Gujarat Under Sultan Firozshah Tughluq Rule


Sultan Firozshah

ઈ.સ.1372 ‘સુલતાન ફિરોઝશાહ તુગલુક’ના શાસનમાં અશાંતિ

‘સુલતાન ફિરોઝશાહ’ના શાસન દરમિયાન ઈ.સ.1372માં અશાંતિનો માહોલ ઉત્પન્ન થયેલો, તેના કારણો એ હતા કે ‘સુલતાન’ના વફાદાર વજીર ‘મલેક મકબુલ’ (ખાન-એ-જહાં)નું અવસાન થયું હતું. સુલતાને ‘મલેક મકબુલ’ની જગ્યા પર તેના પુત્ર ‘જોના શાહ’ની વજીર તરીકે નિમણુક કરેલી, ઉપરાંત ‘સુલતાન ફિરોઝશાહ’ના બે બાળ શાહ્ઝાદાઓનું અવસાન થયું હતું. સુલતાન વૃદ્ધ હતો એવા સમયે તેની સામે ‘બળવા’ની શરૂઆત થયેલી, ‘સુલતાન’ના ત્રીજા શાહ્ઝાદા ‘મોહમ્મદખાન’ અને નિમણુક પામેલા વજીર ‘જોનાશાહ’ વચ્ચે સત્તા મેળવવા કાવતરાઓ રચવામાં આવી રહ્યા હતા, તથા ‘સુલતાન ફીરોઝશાહે’ તેના ત્રીજા શાહ્ઝાદા ‘મોહમ્મદખાન’ને ‘’નાસિરૂદ્દીન' ખિતાબ સાથે વલી અહદ (વારસ) તરીકે જાહેર કર્યો, વજીર ‘જોનાશાહ’ ખાનગી રાહે વલીઅહદ (રાજ વારસ) ‘મોહમ્મદખાન’નો ઘોર વિરોધી હતો તથા તે પ્રપંચ કરીને ‘મોહમ્મદખાન’ને પોતાના સત્તા મેળવવાના રસ્તાપરથી દુર કરવા કાવતરાઓ કરતો હતો. આમ આવી સ્થિતિના કારણે અશાંતિનો માહોલ ઉત્પન્ન થયો હતો.

ઈ.સ.1387 સુલતાન ફિરોઝશાહ’ ના વારસ ‘’નાસિરૂદ્દીન ‘મોહમ્મદખાન’ની રણનીતિ

વલી અહદ (રાજ વારસ) ‘મોહમ્મદખાને’ સલ્તનતના કામમાં ધ્યાન આપવાનું ચાલુ કર્યું અને ‘ગુજરાતના નાઝિમ પદ પરથી ‘મલેક મુફર્રહ’ને દુર કરી તેની જગ્યા પર ‘’મલેક યાકુબ’ને ‘સીકંદરખાન’નો ખિતાબ આપી ગુજરાતના નાઝિમ તરીકે તેની નિમણુક કરી તથા તેને એક લશ્કર આપી પોતાનો નાઝિમ પદ સંભાળી લેવા ગુજરાત રવાના કર્યો, આ તરફ ‘મલેક મુફર્રહ’ની કામગીરી વ્યુહાત્મક હતી તેણે ગુજરાતના અમીરોનો વિશ્વાસ પ્રાપ્ત કરેલો. ‘મલેક મુફર્રહ’ને નાઝિમ પદ્દ છોડી દેવાના અમાચાર મળ્યા ત્યારે તેણે પોતાનું વલણ સ્પસ્ટ કરી નાઝિમ પદ્દ નહીં છોડવા દ્રઢનિર્ધાર કર્યો હતો જેથી આગળના સમયમાં ‘મલેક મુફર્રહ’ અને ’મલેક યાકુબ’ વચ્ચે લડાઈ થયેલી જેમાં ‘મલેક મુફર્રહ’નો વિજય થયો હતો અને લડાઈ દરમિયાન ‘મલેક યાકુબ’ને કતલ કરવામાં આવેલ, આમ વલીઅહદ (રાજ વારસ) ‘મોહમ્મદખાન’ને તેના પ્રથમ નિર્ણયમાં નિષ્ફળતા મળી.

