Zaheeruddin Muhammad Babur, founder of the Mughal Empire


Zahiruddin Babur


                                   મોગલ બાદશાહ ઝહિરુદ્દીન મુહંમદ બાબર

આજથી 541 વર્ષ પહેલા તા.14/02/148૩ ના રોજ ઉઝબેકિસ્તાન ના ફરગનાઘાટીના અન્દીજાન ગામમાં ઉમર શેખ મિર્જા અને કુત્લુગ નિગાર ખાનમ ના ઘરે એક બાળકનો જન્મ થયો હતો, એ બાળક એટલે મોગલ સમ્રાજ્ય નો સ્થાપક ઝહિરુદ્દીન મુહંમદ બાબર, નાની વયમાં જ બાબરને પોતાના પિતા ઉમર શેખ મિર્જા તરફથી ફરગનાઘાટીનું શાસન અને અસંખ્ય શત્રુઓ વારસામાં મળ્યા હતા, બાબરનું બાળપણ સત્તાની ખેચતાણ અને અનેક સંઘર્ષ સાથે પસાર થયું હતું, બાબર તેમુર લંગ, અને ચંગેઝખાનનો વંશજ હતો, તેણે પોતાની હિમ્મતનો બરપૂર ઉપયોગ કરીને તથા કુશળ યુદ્ધનીતિ અપનાવી મોગલ સામ્રાજ્ય નો પાયો નાખ્યો હતો, તેણે ભારત પર ઈ.સ. 1526 થી ઈ.સ.1530 સુધી શાસન કર્યું હતું.

                  બાબરે પોતાના જીવનના પ્રસંગો સંદર્ભે એક પુસ્તક “તુઝુક-એ-બાબરી” લખ્યું હતું, આ પુસ્તકમાં તેણે તેના જીવનના અનેક બનાવો અંગે નોંધ લખેલી છે, આજે આ પુસ્તક પુરા વિશ્વમાં એતિહાસિક મહત્વ ધરાવે છે,

                    બાબર ના પિતા ઉમર શેખ મિર્જા ફરગનાઘાટીના શાસક હતા, બાબરની માત્રુ ભાષા ચુગતાઈ હતી પરંતુ બાબર ની શિક્ષણ પ્રત્યેની ઊંડી રુચિના કારણે તે ફારસી ભાષા માં પણ નિપુણ બન્યો હતો, બાબરના કોટુંમ્બીક ભાઈની એતિહાસિક નોંધ મુજબ ઝહિરુદ્દીન મુહંમદ નું ઉપનામ બાબર છે તેનું કારણ એ છે કે ફરગનાઘાટીના સ્થાનિક લોકો ચુગતાઈ ભાષા બોલતા હતા આ ભાષામાં ઝહિરુદ્દીન મુહંમદ બોલવામાં મુશ્કેલી થતી હતી જેથી તેનું ઉપનામ બાબર રાખવામાં આવ્યું હતું જે આજે વિશ્વમાં ખ્યાતી પ્રાપ્ત શાસકો માંહેથી એક છે.

એતિહાસિક નોંધના ઉલ્લેખ મુજબ બાબર કદાવર અને તાકતવર શરીર ધરાવતો હતો તથા તે પોતાના ખંભે બે વ્યક્તિઓને ઊંચકીને કસરત કરતો હતો, બાબર રસ્તામાં આવતી તમામ નદીઓ જાતે જ તરીને પાર કરતો હતો. એતિહાસિક દસ્તાવેજો તપાસતા માલુમ પડે છે કે ઈ.સ.1494 માં બાબરને બાળપણમાં જ ફરગનાઘાટીનું શાસન મળ્યું હતું, તેની નાની વયના કરને તેના કુટુંબીક કાકાઓએ તેને પદભ્રષ્ટ કરી ફરગનાઘાટીથી તગેડી મુક્યો હતો, આમ બાળપણમાં જ તેને પોતાની માતૃભુમી છોડી લાચાર અવસ્થામાં જીવન પસાર કરવું પડ્યું હતું, બાબર વાસ્તવમાં નિડર અને હિમ્મતવાન હતો એટલે તેણે આવી પડેલી વિકટ પરીસ્થિતિમાં પણ આગળ વધવાની પોતાની મહત્વકાંછા ચાલુ રાખી હતી, તે ધીરે-ધીરે એક લશ્કર તેયાર કરવા માંડ્યો અને સમયાન્તરે તેનો વ્યાપ વધારતો રહ્યો હતો, ઈ.સ.1496 માં બાબરે એક મોટા લશ્કર સાથે સમરકંદ (ઉઝબેકિસ્તાન) પર આક્રમણ કર્યું અને સમરકંદ જીતી લીધું,

