘ઝફરખાન’ના લશ્કર સામે ફાવ્યા નહીં પરિણામે તેઓ લડાઈના મેદાનમાંથી દીવ તરફ નાસી છુટ્યા અને સોમનાથનો સપૂર્ણ કબજો ‘ઝફરખાન’ના લશ્કરના હાથ આવ્યો.
‘ઝફરખાન’ આ લડાઈમાં વિજયી થયા, નાસી છુટેલા સોમનાથના હિંદુ સેનીકો નો ‘ઝફરખાન’ ના સેનીકોએ પીછો કર્યો અને જે કોઇપણ પકડાયા તેમની કતલ કરવામાં આવી અને સોમનાથના લશ્કરના સેનાપતિ ને પકડી લેવામાં આવ્યો જેને બાદમાં હાથીના પગ નીચે કચડી મારી નાખવામાં આવેલો. દીવમાં ‘ઝફરખાન’ દ્વારા એક ભવ્ય મસ્ઝીદ નું નિર્માણ કરવામાં આવ્યું, ‘ઝફરખાને’ દીવમાં રક્ષણ થાય એ માટે એક લશ્કરની ત્યાં નિમણુક કરી. બાદમાં ‘ઝફરખાન’ને પોતાના અંકુશ તળે બધું વ્યવસ્થિત જણાતા તે પાટનગર ‘અણહિલવાડપાટ્ટણ’ ખાતે પરત આવ્યો હતો.
આ તરફ દિલ્હી માં તીમૂરના આક્રમણ ના કારણે અસ્ત-વ્યસ્ત થયેલી હકુમત માં જુદા-જુદા બળવાઓ ફાટી નીકળ્યા હતા, આ તકે વિવિધ પ્રદેશોના મુખ્ય હાકેમો એ પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યા, આ બાબતમાં ‘ઝફરખાને’ પણ ગુજરાત પર સ્વતંત્ર શાસન ચાલુ કરી દીધું હતું, આ બધા સંજોગો ના કારણે ‘દિલ્હી’ અને ગુજરાત વચ્ચેનો સલ્તનત નો સબંધ કાયમના માટે તૂટી ગયો હતો. અને આગળ જતા ગુજરાતમાં સ્વતંત્ર ‘ગુજરાત સલ્તનત’ની સ્થાપના થયેલી હતી.
0 Comments
Do not post any dirty comments here