Junagadh the Historical City of Grand Heritage of Gujarat

Junagadh


                                            એતિહાસિક શહેર જુનાગઢ

  ‘જૂનાગઢ”” એ ગુજરાતનું એક પ્રાચીન નગર છે જૂનાગઢમાં... મંદિરો, ગુફાઓ, મહેલો, મસ્જીદ, મકબરા અને ઉપરકોટ કિલ્લો,વગેરે આવેલા છે આ બધા જૂનાગઢ ના ઇતિહાસના સાક્ષી છે, ઉપરાંત પણ જૂનાગઢમાં એવું ઘણું બધું છે જે જૂનાગઢનું ગોરવ છે. જેમાં, સમ્રાટઅશોક ના શિલાલેખ, રાણકદેવીનો મહેલ(જામી મસ્જીદ) નીલમ-માણેક તોપ, અડી-કડી વાવ, નવઘણ કુઓ, બોદ્ધ ગુફાઓ, અને પ્રસિદ્ધ નરસીંહ મહેતા નો ચોરો, ગીરનાર પર્વત, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, અને ગુજરાતનું ગોરવ એવા એશીયાટીક સિંહો (સાવજો) ની ભૂમિ પણ આ જ છે

ઇતિહાસની અટારીએ થી ‘’’જુનાગઢ”

એક શરૂઆતી સંરચના, ઉપરકોટ કિલો, શહેરના મધ્યમાં એક ટેકરી પર સ્થિત છે, ‘’ચન્દ્રગુપ્ત’’એ મોર્ય વંશ ના કાળમાં બનાવેલ.અને આશરે ૬ઠ્ઠી સદી સુધી આ ‘’ઉપરકોટ’’ કિલ્લાનો ઉપયોગ ચાલુ રહ્યો,ત્યાર બાદ લગભગ ૩૦૦ વર્ષો સુધી આ કિલ્લો છોડી દેવામાં આવેલો, ત્યાર બાદ ઈ.સ.976માં ''ચુડાસમા'' શાસકો દ્વારા આ કિલ્લો શોધવામાં આવેલો અને શાસન સ્થાપિત કરવામાં આવેલું, ત્યારબાદના 1000 વર્ષોમાં આ કિલ્લાં પર 16 વખત ઘેરો નાખવામાં આવેલો, 

‘’’સમ્રાટ અશોક ના શિલાલેખ’’

ઉપરકોટના કિલામાં 1.2 કીલોમીટરના અંતરે એક મોટા સીલાખંડ પર સમ્રાટ અશોકના ૧૪ વર્ણનો સાથેનો શિલાલેખ છે, આ સીલાલેખની બાજુમાં બાદના  સમયનો  એક સંસ્કૃત ભાષાનો શિલાલેખ પણ આવેલો છે     

