Gujarat under Khilji rule Ruler Alauddin in 1316 AD

Alauddin Khilji


આલીશાન 'સલ્તનત' નો સર્જક 'સુલતાન અલાઉદ્દીન ખલજી'   

'સુલતાન અલાઉદ્દીન ખલજી' અત્યંત કુશળ યોદ્ધા હતો તે તેની લશ્કરી શક્તિ માટે પ્રચલિત હતો. શાસક તરીકેના તેમના સમય દરમિયાન, 'સુલતાન અલાઉદ્દીન ખલજી'એ જારાન-મંજુર, સિવિસ્તાન, કિલી, દિલ્હી અને અમરોહા વિગેરે તેના રાજ્યનો 'મંગોલ' હુમલાઓથી બચાવ કર્યો હતો. 'સુલતાન અલાઉદ્દીન ખલજી' દ્વારા 'મંગોલો'ના હુમલાથી બચાવ માટે પોતાના સામ્રાજ્યની સરહદો પર મજબુત કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા.
સુલતાન અલાઉદ્દીન ખલજીએ 'ગુજરાત', 'રણથંભોર' 'ચિત્તોડ'ના સામ્રાજ્યોને દિલ્હી સલ્તનતના તાબા હેઠળ લાવી સલ્તનતનો પણ વિસ્તાર કર્યો હતો. 'સુલતાન અલાઉદ્દીન ખલજી' દખ્ખણ' પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ સુલતાન હોવાનું કહેવાય છે. 'સુલતાન અલાઉદ્દીન ખલજી'ને 'વારંગલ'ના રાજા 'પ્રતાપ રુદ્ર દેવ' દ્વારા 'કોહિનૂર હીરા' તરીકે ઓળખાતો એક ખૂબ જ મોટો હીરો ભેટમાં આપવામાં આવ્યો હતો. 'કોહિનૂર હીરા'ને 'કોહ-એ-નૂર' હીરા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ હીરો હાલમાં લંડનના ટાવરમાં આવેલા મ્યુજીયમ ખાતે પ્રદર્શનમાં રાખવામાં આવેલ છે.

ઈ.સ.1316 જાન્યુઆરી  'સુલતાન અલાઉદ્દીન' ખીલજીનું અવશાન

 ઈ.સ.1316 ના જાન્યુઆરીમાં આલીશાન સલ્તનતના નિર્માતા એવા સુલતાન અલાઉદ્દીન ખીલજીનું અવશાન થયું હતું

ઈ.સ.1316  'સુલતાન કુત્બુદ્દીન-મુબારકશાહ'

'સુલતાન અલાઉદ્દીન ખલજી'ના મૃત્યુ બાદ સર્વ સત્તાધારી બની બેઠેલા 'મલેક નાયબ કા'ફૂરે' 'સુલતાન'ના સાત વરસની વયના બાળ શાહ્ઝાદા 'શીહાબુદ્દીન ઉમર'ને તખ્ત ઉપર બેસાડ્યો અને પોતે સલ્તનતનો રક્ષક બની ગયો શાસનની લગામ તેણે પોતાના હસ્તક રાખી, અને સાચા વારસ 'ખીઝ્રખાન' અને શાહ્ઝાદા "શાદીખાન"ને ગ્વાલિયર ના કિલ્લામાં કેદી તરીકે રાખેલા જ્યાં 'મલેક નાયબ કા"ફૂર'ની સુચના મુજબ બન્ને ને કતલ કરવામાં આવેલા, બાદમાં 'મલેક નાયબ કા"ફૂર' પોતે 'સુલતાન' બનવાના તેના બદ-ઈરાદાની રાહમાં આડે આવે તેવા 'સુલતાન અલાઉદ્દીન ખલજી'ના તમામ સગા-સબંધીઓને ઠેકાણે પાડી પોતે નિશ્ચિત બનવા ઈરાદો રાખતો હતો . એ માટે સીરીના હઝાર સુતુન મહેલમાં શાહ્ઝાદા "મુબારક ખાન"ને કેદી તરીકે રાખ્યો હતો ત્યાં તેણે થોડાક સેનિકોને તેની કતલ કરવા મોકલ્યા, પરંતુ શાહ્ઝાદાએ તેઓને લાંચ આપી પોતાના કરી લીધા, કેટલાક અમીરો 'મલેક નાયબ "ક'ફૂર'ના અત્યાચારો જોઈ રોષે ભરાયા હતા, નારાજ અમીરોએ થોડા જ સમયમાં કાવતરું યોજીને બળવાખોર 'મલેક નાયબ કા'ફૂર'ની કતલ કરાવી અને 'સલ્તનત'ના બધાં અમીરોએ મળીને શાહ્ઝાદા 'મુબારક ખાન'ને કેદમાંથી મુક્ત કરાવ્યો અને 'મુબારક ખાન'ને નાના ભાઈ 'શીહાબુદ્દીન ઉમર' ના રાજરક્ષક તરીકે નીમ્યો, બે એક માસ બાદ 'મુબારક ખાન'ને પોતાનું સ્થાન સુરક્ષિત લાગતા તેણે બાળ સુલતાન 'શીહાબુદ્દીન ઉમર'ને પદભ્રષ્ટ કરીને કેદ કરી લીધો બાદમાં પોતે ઈ.સ.1316માં  'કુત્બુદ્દીન-મુબારકશાહ' ખિતાબ ધારણ કરી 'સુલતાન' બન્યો.

