Gujarat under Alauddin Khilji rule 1299 AD

Khilji Dynasty

'સુલતાન અલાઉદ્દીન ખલજી'ના 'રાજકુંવરી દેવળદેવી'ને મેળવવા અંગેના કારણો

ગુજરાતમાં એક મહત્વનો બનાવ બન્યો દિલ્હી સલ્તનતના ના શાહી લશ્કરે ગુજરાત પર વિજય મેળવતા ''રાય કર્ણદેવ'' પોતાની પુત્રી 'રાજકુંવરી દેવળ દેવી' ને સાથે લઈને ગુજરાતથી નાસી  'દેવગીરી'ના યાદવ 'રાજા રામચંદ્ર' ઉર્ફે રામદેવ પાસે મદદની આશાએ પહોચ્યો હતો, અને તેણે ત્યાં આશ્રય મેળવ્યો હતો, 'દેવગીરી'ના યાદવ રાજાએ તેઓની રહેવાની વ્યવસ્થા 'બાગલાણ' નગરમાં કરી આપી હતી, અને આ તરફ ''રાય કર્ણદેવ''ની પત્ની 'ક્મલાદેવી'ને દિલ્હી સુલતાન પાસે મોકલી દેવામાં આવેલી, ત્યાં તે સતત પોતાની સુપુત્રીને યાદ કરતી હતી. ઈ.સ.1295માં 'અલાઉદ્દિન'ના કાકા 'સુલતાન જલાલુદ્દીન ફિરોઝશાહે' 'દેવગીરી'ના 'રાજા રામચંદ્ર'ને હરાવ્યો હતો તે પછી બન્ને પક્ષો વચ્ચે સંધિ થઈ હતી તેની શરતો મુજબ નક્કી થયેલી ખંડણી 'રાજા રામચંદ્ર' સુલ્તાનને દિલ્હી પહોચાડતો ન હતો તથા 'રાય કર્ણદેવ'ને ' રાજા રામચંદ્ર'એ 'બાગલાણ'માં આશ્રય આપ્યો હતો, ઉપરાંત દિલ્હી સ્થિત 'ક્મલાદેવી' (રાય કર્ણદેવની પત્ની) પણ પોતાની પુત્રી 'રાજકુંવરી દેવળ દેવી'ને પોતાની પાસે લાવવા 'સુલતાન અલાઉદ્દીન ખલજી' પાસે આજીજી કરતી હતી આ બધા સંજોગો 'સુલતાન અલાઉદ્દીન ખલજી"ને 'રાજા રામચંદ્ર' ઉપર રોષ ઉત્પન્ન કરવા કાફી હતા, તેથી ઈ.સ.1306માં સુલતાને 'ખંભાત' થી આવેલા ગુલામ 'કાફુ'ર'ને 'મલેક નાયબ'નો હોદો આપી તેની નિમણુક 'સિપાહસાલાર' તરીકે કરી 'દેવગીરી' સહિત દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરવા માટે બળવાન ફોજ આપીને રવાના કરેલ, 'ક્મલાદેવી' (રાય કર્ણદેવની પત્ની) પોતાની પુત્રી 'રાજકુંવરી દેવળ દેવી'ને 'રાય કર્ણદેવ' પાસેથી મેળવી દિલ્હી લાવવા 'સુલતાન અલાઉદ્દીન ખલજી'ને વારંવાર વિનંતી કરતી હતી, આમ આ બધા કારણોસર 'રાજા રામચંદ્ર' સામે યુધ્ધના સંજોગો ઉત્પન્ન થયા હતા.

  'રાજકુંવરી દેવળ દેવી'ને  પોતાની પાસે લાવવા તેની માતા 'ક્મલાદેવી'ના પ્રયાસો  

             'રાજકુંવરી દેવળ દેવી' ('ક્મલાદેવી' તથા રાય કર્ણદેવ' ની પુત્રી ) ને મેળવી દિલ્હી લાવવા 'સુલતાને' પોતાના પ્રયાસો ચાલુ કર્યા હતા તે અંતર્ગત 'મલેક નાયબ 'કાફુ'ર'ને કાર્યવાહી કરવા હુકમ કર્યો તથા 'માળવા'ના અમલદાર 'એંનુલ-મુલ્ક' અને ગુજરાતના નાઝિમ 'અલ્પખાન'ને પણ હુકમ કરેલો કે તેઓ 'મલેક નાયબ 'કાફુ'ર'ને જરૂરી મદદ કરે. 'મલેક નાયબ 'કાફુ'રે' 'સુલતાન અલાઉદ્દીન ખલજી' ના હુકમની બજવણી કરવા 'ખાન દેશ'માં આવેલા નગર 'સુલ્તાનપુર' પાસે છાવણી નાખી પોતાના ગુપ્તચરો દ્વારા 'રાય કર્ણદેવ' અંગેની તમામ માહિતીઓ એકઠી કરવા આયોજન હાથ ધર્યું હતું જેમાં તેને સચોટ માહિતી મળી હતી કે 'રાય કર્ણ દેવ' હાલ 'બાગલાણ'માં છે જેથી 'મલેક નાયબ 'કાફુ'રે' 'રાય કર્ણ દેવ'ને સંદેશ મોકલ્યો કે તે 'રાજકુંવરી દેવળ દેવી'ને પોતાની પાસે મોકલી દે જેથી તે 'રાજકુંવરી દેવળ દેવી'ને દિલ્હી તેની માતા 'ક્મલાદેવી' પાસે પહોચાડી શકે, જો 'રાય કર્ણ દેવ' તેમ નહીં કરે તો યુદ્ધ માટે તેયાર રહે, 'રાય કર્ણ દેવ'ને આ સંદેશ અપમાનજનક લાગ્યો જેથી તેણે જવાબી સંદેશમાં તેમ કરવા સ્પષ્ટ ઇન્કાર કર્યો.