અહી જુનાગઢમાં ''પ્રાચીન'' બોદ્ધ ગુફાઓ અને જેન દેરાસરો પણ આવેલા છે અહીના ''ઇટવા'' અને ''બોરદેવી'' માંથી બોદ્ધકાલીન અવશેષો મળી આવેલા છે, ઈ.સ.ની 9મી સદીમાં અહી ચુડાસમા વંશજો ના શાસનની શરૂઆત થયેલી અહીનો શાસનક્રમ જોવામાં આવે તો 'ચુડાચન્દ્ર', 'ગ્રીહારિપુ', 'રા'નવઘણ', અને 'રા'ખેંગાર', દ્વારા શાસન કરવામાં આવેલું અને આ શાસકો ના શાસન દરમિયાન જ ગુજરાત પર દિલ્લીના ''ખીલજી'' વંશ દ્વારા આક્રમણ કરવામાં આવેલું અને અંતિમ રાજા ‘’માંડલિક’’ ને સુલતાન 'મહેમુદ' દ્વારા ‘હરાવવામાં આવેલો,જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો ગ્રીહારિપુ, ના શાસન કાળમાં ચુડાસમા દ્વારા કબજે કરવામાં આવેલો, એમ પણ કહેવાય છે કે બાદમાં ‘’’રા'નવઘણ’’ દ્વારા આ કિલ્લાનું પુનનિર્માણ કરવામાં આવેલું, અને .અડી-કડી વાવ અને ‘’નવઘણ’’ કુવા નું નિર્માણ પણ ‘’રા'નવઘણ’’ દ્વારા કરવામાં આવેલું,ઈ.સ.1472 આસ-પાસ સુલતાન 'મહેમુદ' (બેગડા) નું શાસન આ જુનાગઢના કિલ્લા પર આવ્યું અને સુલતાન 'મહેમુદ' ‘’બેગડા’’ દ્વારા રાણકી મહેલ ને જ મસ્જીદ બનાવવામાં આવેલ અને આ શહેરનું નામ ‘’’મુસ્તુફાબાદ’’’ કરવામાં આવ્યું અને જુનાગઢ ને એક અધિકારી (કમાન્ડર) દ્વારા ક્રમસર શાસિત કરવામાં આવ્યું અને એ રીતે ઈ.સ.1730 સુધી આ શાસન ચાલ્યું ( ઉપરોકત સમયગાળામાં ઈ.સ. 157૩ માં ''મહાન-અકબરે'' ગુજરાત જીતી લીધું હતું અને ગુજરાત મોગલ શાસનના અંકુશ માં હતું        

                            ’’જુનાગઢ નવાબી કાળ’’

ઈ.સ.1730 – 1758 'મો.બહાદુર ખાનજી''(મો.શેરખાં બાબી)
ઈ.સ.1758 – 1774 'મોહમ્મદ મહાબત ખાનજી' ’1’
ઈ.સ.1774 – 1811 'મોહમ્મદ હામીદ ખાનજી' '1'
ઈ.સ.1811 – 1840''મોહમ્મદ બહાદુર ખાનજી’ ’2’
ઈ.સ.1840 – 1851 'મોહમ્મદ હામીદ ખાનજી' '2'
ઈ.સ.1851 –1882 'મોહમ્મદ મહાબત ખાનજી' ’2’
ઈ.સ.1882 – 1892 'મોહમ્મદ બહાદુર ખાનજી' ’3’
ઈ.સ.1892 – 1911 'મોહમ્મદ રસુલ ખાનજી'
ઈ.સ.1911 – 1947 'મોહમ્મદ મહાબત ખાનજી' ’3

’’બ્રિટીશ કાળમાં જુનાગઢ’’

જુનાગઢના અંતિમ નવાબ ''મોહમ્મદ મહાબત ખાનજી''૩'' એ દેશ આઝાદ થયો ત્યારબાદ ઈ.સ.૧૯૪૭ ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે ‘પાકિસ્તાન’ સાથે સંધી કરી હતી આ તેની એક એતિહાસિક ભૂલ હતી કારણકે 'જૂનાગઢ'ની સમગ્ર પ્રજા ''ભારત'' સાથે જોડાણ ઈચ્છતી હતી ત્યારબાદ ઈ.સ.૧૯૪૭ ના ઓકટોમ્બર ની ૨૪ મી તારીખે નવાબ ''મોહમ્મદ મહાબત ખાનજી''૩'' પ્રાઇવેટ પ્લેન મારફત 'પાકિસ્તાન' ભાગી ગયા ત્યારબાદ જુનાગઢ ની આઝાદી માટે શામળદાસ ગાંધી ના નેતૃત્વ માં આરજી હુકુમત ની રચના કરવામાં આવેલી ઈ.સ.૧૯૪૭ ની ઓકટોમ્બરની ૨૫ મી તારીખે ભારતના લશ્કરે જુનાગઢ ની બહાર ઘેરાબંધી કરી એ સમયના 'જુનાગઢ'ના 'દિવાન' ''શાહનવાઝ ભુટ્ટો''એ (બેનજીર ભુટ્ટો ના દાદા) ઈ.સ.૧૯૪૭ નવેમ્બર ની ૭ મી તારીખે એ સમયના 'સોરાષ્ટ્ર'ના બ્રિટીશ 'ગવર્નર' ને પત્ર લખી 'જુનાગઢ' બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું અને ઈ.સ.૧૯૪૮ ફેબ્રુઆરીમાં 'જુનાગઢ'માં જનમત સંગ્રહ કરવામાં અઆવ્યો અને પરિણામ સ્વરૂપ 'જુનાગઢ' 'ભારત' સાથે જોડાઈ ગયું ખરા અર્થમાં ''જુનાગઢ'' નો સ્વતંત્રતા દિન 09/11/1947 છે