સુલતાન ફિરોઝશાહ’નું મૃત્યુ -પુત્ર ‘’નાસિરૂદ્દીન ‘મોહમ્મદખાન’ની બેદરકારી

‘મોહમ્મદખાન’ પોતાને સત્તા મળતા બેદરકાર બન્યો હતો તથા ‘સલ્તનત’ના કામકાજ પ્રત્યે પણ તે બેદરકાર રહેવા લાગ્યો હતો, ‘સલ્તનત’ના વફાદાર અમીરો તથા ‘સલ્તનત’ના હિતેચ્છુ લોકોએ તેને સજાગ થવા ચેતવ્યો હોવા છતાં પણ તેણે કોઈ ગંભીરતા દર્શાવી નહોતી, જેથી ‘સલ્તનત’નો વહીવટ અસ્થિર બન્યો હતો. આમ તેની બેદરકારીના કારણે ‘બળવાખોરો’ને કાવતરાઓ કરવા પૂરી તક મળી હતી, આખરે ‘સુલતાન ફિરોઝશાહ’ના વલીઅહદ (રાજ વારસ) ‘મોહમ્મદખાન’ને બળવાખોરોએ કાવતરું કરી નાશી છુટવા મજબુર કર્યો હતો, ‘મોહમ્મદખાન’ પોતાની જાન બચાવવા ખાનગી જગ્યાએ નાશી છુટ્યો ત્યારબાદ થોડા સમય બાદ ઈ.સ.1388ના સપ્ટેમ્બરમાં ‘સુલતાન ફિરોઝશાહ તુગલુક’નું અવસાન થયું હતું.

 સુલતાનના મૃત્યુ બાદ તેના પરિવારમાં સત્તા મેળવવા ઝઘડાઓ થવા લાગ્યા અને સલ્તનતનો અંત આવે એવો માહોલ સર્જાયો, એ દરમિયાન પંજાબના અમીરો તથા વફાદાર લોકો અને બીજા સાથીદારોએ સાથે મળીને ‘સુલતાન ફિરોઝશાહ’ના વલીઅહદ (રાજ વારસ) ‘મોહમ્મદખાન’ને જરૂરી મદદ કરી જેના કારણે શાહ્ઝાદો ‘મોહમ્મદખાન’ ઈ.સ.1390 માં તખ્ત પર બેઠો.

ઈ.સ.1390 ‘સુલતાન ‘મોહમ્મદખાન તુગલુક’

ઈ.સ.1390માં ‘મોહમ્મદખાન’ ગાદીનશીન થયો અને તેણે શાસનની કામગીરીનો આરંભ કર્યો, સુલતાન ‘મોહમ્મદખાને’ ગુજરાતમાં નાઝિમ ‘મલેક મુફર્રહ’એ કરેલી બગાવત ને યાદ રાખીને કડક ફરમાનો બહાર પાડ્યા હતા, કારણ કે ‘મલેક મુફર્રહે’ ‘સલ્તનત’ની અશાંત સ્થિતિનો બહુજ ગેરલાભ ઉઠાવ્યો હતો, તેણે સ્થાનિક રજપૂતો, અને ઠાકોરો સાથે મળીને પોતાની આપખુદ સત્તા સ્થાપવા પ્રયાસો આદર્યા હતા તથા રાજકીય માહોલ અશાંત હોવાના કારણે તેણે ગુજરાતનું તેનું નાઝિમ પદ પણ જાળવવી રાખ્યું હતું, ઉપરાંત તેણે રાબેતા મુજબ જે મહેસુલ સલ્તનતમાં જમા કરાવવું પડે તે પણ જમા કરાવ્યું નહોતું, આ ઉપરાંત ગુજરાતની જનતા પણ તેની કામગીરીથી નારાજ હતી, આમ ‘મલેક મુફર્રહ’ને ઠેકાણે પાડવા માટેના બધા કારણો ઉત્પન્ન થયા હતા.

Post a Comment

0 Comments