Gujarat Under Delhi Sultanate Firozshah Tughlaq Rule
February 14, 2023
સુલતાન ફિરોઝશાહ તુગલુક ઈ.સ.1351-1388
‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’નું અવસાન થતા ઈ.સ.1351માં ‘સલ્તનત’ની ગાદી પર તેનો પિતરાઈ ભાઈ ‘ફિરોઝશાહ’ યુવા અવસ્થામાં તખ્તનશીન થયો, બાદમાં તેણે સલ્તનત તથા સલ્તનતના હોદ્દેદારો વિગેરે બાબતમાં પોતાની કામગીરીની શરૂઆત કરેલી હતી.
’‘સુલતાન ફિરોઝશાહ તુગલુક’ ગુજરાતના નાઝિમ પદ્દ ની ખાલી જગ્યા પર ‘નાયબ મલેક બારબક’ની નિમણુક કરવા ઈચ્છુક હતો, એ બાબતમાં તેણે જરૂરી ‘ખિલાત’ સુલતાન તરફથી મળતો વિશેષ પોશાક) તથા નાઝિમ પદ માટેની અન્ય વ્યવસ્થા પણ કરી રાખેલી , જયારે આ બાબતમાં તેના માનીતા અમીરો સહમત ન હતા, જેથી આખરે 'સુલતાન ફીરોઝ્શાહે' ગુજરાતના નાઝિમ પદ્દ પર ‘ઝફરખાન ફારસી’ ની નિમણુક કરેલી.
ઈ.સ.1362 ‘સુલતાન ફિરોઝશાહ તુગલુક’ની ‘સિંધ’ ના ‘ઠઠ્ઠા’ પ્રદેશ પર આક્રમણ કરવાની યોજના
‘સુલતાન ફિરોઝશાહ તુગલુકે’ શાસન ની શરૂઆતમાં તેના પૂર્વ ‘’સુલતાન મોહમ્મદ્શાહ તુગલુક’’ના અવસાન ના કારણે અધૂરું રહેલું કાર્ય ‘‘સિંધ’ ના ‘ઠઠ્ઠા’ પ્રદેશ પર આક્રમણ’ કરી એ કાર્ય પૂર્ણ કરવા નક્કી કર્યું હતું એ બાબતે તેણે પુરજોશમાં લશ્કર, શસ્ત્રસરંજામ, અને અન્ય જરૂરી રસાલો એકત્ર કરેલો ‘સુલતાને’ પોતાના સેનીકો માટે ઘોડાઓ મેળવવા માટે મોટું ખર્ચ કરેલું, બાદમાં ઈ.સ.1362 માં જ ‘‘સિંધ’ ના ‘ઠઠ્ઠા’ પર આક્રમણ કરવા કુચ કરેલી. ગુજરાતના નાઝિમ ‘ઝફરખાન ફારસી’એ ગુજરાતમાં પોતાના ‘નાયબ’ની નિમણુક કરી, અને તે પોતે પણ 'સિંધ' તરફની કુચમાં ‘સુલતાન’ સાથે જોડાયેલો, આ આક્રમણ ની સમગ્ર માહિતી ‘ઠઠ્ઠા’ના જામને મળી એટલે તેણે તુરતજ ‘સુલતાન’ની તાબેદારી સ્વીકારી અને ‘ખંડણી’ આપવા કબુલાત કરી.
ગુજરાતના નાઝિમ પદ્દ પર રહીને ‘ઝફરખાન ફારસી’એ ઘણી સારી, પ્રજાને રાહત મળે એવી કામગીરી કરેલી ‘ઝફરખાન ફારસી’માં દયા, રહેમદિલી, અને કુશળતા જેવા સદ્દગુણો હતા, વિશેષમાં તે કુરાન હાફીઝ ( આખું કુરાન કંઠસ્થ) હતો, તેની કુરાને શરીફ પઢવાની રીતથી સાંભળનારાને આધ્યાત્મિક અનુભૂતિ થતી હતી, ‘સુલતાન ફિરોઝશાહ તુગલુકે’ જુનાગઢ જીતી લેવા એક તાકાતવર લશ્કર મોકલેલું એ લશ્કરના ‘સિપાહસાલારો’માં ‘શમ્સખાન’ તથા ‘મલેક ઇઝ્ઝુદ્દીન’ હતા અને તેમની સાથે નાઝિમ ‘ઝફરખાન ફારસી’ પણ સામેલ હતો, તેઓએ ‘જુનાગઢ’ જીતી લીધું અને બાદમાં તેઓએ ‘માંગરોળ’ પર આક્રમણ કરેલું, ત્યાં થયેલી લડાઈમાં નાઝિમ ‘ઝફરખાન ફારસી’નું મૃત્યુ થયું હતું. બાદમાં જયારે ‘માંગરોળ’ જીતી લેવામાં આવ્યું, ત્યારબાદ નાઝિમ ‘ઝફરખાન ફારસી’ના સન્માન, અને યાદમાં ત્યાં એક જામાં મસ્જીદ નું નિર્માણ શરુ કરવામાં આવેલું જે ઈ.સ.1383માં પૂર્ણ થયું હતું.