ઉપરકોટ કિલ્લામાં ઈ.પૂર્વ 238-260 ના સમયનો આ શિલાલેખ છે આ સીલાલેખમાં સમ્રાટ અશોક ના કુલ 14 નેતિક આદેશો છે અને સમ્રાટ અશોકે અહીની મુલાકાત લીધેલી આ સીલાલેખની બાજુમાં બીજો પણ એક શિલાલેખ છે જે સંસ્કૃત માં છે એમ કહેવાઈ છે કે આ શિલાલેખ રુદ્રદામન દ્વારા સ્થાપિત કરવામાં આવેલો અહી ઈ.સ.700 ના સમયની બોદ્ધ ગુફાઓ પણ આવેલી છે, '‘અડી-કડી વાવ’’ ‘’નવઘણ કુઓ’’‘ઉપરોક્ત અડી-કડી વાવ’ અને ‘નવઘણ કુઓ’ ''રા’નવઘણ'' દ્વારા બનાવવામાં આવેલા.

                     ‘’રાણકી મહેલ’’ (જામી મસ્જીદ)''

ઉપરોક્ત રાણકી મહેલમાં ખુબજ સુંદર નકશીકામ જોવા મળે છે આ મહેલ આ.258 પીલ્લરો પર બનેલો બેનમુન મહેલ છે, ઈ.સ.1472 માં ગુજરાતના સુલતાન ''મેહમુદ'' (બેગડા) દ્વરા આ ઉપર કોટ કિલ્લો કબજે કરવામાં આવેલો પોતાની જીત ની યાદગીરી માટે સુલતાન દ્વારા  ‘રાણકીમહેલ’ને ' જામા મસ્જીદ' માં રૂપાંતરિત કરવામાં આવેલ. 

     ‘’નીલમ-માણેક તોપ’’

ઈ.સ.1538માં જયારે પોર્ટુગીજો અને તુર્કીની સેના વચ્ચે દીવ માં યુંધ્ધ થયેલું અને આ યુધ્ધમાં તુર્કીની સેના હારી જતા બધું છોડીને નાસી ગયેલી ત્યારબાદ આ ‘’નીલમ’’ અને ‘’માણેક’’ તોપો દીવ ખાતેથી ''નવાબ સાહેબે'' મગાવી અને ઉપરકોટ ના કિલ્લામાં સ્થાપિત કરાવેલી આ તોપો ‘’મિસ્ર’’ માં બનેલી છે અને '15' ફૂટ લાંબી છે, 

    બહાઉદ્દીન કોલેજ

જૂનાગઢ માં આવેલી સો વર્ષથી વધુ જૂની કોલેજ છે, આ કોલેજમાંથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને સારા વિદ્યાર્થીઓ એ દેશનું નામ રોશન કરેલ છે, અહી વિજ્ઞાન કોલેજ અને કૃષિ યુનીવર્સીટી પણ આવેલી છે ''જુનાગઢ'' ના એ સમયના વજિર ''બહાઉદ્દીન''ભાઇએ આ કોલેજની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે બોમ્બે અને કરાચીમાં પણ આવી કોઈ શૈક્ષણિક સંસ્થા નહોતી. સોરઠ રાજ્યના વજિર શ્રી ''બહાઉદ્દીન'' ભાઇ એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે આ મકાનના નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો હતો. કોલેજની શરૂઆત ઈ.સ. 1901 માં  થઈ હતી.

