મલેક સંજર અલ્પખાન ગુજરાતના પ્રથમ નાઝિમ 1304-1315
'સુલતાન અલાઉદ્દીન ખલજી'એ ઈ.સ.1304 માં તેના સાળા "મલેક સંજર" જેને તખ્તનશીની સમયે 'સુલતાને' "અલ્પખાન" નો ખિતાબ એનાયત કર્યો હતો, 'સુલતાને' એ 'મલેક સંજર'ની નિમણુક ગુજરાતના નાઝિમ તરીકે કરી હતી આમ થવાના કારણે દિલ્હી સલ્તનતના "ખીલજી" અને "તુગલૂક" સુલતાનો તરફથી ગુજરાત ઉપર લગભગ સૌ વરસ સુધી નિમાતા રહેલા નાઝિમો પેકીના પ્રથમ નાઝિમ "મલેક સંજર" થી શરૂઆત થઈ હતી.
ગુજરાતના નાઝિમ "મલેક સંજર" ની ગુજરાતમાં રાજકીય કામગીરી
નાઝિમ "મલેક સંજર" એ ગુજરાતના નાઝિમ તરીકે હોદ્દો સાંભળ્યા બાદ પોતાની અક્કલમંદી અને હોશિયારી પૂર્વક કામગીરીનો પ્રારંભ કર્યો તેણે 'ચૌહાણ' રજપૂતો પાસેથી 'જાલોર' કબજે કરી લીધું હતું, ત્યારબાદ તેણે 'નવસારી' 'ભરૂચ' અને 'ગંધાર' વિગેરે પ્રદેશો પણ પોતાના કબજામાં લઈ લીધા હતા અને બધા પ્રદેશોમાં શાંતિ સ્થાપિત કરેલ હતી તેના વ્યવસ્થિત વહીવટ ના કારણે ગુજરાતના પ્રદેશોમાંથી કોઇપણ જગ્યાએથી કોઇપણને કશી ફરિયાદ કે તકલીફ નહોતી,
"સરવરખાન ગોરી'' એ સંભાળેલ ગુજરાતનો રાજકીય વહીવટ
'સુલતાન અલાઉદ્દીન ખીલજી' દ્વારા ગુજરાત પર પોતાના શાસનની શરૂઆત થતા ગુજરાતનો રાજકીય વહીવટ 'સુલતાને' 'અલમાસબેગ ઉલુગ ખાન' ને સુપ્રત કર્યો હતો અને 'અલમાસબેગ ઉલુગ ખાન' દ્વારા પોતાના નાયબ તરીકે તેણે "સરવરખાન ગોરી'' ની નિમણુક કરેલી આમ ગુજરાતની રાજકીય જવાબદારીનું કાર્ય "સરવરખાન ગોરી'' ના હાથે આવ્યું હતું "સરવરખાન ગોરી'' એ પોતાની કોઠાસુજ અને હોશિયારી થી ઘણી સારી કામગીરી ગુજરાતમાં કરી હતી, તેના 'નાયબ' પદ્દ હેઠળ ગુજરાતમાં એકંદરે શાંતિ જળવાઈ રહી હતી, તથા તેણે પોતાની ગુજરાતના 'નાયબ' તરીકેની જવાબદારી લગભગ ત્રણ વર્ષ સુધી નિભાવી હતી અને ત્યાર બાદ ગુજરાતીઓએ બળવો કર્યો હતો જેથી ઈ.સ.1304ના અરસામાં "મલિક ઝિતમ"ની સરદારી હેઠળ 'સુલતાન અલાઉદ્દીન ખીલજી' દ્વારા તેની નિમણુક ગુજરાતના નાઝિમ (ગવર્નર) તરીકે કરવામાં આવી હતી તેણે ગુજરાતના 'નાઝિમ' પદ્દ પર ઘણા પ્રદેશો પર જીત મેળવી હતી તેની યોગ્ય અને કડક કાર્યવાહી ના કારણે ગુજરાતની હિંદુ હકુમતનો કાયમને માટે અંત અને 'દિલ્હી સલ્તનત'નો પ્રારંભ થયો હતો. આ ઈ.સ.1304 માં બનેલુ હતું.
