Humayuns Tomb Delhi UNESCO World Heritage Site

Humayuns Tomb

ભારતની એતિહાસિક ધરોહર (વર્લ્ડ હેરીટેજ સાઈટ) 'હુમાયું નો મકબરો'

                      ''બાબર'' મધ્ય એશિયા થી અહી આવ્યો હતો, ''બાબરે'' પ્રથમ ઉજ્બેકિસ્તાન માં સમરકંદ પર વિજય મેળવવા પ્રયત્ન કરલ પણ તેમાં બાબર અસફળ રહ્યો ત્યાર બાદ બાબરે ભારત તરફ નજર દોડાવી ''બાબરે'' ઈ.સ.1526 માં 'પાણીપત'ના યુંધ્ધ માં ''સિકદર'' લોધીના પુત્ર એવા લોધી વંશના અંતિમ શાસક ''ઈબ્રાહીમ લોધી'' ને હરાવીને ભારતમાં દિલ્હીમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું અને એ રીતે ભારતમાં મોગલ શાસનની શરૂઆત થયેલ, ભારતમાં ચાર વર્ષ શાસન ચલાવ્યા બાદ ઈ.સ.1530માં ''બાબરનું'' બીમારીના કારણોસર આગ્રામાં મૃત્યુ થયું, પ્રથમ ''બાબર''ને આગ્રા સ્થિત એક બાગમાં દફન કરવામાં આવેલ તેના 9 વર્ષ બાદ ''બાબર''ના શબને ''કાબુલ'' (અફઘાનિસ્તાન) માં “બાગ-એ-બાબર” માં ફરીથી દફન કરવામાં આવેલ,

ઈ.સ.1530 ''હુમાયું'' રાજ-ગાદી પર

''બાબર'' ના મૃત્યુ બાદ ઈ.સ.1530 માં ''બાબર''નો પુત્ર ''હુમાયું'' રાજ-ગાદી પર બેઠો, ''હુમાયું'' એ સમયે માત્ર 24 વર્ષનો હતો અને શરૂઆતના વર્ષોમાં નવા સ્થાપેલા મોગલ સમ્રાજય ને ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો ''હુમાયુ''એ દિલ્હીમાં આશરે ઈ.સ.1533માં ''દિન-પનાહ'' નામના શહેરનો પાયો નાખ્યો આ શહેર એક કિલ્લાની અંદર વસાવવામાં આવ્યું હતું આ કિલ્લાને આજે આપણે “પુરાના કિલ્લા” નામથી જાણીએ છીએ શાસન ચલાવવાના થોડા વર્ષો બાદ ઈ.સ.1539માં '' શેરસાહસૂરી'' એ ''હુમાયુ'' ને પ્રથમ “”ચોસા”” ના યુધ્ધમાં અને ત્યાર બાદ ઈ.સ.1540માં  “કન્નોજ” ના યુધ્ધમાં હરાવેલ, આ પછી ''હુમાયુ'' એ ભારત છોડી ‘’ફારસ” (ઈરાન) માં શરણ લીધું અને હતું ઈ.સ.1540 થી ઈ.સ.1545 સુધી ''શેરસાહ સૂરી'' એ દિલ્હી પર શાસન કર્યું જો કે ''શેરસાહ સૂરી'' નું ઈ.સ.1545માં મૃત્યુ થયું હતું,     

         'હુમાયું'' ભારત છોડ્યા બાદ 15વર્ષ સુધી ‘’ફારસ” (ઈરાન) ખાતે રહેલ ઈ.સ.1555માં ''હુમાયું'' એ ઈરાનના “સફવી” વંશની સેનાની મદદ થી ભારત પરત ફરીને દિલ્હીના સુલતાન ''સિકન્દર શાહ સૂરી'' ને હરાવીને ફરીથી મોગલ શાસનની સ્થાપના કરી હતી, પણ તેની તકદીરમાં કૈક અલગ લખેલું હતું ઈ.સ. 1556માં ''હુમાયું'' ''દિન-પનાહ'' ખાતેની પોતાની લાઈબ્રેરી થી પુસ્તકો હાથમાં લઈને સીડીથી ઉતરતી વખતે અકસ્માતે પડી જતા તેનું મૃત્યુ થયું હતું, 

