Champaner Gujarat UNESCO World Heritage Site Grand Heritage

Champaner Pavagadh

ગુજરાતનું એતિહાસિક શહેર ચાંપાનેર વિશ્વ ધરોહર સ્થળ

ચાંપાનેર એક પુરાતાત્વિક શહેર છે કે જેને 2004માં “”યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ” નો દરજ્જો પ્રાપ્ત થયો છે

ચાંપાનેર  પુરાતત્વીય ઉદ્યાન

 આ વર્લ્ડ હેરિટેજ સાઈટ, ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તે ચાંપાનેરના ઐતિહાસિક શહેરની આસપાસ આવેલું છે, આ હેરિટેજ સાઈટ પાવાગઢની ટેકરીઓથી શરૂ થઈને ચાંપાનેર શહેર સુધી વિસ્તરેલી બુર્જ સાથેના કિલ્લાઓથી ભરેલી છે. બાગમાંના પુરાતત્વીય, ઐતિહાસિક અને જીવંત સાંસ્કૃતિક વારસાના સ્મારકો જેવા કે પ્રારંભિક હિંદુ રાજધાનીના પહાડી કિલ્લા અને ગુજરાત રાજ્યની 16મી સદીની રાજધાનીના અવશેષોનો સમાવેશ થાય છે. અહીં મહેલો, પ્રવેશદ્વાર અને કમાનો, મસ્જિદો, કબરો અને મંદિરો, અને પાણીના સ્થાપનો વાવ (પગથિયાં વાળો કુઓ) આવેલા છે, જે 14મી સદીના છે. ચાંપાનેર એ પ્રારંભિક ઇસ્લામિક અને પૂર્વ-મુઘલ શહેર કે જે કોઈપણ ફેરફાર વિના રહ્યું છે. તેને યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે અંકિત કરવામાં આવ્યું છે.

ચાંપાનેરનું નામ ચાંપાનેરના છેલ્લા ભીલ રાજા ચંપા ભીલના નામ પરથી રાખવામાં આવ્યું છે. અણહિલવાડ પાટણના વનરાજ ચાવડાના શાસન દરમિયાન (ઈ.સ. 806) ચાંપાનેર 1297 સુધી અણહિલવાડ હેઠળ હતું, તેઓ અલાઉદ્દીન ખલજી દ્વારા પરાજિત થયા હતા અલાઉદ્દીન ખલજી દ્વારા ગઢ બનાવવામાં આવેલ આ સમયગાળા બાદ ચૌહાણ રાજપૂત પણ ચાંપાનેરમાં સ્થાયી થયા હતા. પાવાગઢ ડુંગર હતો જ્યાં સોલંકી રાજાઓ અને ખીચી ચૌહાણોએ કિલ્લાઓ બનાવ્યા અને ત્યાંથી શાસન કર્યું.

ઈ.સ.1484  'સુલતાન મેહમુદ'નો  ચાંપાનેર પર વિજય

ઈ.સ.1482 ના ડીસેમ્બરની 12મી તારીખે  'સુલતાન મેહમુદે' ચાંપાનેર જીતી લેવાના ઈરાદા સાથે 'અહમદાબાદ'થી કુચ કરેલી, એ સમયે 'ચાંપાનેર' પર 'પતાઈ રાવળ' (જયસિંહ દેવ રાવળ' શાસન કરી રહ્યો હતો,  'સુલતાન મેહમુદે' ચાંપાનેર'ના કિલ્લા પર ઘેરાબંધી કરી હતી, બાદમાં 'સુલતાન મેહમુદ'  ના શાહી લશ્કર તથા સામે 'પતાઈ રાવળ' લા લશ્કર વચ્ચે ધીમી લડાઈ થયેલી, 'સુલતાન મેહમુદ'  દ્વારા 'ચાંપાનેર' પર લગભગ 20 મહિના સુધી ઘેરાબંધી કરવામાં આવેલી અને બાદમાં ઈ.સ.1484 ના નવેમ્બર માસની 21મી તારીખે 'સુલતાન મેહમુદે' 'ચાંપાનેર જીતી લીધું હતું. અને સમગ્ર 'ચાંપાનેર 'સુલતાન'ના કબજામાં આવ્યું હતુ.  

'સુલતાન મેહમુદે' 'ચાંપાનેર'ને પોતાના સ્થાપત્ય કળા ના પ્રબળ ઈરાદાઓથી અનેક મસ્જીદો, મકબરાઓ, મહેલો, વિવિધ દરવાજાઓ, કબુતરખાના, તથા કમાનો વિગેરે સ્થાપત્યોનું નિર્માણ કરીને પોતાની અમીટ છાપ છોડી હતી, 'ચાંપાનેર' માં 'સુલતાન મેહમુદ' દ્વારા નિર્માણ કરવામાં આવેલ સ્થાપત્યો એ બેનમુન કળા છે, જેની યુનેસ્કો દ્વારા નોંધ લેવામાં આવેલી અને ચાંપાનેરને “વર્લ્ડ હેરીટેજ સાઈટ” માં સામેલ કરવામાં આવેલ.