                      બાબરના સમરકંદ પર આક્રમણ ના સમય દરમિયાન તેના જ એક બળવાખોર દ્વારા ફરગનાઘાટી પર કબજો કરી લેવામાં આવ્યો, બાબર જયારે સમરકંદ બાદ ફરગનાઘાટી પર પોતાનું શાસન ફરીથી સ્થાપિત કરવાના ઈરાદા સાથે લશ્કર સહિત એ દિશામાં આગળ કુચ કરી રહ્યો હતો બરાબર એ જ સમયે તેના જ સેનીકોએ દગો કર્યો અને બાબરનો સાથ છોડી દીધો હતો, આમ થવાના કારણે પ્રથમ સમરકંદ અને બાદમાં ફરગનાઘાટી એમ બે મહત્વના રાજ્યો બાબરે ફરીથી ગુમાવી દીધા હતા, પોતાના વિશ્વાશું લોકો સાથે બાબરને નાસી છુટવાની ફરજ પડી હતી, પણ બાબર ખરેખર નિડર અને હિમ્મતવાન હતો તેણે નિરાશ થયા વિના આગળ વધવા મનોમન નિર્ણય કર્યો હતો, બાબરે ફરીથી એક મોટું લશ્કર બનાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,

ઈ.સ.1504 માં એક શક્તિશાળી લશ્કર સાથે બાબરે કાબુલ પર આક્રમણ કર્યું અને કાબુલ જીતી લીધું હતું બાદમાં કંધાર પણ જીતી લીધું અને ત્યાં પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું, આમ થવાથી બાબરની લશ્કરી તાકાત અને રાજકીય તાકાત માં વધારો થયો હતો. ત્યારબાદ સમયાન્તરે બાબરે પોતાના ઝુટવાયેલ ફરગનાઘાટી અને સમરકંદ સહિત તમામ પ્રદેશો પાછા મેળવી લીધા હતા, બાબર પહેલાથી જ સમરકંદ પર પોતાનું શાસન સ્થાપિત કરવા ઈચ્છુક હતો. સ્થાનિક પ્રદેશો પર શાસન સ્થાપિત કર્યા બાદ બાબરે બાદશાહ નો ખિતાબ ધારણ કર્યો હતો,

બાબર નો મોગલ સામ્રાજ્ય નો સમયગાળો

ભારતના અમુક પ્રદેશો પર દિલ્હી સલ્તનતના શક્તિશાળી સુલતાન ઈબ્રાહીમ લોધીનું શાસન ચાલુ હતું, સુલતાન ઈબ્રાહીમ લોધીનું શાસન રજપૂત શાસક રાણા સાંગાને ભયજનક લાગતું હતું તથા રાણા સાંગા દિલ્હી પર પોતાનું શાસન સ્થાપિત કરવા ઈરાદો રાખતો હતો, જેથી તેણે રાજકીય મનસુબો બનાવ્યો કે બાબર ને દિલ્હી પર આક્રમણ કરવા સંદેશ મોકલીએ જેથી બાબર દિલ્હી પર આક્રમણ કરી ધન સંપતી મેળવી પરત અફઘાનિસ્તાન ચાલ્યો જાય અને દિલ્હી પર પોતાનું (રાણા સાંગાનું) શાસન સ્થાપિત થાય, આમ રાણા સાંગાએ ભારતની ધન-સંપતી મેળવવાની લાલચ યુક્ત ઘણા સંદેશાઓ બાબરને મોકલાવ્યા હતા, જો કે બાબર ભારત પર પોતાનું શાસન સ્થાપિત કરવા ઈચ્છુક હતો એ બાબત થી રાણા સાંગા અજાણ હતો, બાબરે ભારત પર પોતાનું શાસન સ્થાપિત કરવા સમયાન્તરે પ્રયાસો કર્યા હતા જેમાં તે નિષ્ફળ રહ્યો હતો પણ ઈ.સ.1526 માં તેણે ફરીથી ભારત તરફ કુચ કરી, 21 મી એપ્રિલ 1526 ના રોજ ભારતના પાણીપતના મેદાન ખાતે બાબરનો સામનો દિલ્હી સલ્તનત ના શક્તિશાળી સુલતાન ઈબ્રાહીમ લોધી સાથે થયો હતો, બન્ને પક્ષના લશ્કરો વચ્ચે યુદ્ધ જામ્યું આ ભીષણ યુધ્ધમાં બાબરની કુશળ યુદ્ધનીતિ ના ફળસ્વરૂપે બાબરનો ભવ્ય વિજય થયો હતો.

