Historic Bai Harirs Vav Ahmedabad Grand Priceless Heritage

BAI HARIR VAAV
બાઈ હરિરની વાવ (પગથીયા વાળો કુઓ) અહમદાબાદ

આ વાવ અહમદાબાદથી 6 કી.મી. દુર અસારવા વિસ્તારમાં આવેલી છે. “બાઈ-હરિર” ની વાવ પર સ્થિત શિલાલેખ મુજબ આ વાવ ગુજરાત સલ્તનત ના 'સુલતાન મેહમુદ' બેગડા ના હરમમાં મુખ્ય દેખરેખ નું કામ સંભાળનાર “બાઈ-હરિર” સુલતાની દ્વારા ઈ.સ.1500 માં નિર્માણ થયેલી છે અને આ વાવ ના નિર્માણ પાછળ એ સમયના ત્રણ લાખ, નેવ્વું હજાર મોહમ્મદી સિક્કા નો કુલ ખર્ચ 'બાઈ-હરિરે' કરીને આ કલાત્મક બેનમુન વાવ નું નિર્માણ કરાવેલું છે. એવું  જાણવા મળે છે.

“બાઈ-હરિર”ની મસ્જીદ

આ “બાઈ-હરિર” ની વાવ (પગથીયા વાળો કુઓ) ની સામે જ “બાઈ-હરિર”ની સુંદર મસ્જીદ પણ આવેલી છે આ મસ્જીદનું નિર્માણ પણ “બાઈ-હરિર” દ્વારા કરવામાં આવેલ છે, તથા ત્યાંજ “બાઈ-હરિર”નો મકબરો પણ આવેલ છે, અહીં આવેલ મસ્જીદ તથા “બાઈ-હરિર”નો મકબરો બહુ મોટા સ્તરના નથી પરંતુ બન્ને સ્મારક ની ડીઝાઇન બેહદ સુંદર છે, મસ્જીદ ના બન્ને ગુંબદ ઇસ્લામીક વાસ્તુકળાના ઉતમ નમુના છે, જે બેહદ સુંદર કોતરણી વાળા મિનારાઓ પર સ્થિત છે, જેની શોભા અનેરી છે.એ સમયમાં વાવ એ માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં પરંતુ ત્યાંથી પસાર થતા વટેમાર્ગુ, મહેમાનોની આરામગાહ પણ હતી, બાઈ હરિર ની વાવની સીડીઓ એક તરફથી બીજી તરફ પસાર થાય છે અને દરેક સ્થળે ખુલી જગ્યાઓ તથા સુંદર મંડપોથી સુસજ્જ છે,

Post a Comment

0 Comments