ચાંપાનેરમાં મુખયત્વે 'સુલતાન મેહમુદ' બેગડા દ્વારા કરવામાં આવેલી કિલ્લેબંધી, ગઢની દીવાલો અંદરના શાહી વિસ્તારો, વિવિધ દરવાજાઓ, તથા કિલ્લેબંધી બહાર મસ્જીદો, મહેલો, તથા મુગલો દ્વારા ઘોષિત “જહાંપનાહ” વિસ્તારનો સમાવેશ થાય છે.

'સુલતાન મેહમુદ' દ્વારા 'ચાંપાનેર' માં નિર્માણ કરવામાં આવેલ બેનમુન સ્થાપત્યો

ચાંપાનેરના મુખ્ય આકર્ષણો તથા વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ આકર્ષણો સાકર ખાનની દરગાહ, કસ્બીન તળાવ પાસે નગર દરવાજા, પૂર્વ અને દક્ષિણ બદ્ર દરવાજા, શહર કી મસ્જિદ (બોહરાની), માંડવી (ટેક્સ) હાઉસ, જામી મસ્જિદ, જામા મસ્જિદની ઉત્તર દિશાએ આવેલી વાવ (પગથિયાં વાળો કુઓ), કેવડા મસ્જિદ અને બાજુમાં એક અજાણી સેનિક યાદગાર, વાડા તલાવ પાસે ખજુરી મસ્જિદ, તથા ખજુરી મસ્જિદ જવાના રસ્તે મધ્યમાં મોટો ગુંબજ અને નાના ખૂણે ગુંબજ સાથેનો મકબરો, નગીના મસ્જિદ તથા ત્યાં આવેલ સેનિક યાદગાર, લીલા ગુંબજવાળી મસ્જિદ, વાડા તલાવના ઉત્તર કાંઠે કબૂતરખાનાનો મંડપ, કમાની મસ્જિદ, બાવામન મસ્જિદ, તથા બીજી પણ ઘણી  પુરાતત્વીય ભવ્ય ઈમારતો આવેલ છે.

                  'સુલતાન મેહમુદ' બેગડા દ્વારા બાંધવામાં આવેલી પાંચ મસ્જિદોમાં પૂર્વ દરવાજા પાસે જામી મસ્જિદ, વડોદરા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવેલ 114 સ્મારકોમાંની એક સૌથી નોંધપાત્ર મસ્જીદ છે. આ મસ્જીદ મુસ્લિમ સ્થાપત્યનું આકર્ષણ ધરાવે છે, અને તેના ભવ્ય આંતરિક ભાગને પશ્ચિમ ભારતની શ્રેષ્ઠ મસ્જિદોમાંની એક ગણવામાં આવે છે. આ મસ્જિદ ઊંચા પ્લિન્થ પર બાંધવામાં આવી છે, જેમાં મુખ્ય ગુંબજ તથા 98 ફૂટ ઊંચા બે મિનારા છે, તથા 172 પીલ્લરો, અને પથ્થરની જાલીઓ સાથે સાત મેહરાબ સુશોભિત રીતે કોતરવામાં આવેલી છે, જે ગુજરાત સલ્તનતની કારીગરીનું શ્રેષ્ઠ મિશ્રણ છે. આ મસ્જિદમાં લંબચોરસ આકારમાં ત્રણ તકતીઓ (ભીંતચિત્ર)છે, એક મીમ્બર (વ્યાસપીઠ)ની ટોચ પર છે અને બે બાજુઓ પર છે જેમાં કુરાનની આયાતો કોતરણી દ્વારા અંકિત કરવામાં આવેલ છે.ચાંપાનેર “હેરિટેજ વિસ્તારમાં નોંધપાત્ર મસ્જિદો આવેલી છે.

           કેવડા મસ્જિદ, એક મિનારવાલા મસ્જિદ, પંચ-મહુડા મસ્જિદ (પાંચ ગુંબજવાળી મસ્જિદ) શેહર કી મસ્જિદ (શહેરની મસ્જિદ), ગઢની અંદર સ્થિત એક ભવ્ય માળખું, અને નગીના મસ્જિદ (રત્ન મસ્જિદ), શુદ્ધ સફેદ પથ્થરથી બનેલી આ મસ્જિદની નજીક કમાનોથી સુશોભિત એક વાવ (પગથિયાં વાળો કુઓ)આવેલ છે. તથા મસ્જિદોને અડીને કબરો બાંધવામાં આવી છે,તેના પર સ્તંભો અને ગુંબજ ઉભા કરવામાં આવ્યા છે.

ચાંપાનેરમાં આવેલ “હેરિટેજ સાઈટ”ની એકવારની મુલાકાત ગુજરાત સલ્તનતની, તથા સુલતાન મેહમુદ બેગડા દ્વારા આપણને મળેલ ભવ્ય વારસાને કાયમ માટે યાદગાર બનાવે છે.

Post a Comment

0 Comments