   ’મહાબત મકબરા પેલેસ’’’’ અને ‘’’બહાઉદ્દીન મકબરા’

ઈ.સ.1851માં નવાબ મહાબત ખાનજી’ ’2’ દ્વારા ઉપરોક્ત મકબરા નું કાર્ય શરુ થયું હતું આ મકબરા ‘’ચીતાંખાના’’ ચોક પાસે આવેલા છે, આ મકબરા નું નકશી-કામ કોતરણી કામ બેનમુન છે આ મકબરામાં ઇન્ડો-ઇસ્લામિક અને યુરોપીયન આર્કીટ્રેકચર નું અદભુત સંગમ જોવા મળે છે, આ મકબરાની એક નોધવા લાયક ખૂબી એ પણ છે કે તેના ચાર મિનારાસાથે બહાર સીડીઓ છે, જયારે ''ભારત''માં આવેલા બીજા મિનારાઓમાં મિનારાની અંદર સીડીઓ છે.આ વાસ્તુ-શિલ્પ નો ચમત્કાર તેની સુંદરતામાં ચાર-ચાંદ સમાન છે, આ સિવાઈ દરબાર હોલ, પણ જોવા લાયક છે.

 ’નરસિંહ મહેતા નો ચોરો’

 મહાત્મા ગાંધીજીનું અતિ-પ્રિય ભજન :-     

‘’’’ વૈષ્ણવ જન તો તેને કહિયે
              જે પીડ પરાઈ જાણે રે.....
                 પર દુ:ખે ઉપકાર કરે તો યે
                               મન અભિમાન ન આણે રે....     

આ ભજન વિશ્વ પ્રસિદ્ધ છે,આ ભજનના રચિયતા ‘’’નરસિંહ મહેતા''' હતા


’વિલિંગટન ડેમ’

       ઈ.સ.1929ના મેં મહિનાની 21મી તારીખે 'જુનાગઢ' ના નવાબ 'મહાબત ખાનજી’ '3’ દ્વારા આ ડેમ નું કામ શરુ કરવામાં આવેલું આ ડેમ બનતા 7 વર્ષનો સમય લાગ્યો હતો અને આ ડેમ નું કુલ ખર્ચ એ સમયમાં આ. 8 લાખ રૂપિયા થયું હતું. એ સમયના ''ભારત''ના ‘’ગવર્નર’’ ‘’લોર્ડ વિલિંગટન’ દ્વારા આ ડેમ ઈ.સ.1936ના જાન્યુઆરીની 10મી, તારીખે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ ડેમ રમણીય સ્થળો થી ભરપુર છે જ્યાં પર્વતો થી ઘેરાયેલી લીલી વનરાજી મન-મોહક છે, આ સ્થળ ઉજાણી/પીકનીક માટેનું ઉત્તમ સ્થળ છે,

  ’હઝરત જમીય્લશાહ દાતાર’

પૃથ્વીની સપાટીએથી લગભગ 2750 ફૂટની ઊંચાઈ પર ‘હ.જમીય્લશાહ દાતાર’ ની જગ્યા આવેલી છે અહીં ’હ.જમીય્લશાહ દાતાર’ નું એક ‘’આસન’’ છે, એમ કહેવાઈ છે કે ઈ.સ.1470 માં હ.જમીય્લશાહ દાતાર’ 'ઈરાન' થી અહીં જુનાગઢ આવેલા અને પછી અહીંજ પર્વત પર હાલ જે તેમની જગ્યા છે ત્યાં તેમણે મુકામ કરેલો, ’હ.જમીય્લશાહ દાતાર’ ની જગ્યાએ હિંદુ-મુસ્લિમ સહિત દરેક કોમના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એક જુનવાણી ભજનમાં કહેવામાં આવ્યું છે કે....          

’’ઉંચો છે ગરવો ગીરનાર.......
નીચે છે ’’જમીય્લશાહ દાતાર.....

Post a Comment

0 Comments