પાણીપત ના યુધ્ધમાં જીત મળતા બાબરે દિલ્હી પર પોતાનું શાસન સ્થાપિત કર્યું અને આગળ પણ પોતાના શાસનનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો આમ થવાથી રાણા સાંગાના દિલ્હી પર શાસન કરવાના મનસુબા પર પૂણર્વિરામ મુકાય ગયું, જેથી રાણા સાંગાએ બાબર સામે યુદ્ધ કરવા નિર્ણય કર્યો અને 16 માર્ચ 1527 ના રોજ ખાનવા ના મેદાન ખાતે એક તરફ રાણા સાંગાનું લશ્કર અને એક તરફ બાબરનું લશ્કર સામસામે આવી ગયા હતા, એતિહાસિક નોંધ મુજબ ખાનવા નું યુદ્ધ રાણા સાંગા આસાની થી જીતી લેશે એવું સ્પષ્ટ જણાતું હતું કારણ કે રાણા સાંગા ના પક્ષના લશ્કરના સેનીકો ની સંખ્યા કરતા બાબરના સેનીકો ની સંખ્યા અડધા કરતા પણ ઓછી હતી પણ બાબરના યુદ્ધ કોશ્લ્ય અને યુદ્ધ અંગેની ચોક્કસ રણનીતિના કારણે ખાનવા ના યુધ્ધમાં પણ બાબરનો જ્વલંત વિજય થયો હતો.

ખાનવા ના યુધ્ધમાં બાબરનો વિજય થતા રાણા સાંગા તરફે રહેલા રાજાઓ અને સુલતાનો પર યુધ્ધના વાદળો ના મંડરાવવા લાગ્યા હતા, ખાનવા ના યુધ્ધમાં ચંદેરીના રાજા રાણા સાંગા તરફે રહ્યા હતા જેથી બાબરે 20 જાન્યુઆરી 1528 ના રોજ ચંદેરી પર આક્રમણ કર્યું, એતિહાસિક નોંધ મુજબ માત્ર એક જ કલાકમાં બાબરે ચંદેરીનું યુદ્ધ જીતી લીધુ અને ચંદેરી પર પણ પોતાનું શાસન સ્થાપિત કર્યું. ચંદેરી એ સમયનું મુખ્ય વ્યાપારિક અને લશ્કરી મહત્વ ધરાવતું કેન્દ્ર હતું, અહી બાબરનું શાસન સ્થાપિત થતા બાબરે હમેશા માટે ભારત માં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા નિર્ણય કર્યો

બાબરના જીવનનો અંતિમ સમયગાળો

પોતાના પુત્ર હુમાયુંની તબિયત અતિ ખરાબ થતા બાબર દુખી રહેવા લાગ્યો હતો, બાબર વાસ્તવમાં ધર્મચુસ્ત બાદશાહ હતો, બાબરે અલ્લાહ પાસે પ્રાર્થના કરી કે પોતાના પુત્ર હુમાયું ની બીમારી પોતાને મળે અને પોતાની તન્દુરસ્તી હુમાયુંને પ્રાપ્ત થાય અલ્લાહે તેની પ્રાર્થના સ્વીકારી અને સમય જતા એવું બન્યું કે બાબર બીમાર થવા લાગ્યો અને હુમાયું સાજો થવા લાગ્યો અને આખરે 26 ડીસેમ્બર 1530 ના રોજ મોગલ સામ્રાજ્ય નો સ્થાપક બાબર આ ફાની દુનિયાને હમેશા માટે અલવિદા કહી ગયો, બાબર નું અવસાન થયું ત્યારે તેની આયુ 48 વર્ષની હતી, બાબરના અવસાન બાદ તેના શબને પ્રથમ આગ્રા ખાતે દફનાવવામાં આવેલ, બાબરની કાબુલ માં દફન થવાની ઈચ્છા અનુસાર તેના અવસાન પછી 9વર્ષ બાદ કાબુલ સ્થિત બાગ એ બાબર ખાતે તેના શબને ફરીથી દફનાવવામાં આવેલ, આજે અફઘાનિસ્તાન ના કાબુલ ખાતે આવેલ બાબરના મકબરા ‘બાગ એ બાબર’ ને ‘યુનેસ્કો’ દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ નો દરજ્જો મળેલો છે

Post a Comment

0 Comments