આશ્ચર્યજનક વાત એ છે કે આજે આપણે જે મકબરો જોઈએ છીએ ત્યાં ખરેખર ''હુમાયુ'' ને પ્રથમ દફનાવવામાં આવેલ નહોતો ઈ.સ. 1556ની જાન્યુઆરીમાં ''હુમાયુ'' ના મૃત્યુ બાદ ''હુમાયુ'' ને પહેલા “પુરાના કિલ્લા” ખાતે દફનાવવામાં આવેલ,પરંતુ ઈ.સ. 1556માં ''આદીલ શાહ'' સુરીના મુખ્ય સેનાપતિના હુમલા ના કારણે ''હુમાયુ'' ના શબને પંજાબ ના ''સરહિન્દ'' ખાતેના એક કાયમી શાહી મકબરામાં દફન કરવામાં આવેલ એમ કહેવામાં આવે છે કે ''હુમાયુ'' ને તેના પુત્ર અને ઉતરાધિકારી એવા ''મહાન-અકબરે'' પહેલા ''દિન-પનાહ'' માં અને ત્યારબાદ ઈ.સ.1571 માં આજના ''હુમાયુ'' ના મકબરો બનતા ત્યાં દફન કરાવેલ.                                                                                                  19મી સદીના વિદ્વાનો ના મતે ''હુમાયુ'' ના મકબરા નું નિર્માણ કાર્ય ઈ.સ.1565માં ''મહાન-અકબર''ના શાસન કાળમાં શરુ થયું હતું, ''હુમાયુ'' નો મકબરો બનાવવાનો આદેશ ''હુમાયુ''ની પત્ની ''હમીદાબાનો'' બેગમ દ્વારા આપવામાં આવેલો આ ભવ્ય મકબરાની સંરચના યોજના ''મહાન-અકબર'' દ્વારા કરવામાં આવેલી આ ભવ્ય મકબરાની અદભુત ડિજાઈન માટે ''મહાન-અકબરે'' જુદા-જુદા દેશોના નિપુણ કારીગરોને કાર્ય સોપેલું,એ સમયે ''હુમાયુ'' નો મકબરો માત્ર ''હુમાયુ'' ની યાદ માટે નહી પણ મોગલ સમ્રાજય ની વધતી રાજનેતિક અને સાંસ્કૃતિક તાકાત નો પ્રતિક પણ હતો આ મકબરો ભારતમાં પોતાની ભવ્યતા સાથે એક બેનમુન મકબરો તો છે જ સાથે-સાથે આ મકબરાની પોતાની ઘણી વિશેષતાઓ પણ છે આ કારણોસર આ મકબરાને ખુબ જ મહત્વ આપવામાં આવેલું,આ મકબરાની જમીન પસંદ કરવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવેલું છે, આ જગ્યા પહેલા સુફી સંત ''હઝરત નીઝામુદિન ઓલિયા'' ની દરગાહ થી માત્ર 650 મીટર દુર હતી અને આ જગ્યાથી 'દિન-પનાહ' શહેર પણ ફક્ત 1 કિલોમીટર ના અંતરે આવેલું છે આ સિવાઈ પણ આ જગ્યા યમુના નદીના કિનારે પણ છે, હાલમાં આ ''હુમાયુ'' નો મકબરો સુફી સંત ''હઝરત નીઝામુદિન ઓલિયા'' ની દરગાહ પાસે અન્ય મોગલ સ્મારકો થી ધેરાયેલ છે

            "હઝરત નીઝામુદ્દીન ઓલિયા દરગાહ"  દિલ્હી           

''હુમાયું''નો મકબરો ભારતમાં મોગલો નો પ્રથમ ભવ્ય મકબરો હતો, ત્યારબાદ બનેલા કેટલાક મોગલ સ્મારકો પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે,આ સ્મારકોમાં ''શાહજહાં'' દ્વારા નિર્માણ પામેલ ''તાજમહેલ'' પણ સામેલ છે, ''હુમાયુ''નો મકબરો મોગલ શિલ્પ-કળા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, આ શિલ્પ-કળા ઈરાની વાસ્તુ-કળા થી પ્રેરિત હતી, આવડા-મોટા ભવ્ય સ્મારક ને બનાવવા માટે “મીરાક મિર્જા ગ્યાસ” નામના વાસ્તુકાર ને નિયુક્ત કરવામાં આવેલ આ વાસ્તુકારને અફઘાનિસ્તાનમાં હરાત અને બુખારા માં ઈરાની સ્મારક બનાવવાનો ખાસ અનુભવ હતો,આ ઉપરાંત ભારતમાં પણ કેટલાક ભવનો ની ડિજાઈન આ વાસ્તુકારે બનાવેલ હતી, પણ દુર્ભાગ્યવશ આ મકબરો બને એ પહેલા જ આ વાસ્તુકાર “મીરાક મિર્જા ગ્યાસ” નું અવસાન થયું ત્યારબાદ તેના પુત્ર “”સય્યદ મોહમ્મદ”” એ આ ભવ્ય નિર્માણ ની કામગીરી સંભાળેલી.