ઈ.સ.1371 ગુજરાતના નાઝિમ તરીકે ‘દરિયાખાન’ ઉર્ફ ઝફરખાન બીજો
ઈ.સ.1372 ગુજરાતના નાઝિમ “ઝફરખાન’ ફારસી’ ના અવસાન બાદ ‘સુલતાન ફિરોઝશાહ તુગલુકે’ તમામ અમલદારો, અને અમીરો સાથે ચર્ચા-વિચારણા કરીને મર્હુમ “ઝફરખાન’ ફારસી’ના મોટા પુત્ર ‘દરિયાખાન’ને નાઝિમ પદ પર નિયુક્ત કર્યો અને સાથે અગાઉનો તેના પિતાને આપવામાં આવેલો ખિતાબ ‘ઝફરખાન’ પણ એનાયત કર્યો. અને ‘દરિયા ખાન’ને ગુજરાત રવાના કર્યો, નાઝિમ ‘દરિયા ખાન’ની વહીવટી સુજબુજ અને કુશળતાના કારણે ગુજરાતમાં ટૂંક સમય દરમિયાન શાંતિનો માહોલ કાયમ થયો તથા આસપાસના પ્રદેશોમાં પણ ‘દરિયાખાન’ પ્રચલિત થયો.
‘સુલતાન’ના માનીતા અમીરોને ‘દરિયાખાન’ પ્રત્યે બહુ અણગમો હતો, જેના કારણે અમીરોએ એવા પ્રયાસો કર્યા કે ‘દરિયાખાન’ને ‘દિલ્હી’ સલ્તનતના દરબારમાં સતત હાજર રહેવું પડે, જેથી તેઓ કાવતરા કરી તેને કાયમ માટે નાઝિમ પદ પરથી ખસેડી શકે, અમીરોની આ વ્યૂહરચના સફળ થઈ અને ‘સુલતાને’ ગુજરાતમાં ‘દરિયાખાન’ના નાયબ તરીકે ‘શમ્સુદ્દીન અબૂ રજા’ની નિમણુક કરી અને ‘દરિયાખાન’ને ‘દિલ્હી’ પોતાના દરબારમાં બોલાવી લીધો, આમ થવાથી ગુજરાત’ની વહીવટી કામગીરી ‘નાયબ’ નાઝિમ ‘શમ્સુદ્દીન અબૂ રજા’ના હાથમાં આવી.
‘શમ્સુદ્દીન અબૂ રજા’ અભિમાની સ્વભાવ ધરાવતો હતો તથા તે પોતાની જાતને પ્રખ્યાત શાયર સમજતો હતો, તે ‘સુલતાન’ના ફરમાન સિવાઈના કાર્યોમાં કોઈ દરકાર લેતો નહીં. આમ થવાથી ધીરેધીરે તેણે ‘સલ્તનત’ના અમલદારો તથા અમીરોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો, આ ઉપરાંત તેણે ‘સલ્તનત’ના નાણા નો ખોટો દુરુપયોગ કર્યો હતો, પોતાના બદઈરાદા પાર પાડવા માટે તે પ્રજા પર જુલમ કરતો હતો, ‘શમ્સુદ્દીન અબૂ રજા’ની આવી તમામ ગેરવ્યાજબી વર્તનની હકીકતો જયારે ‘સુલતાન ફિરોઝશાહ તુગલુક’ને માલુમ પડી તો સુલતાન ક્રોધિત થયો, ‘સુલતાને’ ગુજરાતના નાઝિમ ‘શમ્સુદ્દીન અબૂ રજા’ની જગ્યાએ નાઝિમ પદ પર બીજા કોઈક યોગ્ય અને લાયક અમલદારની નિમણુક કરવા નક્કી કર્યુ, ‘શમ્સુદ્દીન અબૂ રજા’ની જગ્યા પર બીજા અમલદારની નિમણુક કરવા માટેની વ્યૂહ રચનામાં ‘સુલતાન’ના માનીતા અમીર ‘ઈમાદ’ઉલ’મુલ્ક દ્વારા પોતાના ખાસ ‘શમ્સુદ્દીન દામગાની’ ને નાઝિમ બનાવવા માટે ‘સુલતાન’ને ખાસ ભલામણ કરવામાં આવેલી, ‘સુલતાને’ તેની ભલામણ માન્ય રાખીને ઈ.સ.1373 માં ગુજરાતના નાઝિમ (ગવર્નર) પદ પર ‘શમ્સુદ્દીન દામગાની’ની નિમણુક કરી.