'સુલતાન' ના અમલદાર 'એનુલ-મુલ્ક મુલતાની' દ્વારા ઈ.સ.1316 આસપાસ ગુજરાતમાં કરવામાં આવેલી કામગીરી 

                                   'કુત્બુદ્દીન-મુબારકશાહ'ની તખ્તનશીની સમયે ગુજરાતમાં બળવો ચાલુ હતો તે દબાવવા સુલતાને 'એનુલ-મુલ્ક મુલતાની' નામના અમીરને ગુજરાત તરફ એક બળવાન લશ્કર સાથે મોકલ્યો હતો 'એનુલ-મુલ્ક મુલતાની' ગુજરાતના પ્રદેશમાં આવી એક કુશળ અને કુટિલ રાજનીતિજ્ઞની રીતે કાર્યનો આરંભ કર્યો, બંડખોરોની હિમ્મત ઘટાડવા માટે તેણે તેમના નેતાઓને પત્રો લખ્યા અને તેમાં સ્પષ્ટતા કરી કે 'મલેક સંજર 'અલ્પખાન' ( તે સમયના ગુજરાતના ગવર્નર) નું ખૂન થયું હતું તે ખૂન કરનાર ગુનેહગાર 'મલેક નાયબ કા'ફૂર' ને કતલ કરવાનું ધ્યેય હાંસેલ થઈ ગયું છે, જો તમો  તે કાર્યની પાછળ પડી રહેશો તો તમો પોતે બળવાખોર છો એવું સમજવામાં આવશે તથા તમારી પ્રતિષ્ઠાને પણ દાગ લાગશે વિશેષમાં શાહી લશ્કરનો રોષ પણ તમારે વહોરવો પડશે, વધારામાં તેણે એમ પણ જણાવ્યું કે અંતે વિજય તો શાહી લશ્કરનો જ થશે તો શા માટે તમો તમારી જીંદગી ખતરામાં મુકો છો.? તેમ કરવાને બદલે 'સુલતાન'ની તાબેદારી અને ખુશી સંપાદન કરો, આ પત્રોમાંની રજૂઆતની અસર થઈ, અને 'એનુલ-મુલ્ક મુલતાની' તેના હેતુને સિદ્ધ કરવામાં સફળ થયો તેણે ગુજરાતમાંની બધી અંધાધુંધી શાંત કરી તે પોતે ગુજરાતમાં જ રહ્યો બાદમાં ઈ.સ.1317 માં 'સુલતાને' તેને દિલ્હીમાં બોલાવી તેનું બહુમાન કર્યું, અને 'સુલતાને' તેના સ્થાને ગુજરાતમાં પોતાના સસરા 'મલેક દીનાર'ને "ઝફરખાન"નો ખિતાબ એનાયત કરી નાઝિમ તરીકે મોકલ્યો.  

Post a Comment

0 Comments