ઈ.સ.1392 ગુજરાતના નાઝિમ પદ પર ઝફરખાન
ઈ.સ.1392 માં ‘ઝફરખાને’ ગુજરાતના નાઝિમ તરીકે પોતાના કાર્યકાળની શરૂઆત કરેલી, બળવાખોર ‘મલેક મુફ્ફ્રર્ર્હ’નું લડાઈમાં મોત થવાથી તેના તમામ મળતિયાઓ તથા સાથીદારો વેરવિખેર થયા હતા અને ગુજરાતમાં શાંતિનો માહોલ કાયમ થયો હતો.ખંભાતમાં નાલાયક ગદ્દાર બળવાખોરોના કારણે ત્યાના વેપારીઓ તથા ત્યાના સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ બાબતમાં ‘ઝફરખાન’ને ઘણી ફરિયાદો મળતા તે પોતે ખંભાત ગયો અને યોગ્ય કડક કાર્યવાહી કરીને ત્યાં એક હાકેમની નિમણુક કરેલી જેથી ત્યાનો વહીવટ વ્યવસ્થિત થવા લાગ્યો તથા ત્યાના વેપારીઓ અને સ્થાનિક લોકોને રાહત મળી હતી. ‘ઝફરખાને’ ગુજરાતમાં દરેક જગ્યાએ પોતાના વિશ્વાસુ માણસોની ગોઠવણ કરેલી તથા ચોક્કસ જગ્યાઓ પર ચેક પોસ્ટની રચના કરેલી, ‘ઝફરખાન’ એ કુશળ અને બુદ્ધિશાળી સેનાપતિ હતો તેણે આસપાસના રજપૂત ઠાકોરો તથા રાજાઓ માળવાના શાસકો ને પોતાના અંકુશમાં રાખેલા.
ઝફરખાન’ દ્વારા ઇડ્ડર પર સતત આક્રમણ
વારંવાર
થયેલી સમજુતીનો ‘ઇડ્ડર’ ના ‘રાવ રણમલ્લ’ દ્વારા ભંગ કરવામાં આવતા ‘ઝફરખાને’
‘ઇડ્ડર’ ના ‘રાવ રણમલ્લ’ને નશ્યત કરવા મક્કમ પણે નિર્ણય કર્યો હતો તેણે ઈ.સ.1400માં ફરીથી ત્રીજી વખત ‘ઇડ્ડર’ પર જોરદાર આક્રમણ કર્યું, ‘રાવ રણમલ્લ’ દ્વારા સામનો કરવામાં આવ્યો પણ તે ‘ઝફરખાન’ની
કુશળ યુદ્ધ નીતિના કારણે ફાવ્યો નહીં જેથી તે ‘ઇડ્ડર’ની લડાઈ માંથી નાસીને ‘વિસનગર’
પહોચી ગયો, આમ ‘ઇડ્ડર’ની
લડાઈમાં ‘ઝફરખાન‘નો વિજય થયો હતો, બાદમાં 'ઝફરખાન' દ્વારા ‘ઇડ્ડર’ના
કિલ્લામાં પોતાના વિશ્વાસુ લોકોની સંરક્ષક તરીકે નિમણુક કરવામાં આવેલી.
ઈ.સ.1393માં ‘ઝફરખાને’ ‘ઇડ્ડર’ પર આક્રમણ કર્યું તેના કારણો એ હતા
કે ‘ઇડ્ડરના રાવ રણમલ્લ’ દ્વારા દિલ્હી સલ્તનતને મોકલવાની થતી ખંડણી મોકલેલી નહોતી, તથા તેણે સલ્તનત વિરુધ્ધ અવારનવાર ખંડણી નહીં મોકલવાની
કુચેષ્ઠા પણ કરેલી, જેથી તેના વિરુધ્ધ
સલ્તનતમાં ઘણો રોષ હતો.