‘શમ્સુદ્દીન દામગાની’નીએ ગુજરાત પહોચીને નાઝિમ (ગવર્નર) પદ સંભાળી લીધું અને અગાઉના નાઝિમ દ્વારા ‘સલ્તનત’ને જે કંઈ આર્થિક નુકશાન થયેલું તેને ભરપાઈ કરવા આયોજન હાથ ધર્યું અને જ્યાંથી પણ ધન મેળવી શકાય ત્યાંથી ધન એકત્ર કરવા પ્રયાસો કરવા માંડ્યા, આમ કરવાથી ‘શમ્સુદ્દીન દામગાની’ને સમજાયું કે આ આર્થિક બાબત બહુજ જટિલ અને મુશ્કેલીરૂપ છે, છતાં તે પૂર્ણ કરવા તેણે કડક વલણ અખત્યાર કર્યું, બધા પ્રયાસો કરવા છતાં તે રાબેતા મુજબ જે મહેસુલ ‘દિલ્હી સલ્તનત’માં મોકલવામાં આવતું હતું એ મુજબ મોકલી શક્યો નહીં. જેથી તેને ડર લાગવા માંડ્યો કે ‘સુલતાન’ તેને સજા કરશે તેણે એ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક રજપૂત ઠાકોરો અને બીજા વિદેશી વ્યાપારીઓ સાથેના પોતાના સબંધો મજબુત કર્યા. ‘શમ્સુદ્દીન દામગાની’ના વર્તનના કારણે ‘સુલતાન’ના ગુજરાતના માનીતા અમીરો રોષે ભરાયા અને માહોલમાં તંગદીલી ઉત્પન્ન થઈ જેથી ઈ.સ.1380માં અમીરોએ કાવતરું યોજીને દિવસના સવારના પ્હોરમાં ‘શમ્સુદ્દીન દામગાની’ની કતલ કરી નાખેલી, આમ ‘શમ્સુદ્દીન દામગાની’ના જીવનનો અંત થયો હતો.
ઈ.સ.1380 ગુજરાતના નાઝિમ પદ્દ પર ‘મલેક મુફ્ફર્ર્હ સુલતાની’ (ફરહતુ’લ’મુલ્ક’)
‘શમ્સુદ્દીન દામગાની’ની કતલ થયાની ખબર ‘સુલતાન ફિરોઝશાહ તુગલુક’ને થઈ એટલે ‘સુલતાને’ ગુજરાતના ખાલી પડેલા નાઝિમ પદ પર પર ‘મલેક મુફ્ફર્ર્હ સુલતાની’ (ફરહતુ’લ’મુલ્ક’) ઉર્ફ 'રાસ્તીખાન' ની નિમણુક કરેલી, ફરહતુ’લ’મુલ્ક’ કાબેલ અને કુશળ અમલદાર હતો તેણે થોડાં જ સમય દરમિયાન ગુજરાતમાં જે અશાંત માહોલ હતો તેને સુંદર યોગ્ય કામગીરી કરીને શાંત માહોલ માં તબદીલ કરેલો.
ઈ.સ.1382 નાઝિમ ફરહતુ’લ’મુલ્ક’નું ‘ઇડ્ડર’ પર આક્રમણ
ઈ.સ. ઈ.સ.1382 માં ‘ઇડ્ડર’ પર ‘રાજા રાવ રણમલ્લ’નું શાસન ચાલુ હતું તે બહુજ નીડર અને પ્રતિભાશાળી રાજા હતો, તે ‘તુગલુક’ શાસન દરમિયાનના ગુજરાતના નાઝીમો સાથે સંઘર્ષ માં રહેતો હતો, અને સલ્તનત ના અમલદારો નબળા પડતા ત્યારે પોતે રાબેતા મુજબની ખંડણી આપવાનું બંધ કરી નાખતો હતો , તે સલ્તનત સામે ઘણીવાર યુધ્ધ પણ કરી ચુક્યો હતો, તથા તેણે પોતાની કાબેલિયતથી ‘ઇડ્ડર’નો કિલ્લો બહુજ મજબુત બનાવ્યો હતો.
'ફરહતુ’લ’મુલ્ક’ દ્વારા ‘ઇડ્ડર’ના ‘રાજા રાવ રણમલ્લ’ને ખંડણી ભરવા સંદેશો મોકલવામાં આવેલો, તેનો ‘ઇડ્ડર’ના ‘રાજા રાવ રણમલ્લ’એ ઇન્કાર કરેલો જેના કારણે ફરહતુ’લ’મુલ્ક’ દ્વારા ‘ઇડ્ડર’ પર આક્રમણ કરવામાં આવેલું અને લડાઈ થયેલી જેમાં ફરહતુ’લ’મુલ્ક’ની કારમી હાર થયેલી અને લડાઈમાં ફરહતુ’લ’મુલ્ક’ની સેનાના સત્તર હજાર સેનીકો માર્યા ગયા હતા, બાદમાં ‘સુલતાન’ દ્વારા ‘ઇડ્ડર’ પર આક્રમણ ની શક્યતાઓ જણાતા ‘રાજા રાવ રણમલ્લ’ને ફરહતુ’લ’મુલ્ક’ સાથે સંધિ કરવી પડી હતી અને ખંડણી ભરપાઈ કરવા કબુલાત પણ કરવી પડી હતી.
0 Comments
Do not post any dirty comments here