Ruler Alauddin Khilji started Islamic rule in Gujarat

Gujarat Islamic Rule


ઈ.સ.1296 ગુજરાતમાં શાસન પરિવર્તન ઇસ્લામી હકુમતની શરૂઆત

ઈ.સ. 1296 માં કેવા સંજોગો વસાત ગુજરાત પર ઇસ્લામિક શાસન આવ્યું એના કારણો શું હતા, એ બાબતે એતિહાસિક નોંધ તપાસતા આપણને જાણવા મળે છે કે , જ્યારે એ સમયે ગુજરાત પર રાય કર્ણ દેવનું શાસન હતું બરાબર એ જ સમયે દિલ્હી સલ્તનત પર શક્તિશાળી સુલતાન અલાઉદ્દીન ખીલજી નું શાસન ચાલુ હતું, અલાઉદ્દીન ખીલજી વાસ્તવમાં કુશળ રાજનીતિજ્ઞ હતો, તથા પોતાની સલ્તનત નો સતત વ્યાપ વધારવાની મહત્વકાંક્ષા ધરાવતો હતો, તેણે પોતાની કુશળ રણનીતિ હેઠળ ભારતના વિવિધ પ્રદેશો જેમ કે ગુજરાત- જેસલમેર-રણથંભોર-ચિતોડ-મેવાડ-માળવા-જાલોર-દેવગીરી-તેલંગાણા-હોયસલ જેવા મોટા પ્રદેશો પર વિજય મેળવી પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું, આમ અલાઉદ્દીન ખીલજી એ ભારતના એક મોટા વિસ્તાર પર પોતાની સલ્તનત નો વિસ્તાર કર્યો હતો.

ગુજરાતના પાટનગર 'અણહિલવાડ પાટ્ટણ' પર વાઘેલા વંશના 'રાય કર્ણદેવ'નું શાસન ચાલુ હતું, 'રાય કર્ણદેવ' કામલોલુપતાથી ઘેલો અને ભોગવિલાસી હતો, રાય કર્ણદેવે તેના જ એક અમલદાર મ્હામાત્ય 'માધવ'ની ગેરહાજરીમાં તેના ભાઈનું ખૂન કરાવી નાખ્યું હતું અને તેની પત્નીને પોતાના મહેલમાં લઈ જઈને પોતાનો બદઈરાદો પાર પાડેલો, જયારે 'મ્હામાત્ય માધવને આ સમગ્ર હકીકત જાણવા મળી તો એ અતિ ગુસ્સે થયો અને તેણે મનોમન પોતાના ભાઈના ખુનનો બદલો લેવા નક્કી કરેલું, રાય કર્ણ દેવ સામે કેવી રીતે બદલો લેવો એ બાબતમાં મ્હામાત્ય માધવે ઘણા બધા વિચારો પર મંથન કરીને દિલ્હી જઇને 'સુલતાન અલાઉદ્દીન ખલજી' (ઈ.સ.1296-1316) પાસે 'ગુજરાત પર આક્રમણ કરી, ગુજરાતને જીતીને પોતાની સલ્તનતમાં સમાવી લેવા રાજી કરવા પર નિર્ણય કર્યો અને પોતાની બદલો લેવાની યોજના ને અમલ માં મૂકી તે દિલ્હી ગયો અને પોતાની ચતુરાઈ થી સુલતાન અલાઉદ્દીન ખીલજી સમક્ષ પોતાના વિચારો અંગે ચર્ચા કરી અને સુલતાન અલાઉદ્દીન ખીલજી ને ગુજરાત પર આક્રમણ કરવા રાજી કર્યો, જેથી 'સુલતાન અલાઉદ્દીન ખલજી'એ ગુજરાત પર આક્રમણ કરીને પોતાનું શાસન સ્થાપિત કરવા નિર્ણય કર્યો. આમ આ કારણોસર ગુજરાત પર દિલ્હી સલ્તનત નું આક્રમણ થતા અને રાય કર્ણદેવ ના ગુજરાતથી નાશી જવાના કારણે ગુજરાત પર રજપૂત શાસન નો અંત અને ઇસ્લામિક શાસન નો આરંભ થયો હતો