   'ક્મલાદેવી' (માતા) નો 'રાજકુંવરી દેવળ દેવી' (પુત્રી) સાથે મેળાપ

  ઈ.સ.1307 માં 'દિલ્હી' સલ્તનતના શાહી લશ્કરે 'બાગલાણ' પર ઘેરો નાખ્યો, એ દરમિયાન 'રાજા રામચંદ્ર'ના યુવરાજ 'સીધણે' 'રાજકુંવરી દેવળ દેવી' સાથે લગ્ન કરવા પોતાની ઈચ્છા દર્શાવેલી પણ 'રાય કર્ણદેવ'ને એમ જણાયું કે એક રજપૂત દીકરી ને જો 'મરાઠા' સાથે પરણાવવામાં આવે એ યોગ્ય ન ગણાય, ઉપસ્થિત થયેલા સંજોગો 'રાય કર્ણદેવ' માટે ચિંતામાં વધારો કરનારા હતા, 'રાજા રામચંદ્ર'ના યુવરાજ 'સીધણે' તેના ભાઈ 'ભીલ્લ્મદેવ'ને એક ટુકડી સાથે રવાના કરી 'રાજકુંવરી દેવળ દેવી' ને મેળવી લેવા જણાવેલું , બધા સંજોગો બાબતે વિચારી 'રાય કર્ણ દેવ' એ નિષ્કર્ષ પર પહોચ્યો કે મુસલમાન સેનિકોને પોતાની પુત્રી સોંપવા કરતા યુવરાજ 'સીધણ' સાથે પોતાની દીકરીને પરણાવવી વધારે યોગ્ય રહેશે. જેથી તેણે ''રાજકુંવરી દેવળ દેવી' ને 'ભીલ્લમદેવ' ને સોપી તેઓને રવાના કરી દીધા, બાદમાં એવું બન્યું કે શાહી લશ્કર 'રાય કર્ણદેવ'ના વસવાટ પર તૂટી પડ્યું 'રાય કર્ણદેવ' ત્યાંથી નાસી 'દેવગીરી' તરફ રવાના થયો 'અલ્પખાને' તેનો પીછો કર્યો, આ દરમિયાન શાહી લશ્કરના સેનીકોની નજર સામેથી આવતા 'ભીલ્લમદેવ'ની ટુકડી પર પડી બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થયેલી એ દરમિયાન શાહી લશ્કરના એક સેનિક નું તીર ''રાજકુંવરી દેવળ દેવી' ના અશ્વને વાગ્યું જેથી અચાનક અશ્વ જમીન પર પડ્યો અને ''રાજકુંવરી દેવળ દેવી' શાહી લશ્કરના હાથે ઝડપાય ગઈ. બાદમાં ભારે ઠાઠ-માઠ થી ''રાજકુંવરી દેવળ દેવી' ને દિલ્હી રવાના કરવામાં આવ્યા ત્યાં 'ક્મલાદેવી'-'રાજકુંવરી દેવળ દેવી' એટલે કે માતા-પુત્રી નું મિલન થયું આ બનાવ ઈ.સ.1307 માં બન્યો હતો.

 ગુજરાતના નાઝિમ 'અલમાસબેગ ઉલુગખાન દ્વારા  'સરવરખાન ગોરી'ની

 પોતાના નાયબ પદ પર  નિમણુક

આ તરફ ગુજરાતમાં ધીમે ધીમે વ્યવસ્થા સ્થપાઈ અને 'અલમાસબેગ ઉલુગખાને' 'અણહિલવાડ પાટ્ટણ' પહોચી ગુજરાતનો રાજકીય વહીવટ સંભાળ્યો અને 'સરવરખાન ગોરી'ને પોતાનો નાયબ નીમીને તે 'નુસ્ત્રખાન' સાથે દિલ્હી રવાના થયો ગુજરાતના નાઝિમ ના નાયબ તરીકે 'સરવરખાન ગોરી'એ એ ઘણા સારા કર્યો કરેલા અને તે સારા અમલદાર તરીકે પ્રચલિત થયેલો 'અણહિલવાડ પાટ્ટણ' માં 'સરવરખાન ગોરી'એ એક મોટું તળાવ બંધાવ્યું હતું, આ તળાવ આજે પણ તેના નામ 'સરવરખાન' પરથી 'ખાન સરોવર' નામથી જાણીતું છે. આ તળાવ સિવાઈ પણ 'સરવરખાન ગોરી'એ ગુજરાતમાં બીજા ઘણા બાંધકામો પણ કરાવેલા. 

Post a Comment

0 Comments