                  ''હુમાયુ'' નો મકબરો તેની વાસ્તુ-કળા માટે બેનમુન છે અને તેની ઘણી વિશેષતાઓ છે આખા ભારતમાં તે સમયે આ સૌથી મકબરો હશે, આ મકબરો એક ચબુતરા પર ઉભો છે ચબુતરા ના ચારે તરફ ૫૬ નાના મહેરાબ આવેલા છે ''હુમાયું'' નો મકબરો ચાર-બાગ ડિજાઈન નું બેનમુન ઉદાહરણ છે ચાર-બાગ એ એક એવો બાગ છે જેમાં ચાર દિશામાં ચાર પાણીની નહેરો હોય છે. આ બગીચો પુરા સ્મારકની રોનક માં ચાર-ચાંદ સમાન છે. મકબરામાં મુખ્યત્વે લાલ અને સફેદ રંગોનો ઉપયોગ કરવામાં આવેલ છે, આ લાલ-બલુઆ પથ્થરો આગ્રા પાસેના ''તંતપુર'' અને સફેદ "આરસ "સંગ-એ-મર-મર"ના પથ્થરો રાજસ્થાનના ''મકરાના'' થી મગાવવામાં આવેલા.

'હુમાયુ''નો મકબરો મોગલોની આરામગાહ

                                            એવું પણ કહેવામાં આવે છે કે આ ભવ્ય મકબરો બનાવવાનો ઉદેશ્ય એક રીતે મોગલોની આરામગાહ બનાવવાનો હતો, અહિયાં મોગલ શાહી પરિવારના 150 થી વધુ લોકો દફન છે બીજા કોઈ મકબરામાં મોગલ વંશના લોકોની આટલી કબરો નથી, મોગલ શાહી પરિવારના લોકો સિવાઈ અહી ''હુમાયુ''ની કબરની આસ-પાસ વધુ 'બાદશાહો', ''શાહજાદાઓ'', ''શહજાદીઓ'', અને તેમના સહાયકો ની પણ કબરો છે એમ પણ કહેવાઈ છે કે આ મકબરાની અન્ય જગ્યાએ ''હુમાયુ''ની પત્નીઓ “”હાજી બેગમ”” અને બીજી પત્ની ''મહાન-અકબર'' ની માતા “” હમીદા બાનો બેગમ” પણ દફન છે,આ સિવાઈ આ ભવ્ય મકબરામાં ''બાદશાહ'' ''જહાંદરશાહ'', ''ફરુખસિયર'',અને ''આલમગીર'' (દ્વિતીય) સહિત અન્ય મોગલ બાદશાહો ને પણ અહીજ દફનાવવામાં આવેલા છે, આ ભવ્ય મકબરામાં મોગલ શાસનના સમયમાં પવિત્ર ''કુરાન'' શરીફની પ્રતિલીપી, ''હુમાયુ''ની 'તલવાર', 'પાઘડી', અને બીજી અનેક ''હુમાયુ'' ની યાદગીરી રૂપી વસ્તુઓ રાખવામાં આવતી હતી આ વાતનો ખ્યાલ એક અંગ્રેજ વ્યાપારી “વિલિયમ ફિન્ચ” ના દસ્તાવેજ પરથી આવે છે કે જે ઈ.સ.૧૬૧૧ માં આ ભવ્ય મકબરામાં આવેલો હતો, ''હુમાયુ''ની તમામ કીમતી વસ્તુઓ લૂટીને અંગ્રેજો પોતાની સાથે લેતા ગયેલા. 

                     આ ભવ્ય મકબરા ને સમય અનુસાર ક્રમસર નુકશાન થયેલુ, આ મકબરાની મરમ્મત કરવાના આદેશ એ સમયના ભારતના વાઈસરોય ''લોર્ડ કર્જન'' દ્વારા ઈ.સ.1903-1909માં આપવામાં આવેલા. બાદમાં મરમ્મત નું કાર્ય શરુ થયું હતું, ''હુમાયું'' નો મકબરો ''યુનેસ્કો'' ની વિશ્વ ધરોહરની લીસ્ટમાં સામેલ છે, આ પરિસરમાં બીજા પણ મહત્વપૂર્ણ સ્મારકો છે, આ પરિસરની અંદર એક ''વાવ'' છે,એમ કહેવાઈ છે કે આ ''સરાઈ'' માં “”હાજી બેગમ” દ્વારા નિયુક્ત સહાયક અને શિલ્પકારો પણ રહેતા હતા, આ મકબરો બન્યા પહેલાના નું પણ ત્યાં એક સ્મારક છે,એક મકબરો અને મસ્જીદ ઈસાખાન છે,આ સ્મારક ઈ.સ.1547માં બનેલું છે, આ ''ઈસાખાન'' કે જે ''શેરસાહ સૂરી'' ના દરબારમાં અફઘાન વિદ્વાન હતો, “”હુમાયું નો મકબરો”” જેને મોગલોની ખ્વાબગાહ કહેવામાં આવતું હતું, આજે પણ પૂર્ણ ભવ્યતા સાથે આ ધરોહર ઉભું છે.આ ભવ્ય મકબરો એક વખત અવસ્ય જુઓ, આપ જાણશો કે આ એક એવી ઈમારત છે જે ભારતમાં મોગલોના ઇતિહાસમાં એક ખાસ મહત્વ દર્શાવે છે

Post a Comment

0 Comments