ઈ.સ.1298-99 'સુલતાન અલાઉદ્દીન ખલજી'ની ગુજરાત જીતી લેવાની યોજના 

       ઉપર જણાવેલા કારણોસર 'સુલતાન સુલતાન અલાઉદ્દીન ખલજી'એ ઈ.સ.1298-99માં પોતાના ભાઈ 'અલમાસબેગ ઉલુગખાન' તથા 'મલેક નુસ્ત્રખાન'ને શાહી લશ્કર સાથે ગુજરાત તરફ આક્રમણ કરવા રવાના કર્યા, એ સમયમાં ગુજરાત એ એક સમૃદ્ધ રાજ્ય હતું તથા ગુજરાતમાં સંપતી પણ વિપુલ પ્રમાણમાં હતી, શાહી લશ્કર 'રાજસ્થાન'ના 'મેવાડ', 'ડુંગરપુર' થઈ 'મોડાસા' પહોચ્યું અને ત્યાના કિલ્લાને ઘેર્યો, ત્યાના 'રજપૂત' સંરક્ષકો આક્રમણથી ડરી ગયા છતાં તેઓએ લડાઈમાં સામનો કર્યો, પરંતુ તેમની સંખ્યા ઓછી હોવાથી તેમનો પરાજય થયો, અને 'મોડાસા'નો કબજો દિલ્હીના શાહી લશ્કરના હાથમાં આવ્યો, આ બાબતના સમાચાર 'રાય કર્ણદેવ'ને મળ્યા જેથી તે ગભરાયો, શાહી લશ્કર ઝડપથી કુચ કરી 'અણહિલવાડ પાટ્ટણ' પહોચ્યું, શાહી લશ્કરના આગમનથી 'અણહિલવાડ પાટ્ટણ'માં અશાંતિ તથા નાસભાગ નો માહોલ ઉત્પન્ન થયો આખરે 'અણહિલવાડ પાટ્ટણ'ને શાહી લશ્કરે પોતાના કબજા માં લઈ લીધું હતું, આ સમાચાર મળતા 'રાય કર્ણદેવ' તેની પુત્રી 'રાજકુંવરી દેવળ દેવી'ને પોતાની સાથે લઈને નાસી છુટ્યો, 'અણહિલવાડ પાટ્ટણ'માં માલસામાન તથા જે કંઈ હાથ લાગ્યું તેનો કબજો દિલ્હીના શાહી લશ્કરે લીધો. તથા 'રાય કર્ણદેવ' ની પત્ની 'કમલા દેવી' પણ લશ્કરના કબજામાં આવેલી જેને બાદમાં 'દિલ્હી' 'સુલતાન અલાઉદ્દીન ખલજી' પાસે મોકલી દેવામાં આવી.

        ઈ.સ.1299 ગુજરાત પર 'સુલતાન સુલતાન અલાઉદ્દીન ખલજી'ના શાહી લશ્કરનો કબજો

'દિલ્હી' સલ્તનતના શાહી લશ્કરે 'અણહિલવાડ પાટ્ટણ' પર કબજો જમાવ્યા બાદ 'ધોળકા', 'સોરઠ' પ્રદેશના 'જુનાગઢ', 'સોમનાથ', 'વંથલી', વિગેરે નગરો પર આક્રમણ કરી જીત મેળવી અને જીતેલા પ્રદેશો/નગરો પર વહીવટ કરવા 'અલમાસબેગ ઉલુગખાને' ત્યાં એક અમલદારની નિમણુક કરી હતી, આમ ઈ.સ.1298 માં ગુજરાત પર દિલ્હી સલ્તનત નો કબજો થતા ગુજરાતમાં 'રજપૂત શાસન'નો અંત થયો અને ઇસ્લામી હકુમતનો આરંભ થયો હતો.

                         'અલમાસ બેગ ઉલુગખાને' 'અણહિલવાડ પાટ્ટણ'' ખાતે એક ભવ્ય 'જામા મસ્જીદ'નું નિર્માણ કરાવ્યું વાસ્તવમાં ગુજરાતમાં ઇસ્લામીક હકુમત હેઠળ બંધાયેલી આ સોપ્રથમ મસ્જીદ હોવાનું માનવામાં આવે છે. એ સમયે ''ખંભાત'' સમગ્ર ભારતમાં ખ્યાતી ધરાવતું સમૃદ્ધ બંદર હતું. ''ખંભાત'' પર આક્રમણ કરીને ''અલમાસ બેગ ઉલુગખાન" દ્વારા કબજો કરવામાં આવેલ, 'ખંભાત'થી ''કાફુ'ર'' નામનો એક ગુલામ પણ સલ્તનતના લશ્કરના હાથ આવ્યો હતો જેને બાદમાં સુલતાન પાસે 'દિલ્હી' મોકલી દેવામાં આવેલ. ગુલામ કા'ફૂર 'સુલતાન' પાસે દિલ્હી જઈ 'સુલતાન'નો માનીતો બની ગયો હતો, સમય જતા 'સુલતાન' દ્વારા તેને 'ખિતાબ' 'મલેક કા'ફૂર" તથા 'ખિલાત'  એનાયત કરવામાં આવેલ.

(ખિતાબ = માન વાચક શબ્દ)  ( ખિલાત = સુલતાન તરફથી આપવામાં આવતો વિશેષ પોશાક)

Post a Comment

0 Comments