ગુજરાતની રાજધાની તરીકે 'અણહિલવાડ પાટ્ટણ'
"અણહિલવાડ પાટ્ટણ" જે હિંદુ રાજાઓનું પરંપરાગત પાટનગર હતું તે મુસ્લિમ નાઝિમોના સમયમાં પણ તેમના વહીવટના કેન્દ્ર એટલે કે પાટનગર તરીકે ચાલુ રહ્યું હતું
ઈ.સ.1315માં 'સુલતાન અલાઉદ્દીન ખલજી' સામે ઉપસ્થિત થયેલા પ્રતિકુળ સંજોગો
ઈ.સ.1315 'સુલતાન અલાઉદ્દીન ખલજી' વિરુધ્ધ બગાવત કરીને સત્તા પચાવી પાડવા અમુક અમીરો મનસુબાઓ બનાવી રહ્યા હતા જેમાં 'સુલતાન' ની પત્ની 'મલેકા-એ-જહાં' 'માહરૂબેગમ' તથા તેના ગુપ્ત સાથીદારો અને બીજા સલ્તનતના હોદ્દેદારો મુખ્ય હતા, મલેકા-એ-જહાં' 'માહરૂબેગમ' ને 'સુલતાન અલાઉદ્દીન ખલજી'થી એક પુત્ર થયો હતો જેનું નામ 'ખીઝ્રખાન' હતું, 'શાહ્ઝાદા ખીઝ્રખાન' એ 'દિલ્હી' સલ્તનત નો 'વલી અહ્દ્દ' (રાજકીય વારસ) હતો 'શાહ્ઝાદા ખીઝ્રખાન' અને 'રાજકુંવરી દેવળદેવી' બન્ને બાળપણ થી જ સાથે રમ્યા અને મોટા થયા હતા પરિણામે બન્ને વચ્ચે પ્રેમ થયો હતો આ બાબત 'મલેકા-એ-જહાં' 'માહરૂબેગમ'ને પસંદ નહોતી તે સલ્તનતના 'વલી અહ્દ્દ' (વારસ) 'ખીઝ્રખાન'ને પોતાના પસંદગીની સ્ત્રી સાથે પરણાવવા ઈચ્છુક હતી જેથી પ્રતિકુળ સંજોગો ઉત્પન્ન થયા હતા બીજી બાજુ આ જ સમયે 'સુલતાન અલાઉદ્દીન ખલજી' 'જલંદર' નામના રોગમાં સપડાયો હતો અને તેની તબિયત વધતા ઓછા પ્રમાણ માં ખરાબ રહેતી હતી જેથી સુલતાને 'દેવગિરી'થી 'મલેક નાયબ કાફૂર'ને અને ગુજરાતમાંથી 'મલેક સંજર ''અલ્પખાન' ને દિલ્હી આવવા સંદેશ પાઠવ્યો હતો તેઓ એ દિલ્હી આવી સમગ્ર હકીકતો જાણવા પ્રયાસો કરેલા બાદમાં તેઓએ 'મલેકા-એ-જહાં' 'માહરૂબેગમ'ને 'લાલ કિલ્લા'માં અને 'શાહ્ઝાદા 'ખીઝ્રખાન'ને 'ગ્વાલિયર' ના કિલ્લામાં કેદમાં મોકલી દીધા હતા.
'સુલતાન' આ બધી બાબતો ને લઈ ચિંતા અને ગુસ્સો પણ કરતો હતો એક સમયે જયારે 'અલ્પખાન' મહેલમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે 'સુલતાન'ના હુકમ પ્રમાણે તેની કતલ કરવામાં આવેલી. આ 'સુલતાન અલાઉદ્દીન'ની બહુ ગંભીર ભૂલ સાબિત થયેલ હતી કારણ કે 'મલેક સંજર ''અલ્પખાન' સલ્તનતને વફાદાર અને સલ્તનતનો હિતેચ્છુ હતો વાસ્તવમાં તેના મોત થી 'સુલતાન અલાઉદ્દીન'ના વંશનો અંત થયો હતો કારણ કે 'મલેક સંજર ''અલ્પખાન' સમગ્ર બળવાખોર લોકોને ઠેકાણે પાડનાર વિશ્વાસુ અમલદાર હતો, તેના મોતના કારણે સલ્તનતમાં ચોતરફ બળવા ફાટી નીકળ્યા હતા 'સુલતાન અલાઉદ્દીન ખલજી' બીમારીથી પીડાતા વિવશ થઈને આ બધું જોઈ રહ્યો હતો 'સુલતાને' પોતે ઉભી કરેલી આલીશાન સલ્તનતને વેરવિખેર થતા નિહાળી રહ્યો હતો આખરે તેણે લાગુ પડેલી બીમારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઈ.સ.1316માં તેનું મૃત્યુ થયું.અને બીજી તરફ 'શાહ્ઝાદા 'ખીઝ્રખાન'ને 'ગ્વાલિયર' ના કિલ્લામાં 'બળવાખોરો દ્વારા કતલ કરવામાં આવ્યો હતો.
સુલતાન અલાઉદ્દીન ખલજીનું અવસાન
સુલતાન અલાઉદ્દીન ખીલજી તેના અંતિમ સમયમાં જલંદર નામની બીમારીમાં સપડાયો હતો, પોતાના અંતિમ સમયમાં તેને બીમારી સબબ ઘણી વેદનાઓ સહન કરવી પડી હતી. આખરે 4 જાન્યુઆરી ઈ.સ.1316 ના રોજ તેનું મૃત્યુ થયું હતું. આમ ભારત ના મોટા વિસ્તાર પર પોતાની સલ્તનત નું શાસન સ્થાપિત કરનાર શક્તિશાળી સુલતાનના સ્વર્ણ કાળનો અંત થયો હતો.
0 Comments
Do not post any dirty comments here