‘ઝફરખાને’ કરેલા આક્રમણનો સામનો ‘ઇડ્ડરના રાવ રણમલ્લ’ દ્વારા
કરવામાં આવેલો પરંતુ ‘ઝફરખાને’ વાપરેલી વ્યૂહરચના ના કારણે ‘ઇડ્ડરના રાવ રણમલ્લ’ને
કિલ્લામાં ભરાયેલા રહેવા ફરજ પડી, અને બીજી તરફ
કિલ્લામાં રહેલ અનાજનો પુરવઠો સમાપ્ત થવાની સ્થિતિમાં હતો જેથી અનાજની પૂર્તતા
મુશ્કેલ બની હતી તથા ‘ઝફરખાને’ ઇડ્ડરના કિલ્લાને ચારો તરફથી ઘેરી લીધેલો હતો, આમ બધા પ્રતિકુળ સંજોગોને ધ્યાને લઈને ‘ઇડ્ડરના રાવ રણમલ્લ’
‘ઝફરખાન’ના શરણે આવ્યા અને બન્ને વચ્ચે એ સમજુતી થયેલી કે ‘ઇડ્ડરના રાવ રણમલ્લ’
ખંડણી ભરપાઈ કરશે અને દિલ્હી સલ્તનતને વફાદાર રહેશે આમ આ લડાઈ સમાપ્ત થઈ હતી.
દિલ્હી પર તીમૂર લંગ નું આક્રમણ ઈ.સ.1398
દક્ષીણ એશિયાના અનેક દેશો પર જ્વલંત વિજય મેળવી તિમિર લંગની નજર હિન્દુસ્તાન તરફ અહીની વિપુલ ધન-સંપતી પર મંડાયેલી હતી તેણે બહુ ઝડપી નિર્ણય કરીને ઈ.સ.1398માં દિલ્હી પર જોરદાર આક્રમણ કર્યું તેણે દિલ્હી માં બેરહેમી પૂર્વક ખૂનરેજી કરીને દિલ્હી ને લુંટ્યું અને દિલ્હી સલ્તનત નો પાયો હચમચાવી નાખ્યો,
આ તરફ ગુજરાતના નાઝીમ ઝફર ખાન ઇડ્ડરના રાવ રણમલ સાથે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે તેઓને દિલ્હી પર તેમુર ના આક્રમણ ના સમાચાર મળ્યા ઝફરખાને આ બાબતની ગંભીરતા સમજી અને ઇડ્ડરના રાવ રણમલ સાથે સુલેહ કરી અને તે પોતાના સર્વ લશ્કર સાથે અણહિલ વાડ પાટ્ટણ પરત ફર્યો , ઝફરખાન ને આગળ દિલ્હી માં શું થશે તેની ખેવના હતી વાસ્તવમાં ઝફરખાન દિલ્હી સલ્તનતનો વફાદાર હતો દિલ્હીથી નાશીને પરેશાન હાલતમાં આવેલા નિરાધાર લોકોની ઝફરખાન દ્વારા પુરતી મદદ કરવામાં આવી હતી
એ સમયે ‘દિલ્હી’ પર
‘સુલતાન નાસિર્રુદ્દીન મહમુદશાહ’નું શાસન હતું, ‘સુલતાન મહમુદશાહ’ તીમૂર લંગ’ના દિલ્હી પર આક્રમણ ના કારણે
નાસીને ગુજરાત આવ્યો હતો ‘ઝફરખાન’ દ્વારા ‘સુલતાન મહમુદશાહ’ને આવકાર આપવામાં આવેલો
અને શાહી રીતે તેને માન આપવામાં આવ્યું હતું, ‘સુલતાન’નો ઈરાદો એ હતો કે ગુજરાત માંથી લશ્કર એકત્ર કરવું
અને બાદમાં ‘દિલ્હી’ પર ફરીથી કબજો અને સત્તાની સ્થાપના કરવી, ‘સુલતાને’ તેના આ ઈરાદા વિશે ‘ઝફરખાન’ પાસે મદદ માંગી પણ
‘ઝફરખાન’ હોશિયાર અને કુશળ સેનાપતિ હોય તેણે ‘સુલતાન’ને સ્પસ્ટ શબ્દોમાં મદદ નહી
કરવા જણાવ્યું જેથી ‘સુલતાને’ નિરાસા સાથે ગુજરાતથી માળવા તરફ પ્રયાણ કર્યું હતું.
0 Comments
Do not post any dirty comments here